________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો દમ વગેરે ગુણસંપન્ન પુરુષજ બ્રાહ્મણ છે. મહાભારત શાંતિપર્વ અ. ૧૮૮૯ માં ભારદ્વાજના પ્રશ્નનો જવાબ આપતાં ભૃગુએ કહ્યું છે કે –
" सत्यं दानमथाद्रोह आनृशंस्यं तथा घृणा ।
तपश्च दृश्यते यत्र स ब्राह्मण इति स्मृतः ॥ અર્થાત-સત્ય, દાન, અહ, અપૂરતા, યોગ્ય શરમ, કરણ અને તપ, એ ગુણો જેનામાં દેખાઈ આવે, તે બ્રાહ્મણ છે. આગળ જતાં એ પણ સ્પષ્ટ કહેવું છે કે, શું દ્રના કુળમાં જન્મેલા કોઈ પુરુષમાં આ ગુણે જણાય તો તે શક નહિ પણ બ્રાહ્મણ છે અને જે બ્રાહ્મણકુળમાં જન્મેલા પુરુષમાં આ ગુણોનો અભાવ હોય તે બ્રાહ્મણ નહિ પણ શકજ છે.
મહાભારત શાંતિપર્વ અધ્યાય ૩૯ માં પુરોહિતનાં જે લક્ષણો કહેલાં છે, તે પણ આ વિષયમાં ખૂબ મનન કરવા જેવાં છે.
'आनृशंस्यं' सत्यवाक्यमहिंसा तप आर्जवम् । अद्रोहोऽनभिमानश्च हीस्तितिक्षा दमः शमः ।।
यस्मिन्नेतानि दृश्यन्ते स पुरोहित उच्यते ॥४॥ સત્યવાદીપણું, અહિંસા, તપ, સરળતા, ઈર્ષા અને દ્વેષને અભાવ, નિરાભિમાનપણું, યોગ્ય શરમ, સહનશીલતા, મનોનિગ્રહ અને શાંતિ, એ ગુણે જેનામાં હોય તેને પુરોહિત કહે છે–બીજા કોઇને નહિ. હાલ જેઓ પુરોહિત ગણાય છે, તેમાંથી સેંકડે એક માણસમાં પણ આ લક્ષણો દેખાય છે? તેમ ન હોય તે તેમની પૂજા શાસ્ત્રાનુકૂળ શી રીતે છે, તેને બુદ્ધિમાનેએ વિચાર કરવો જોઈએ.
- શુક્રનીતિન પુરોહિતવિષેને લેખ આથી પણ વધારે સ્પષ્ટ અને શિક્ષાપ્રદ છે, તેને ઉલ્લેખ કરે ઘણજ જરૂર લાગે છે –
मंत्रानुष्ठानसंपन्नः त्रैविधः कर्मतत्परः । जितेन्द्रियो जितक्रोधो लोभमोहविवर्जितः ।।७८॥ षडंगवित्साङ्गधनुर्वेदविच्चार्थ धर्मवित् । યોપમન્યા રાના ધારિત મત ૭૧ . नीतिशास्त्रास्त्र व्यूहादि कुशलस्तु पुरोहितः।।
सेवाचार्यः पुरोधायः शापानुग्रहयोः क्षमः ॥८॥ આ લેકમાં પુરોહિત પૂર્ણજ્ઞાની અર્થાત વેદ-વેદાંગ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર, અર્થ, ધર્મ, શાસ્ત્ર વગેરેને પૂર્ણ પંડિત હોવાનું વિધાન છે, ત્યાં સાથોસાથ જ જિતેંદ્રિયપણું અને લોભ, મોહ, ક્રોધ વગેરેથી રહિતપણું પણ જરૂરનું ગણ્યું છે અને તેનામાં એટલું આત્મબળ હોવું જોઈએ કે તેના નાખુશ થવાના ડરથી રાજા હમેશાં ધર્મ અને નીતિને માણે ચાલ્યા કરે. આ પ્રમાણે શુક્રાચાર્યું વર્ણન કર્યું છે. આવા મહાનુભાવોજ સમાજના આદર્શરૂપ હોવાથી તેમને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવાં જોઇએ. શ્રેષ્ઠ સ્થાન આપવાનો અર્થ પ-૧૦ હજારની માસિક નોકરીને નથી; કેમકે જરૂર કરતાં વધારે પોતાની પાસે રાખવું તેને તો તે સાચા બ્રાહ્મણે પાપ માને છે. મતલબ એ છે કે, આવા નિ:સ્વાર્થ બ્રાહ્મણે ન્યાયાધીશ હોવાથી કદાપિ અન્યાય નહિ થાય અને પ્રજાની યોગ્ય સ્વતંત્રતા ઉપર કાપ મૂકનારા નિયમો કદીપણ થશે નહિ; પરંતુ ધર્મવિરુદ્ધ આચરણ કરનાર રાજાને પણ ગાદીએથી ઉઠાડી મૂકવાની તાકાત તેમનામાં હશે.
પ-પષ ૧૯૮૭ ના અંકમાં લેખક-પ્ર સ્ના, ધર્મદેવ સિદ્ધાંતાલંકાર વિદ્યાવાચસ્પતિ, આચાર્ય ગુરુકુળ-મુસ્તાન એમના લેખ ઉપરથી અનૂદિત.) :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com