________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો સંધિપ્રસંગે ગહન હોય છે. એ સંધિના સમયની વિષમતા અને વિશિષ્ટતા એટલા માટે છે કેતે સમયે નવાં બળે પ્રગટતાં હોઈ મનુષ્યની ભાવનાએ કયી દિશામાં જશે તે તે સમયના સં-- ચગેથી નિશ્ચિત થાય છે. અત્યારે આપણા દેશમાં પૌવંય અને પાશ્ચાત્ય સંસ્કૃતિએને સંધિકાળ, છે અને તેથી તે દુર્ઘટ છે. આવા દુર્ધટ સમયમાં વિશ્વતંત્રતા નિયામક પરમાત્માનું શરણ સ્વીકારી કલ્યાણનો માર્ગ સાધવાનું તત્ત્વો યોગ્ય ગણે છે.
સંધ્યોપાસનામાં સાવિત્રી દ્વારા સવિતા દેવતાની ઉપાસના છે. સવિતા એ ઈશ્વરની પ્રત્યક્ષ - વિભૂતિ છે, ભૌતિક શક્તિનો મહાન સાગર છે, તેજના અંબારનો ભંડાર છે, ચૈતન્યશક્તિનો જાણે સ્રોતવાહી સમુચ્ચય છે રાને દિવ્યતાની પ્રત્યક્ષ મૂર્તિ છે. સંઘોપાસનામાં મૂર્તાિવડે એમૂની- : સૂર્યમંડળના પ્રત્યક્ષ અનુભવવડે વ્યષ્ટિમાં વ્યાપક સવિતાનારાયણની-ઉપાસના સાધવાની છે.
આ ઉપાસના પ્રતિદિન કાળસંધિના સમયે સાધવાનું ઋષિમુનિઓ વિધાન કરે છે. રાત્રિ અને પૂર્વાહ, પૂર્વ ને અપરાઉને, અપરા અને પૂર્વરાત્રિને તથા પૂર્વ રાત્રિ અને પશ્ચિમરાત્રિને, એમ પ્રતિદિન ચાર સંધિકાળ મુખ્ય મનાય છે. એ ચાર સંધાઓમાં મધ્યરાત્રિની સંધ્યા જેને નિશીથ કહે છે, તેને મેગીઓ અને મંત્રસાધકે ઉપાસનામાં વિનિગ કરે છે, પણ સામાન્ય રીતે દ્વિજોને સારૂ પ્રાતઃ, મધ્ય અને સાયંસંધ્યાની ઉપાસનાનું વિધાન છે. પ્રાતઃ સંધ્યામાં. રક્તવર્ણ, બાલા, બ્રહ્મદેવયા, હંસારૂઢા એવી સાવિત્રીદેવીની ભાવના છે. માઉસંધ્યામાં યુવતી, શ્વેતવર્ણ, વૃષભાસના, કદૈવત્યા ગાયત્રી દેવીની ભાવના છે અને સાયંસંધ્યામાં કૃષ્ણવર્ણ, વૃદ્ધા, ગરુડવાહના, વિષ્ણુદૈવત્યા સત્યવતી દેવીની ભાવના છે. વળી એ ત્રણે સંધ્યાએામાં અનુક્રમે ભૂલેંક, ભુવલેંક અને લેક તથા સદ, યજુર્વેદ અને સામવેદની પણ ભાવના છે. સંધ્યાવંદનમાં કાળની સંધિઓ દેવપરાયણતાવડે સાધવાનો સંકેત છે. એ કાલસંધિઓમાં સમ્યક્ પ્રકારે સવિતાની સાવિત્રીની, સંધ્યાની, સગુણ બ્રહ્માની કે અહં ગ્રહની ઉપાસના સાધનારની સર્વ શક્તિએ સ્વાભાવિક રીતે પુષ્ટ થાય છે; અને તેને અપૂર્વ મનોબળ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં જરકસ મુનિના શીલસાંદર્યવતી પતનીના ત્યાગપ્રસંગની કથા જેવી લોકોત્તર તેવીજ કમનીય છે. ઈશ્વર પોતાના ટેકીલા અને દઢ ભકતોને સારૂ શું ન કરે એજ કહેવું કઠિન છે. સંપાસનામાં કાળનું પ્રાધાન્ય તે છેજ, તથાપિ એ કર્મ એટલું આવશ્યક અને ઉપકારક છે કે કદાચ કાળાપ થાય તોપણ કર્મલોપ થવા ન દે, એમ વેદવિદ વિધાન કરે છે.
* સંધ્યોપાસના એ નિત્યકર્મ છે અને નિષ્કામતાથી પરમેશ્વરપ્રીચર્થે તેને વિનિયોગ કરવાનો છે, એટલે તેવડે પાપનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ ભોગપ્રાપ્તિને અર્થે તે નથી. વાસનાસરિતાના વહેવાના શુભાશુભ એ માગે છે. તેમાંથી શુભ માર્ગમાં એને જવાને સંધ્યાવંદનનો મુખ્ય હેતુ છે. આ પ્રણ્યકર્મમાં કર્મયોગ, ભંક્તિયોગ અને જ્ઞાનયોગ, એ ત્રણેનું અદ્ભુત અને મનોહર એકીકરણ છે. આચમન, સંકલ્પ, પ્રાણાયામાદિમાં ક્રિયાનું, ન્યાસ, ઉપસ્થાન અને જ૫ આદિમાં ઉપાસનાનું તથા પ્રણાદિ મમાં જ્ઞાનનું તત્વ સવિશેષતાએ દૃષ્ટિગોચર થાય છે. - સંપાસનાને સારૂ પ્રશસ્ત સ્થાન જલાશયનો તટ ગણાય છે. આવાં સ્થાનમાં સૃષ્ટિ પિતાનાં અનેક સાંદ અને વૈભવોને વિકસાવતી જાણે સૃષ્ટિના સાનિધ્યમાં વિરાજે છે. એવાં ખુલ્લા સ્થાનોમાં જઈ સૃષ્ટિૌંદર્યનું દર્શન કરવાનું પાશ્ચાત્ય કવિઓ પણ મનુષ્યોને અફાન કરે છે. સૃષ્ટિના વૈભવને અનુભવ કરતા તથાપિ સૃષ્ટિમાં તદાકાર ન થઈ જતા મુનિઓ આવાં સ્થળોમાં ઈશ્વરને ઉપાસે છે.
જે અનેક મંત્રોનો સંયોપાસનામાં વિનિયોગ છે. તેમાં પ્રણવ એ બીજભૂત છે અને ગાયત્રી એ પ્રધાન મંત્ર છે. પ્રણવ એ વેદત્રયી, લેકત્રયી અને ક્રિયાત્રયીના સારરૂપ છે તથા વેદનું સેવ - વ્યાપી, સર્વસત્તાન્વિત અને સનાતન બીજ છે. ગાયત્રી મંત્રમાં ભગવાન સવિતાના વરેણ્ય ભર્ગોનું ધ્યાન છે અને બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરવાની પ્રાર્થના છે. ભસ્મધારણ, સં૫, પ્રાણાયામ, અધમર્ષણ ઇત્યાદિના મંત્રો પણ અર્થ તેમજ શબ્દની અપમેય અને અદ્દભુત શક્તિઓનાં નિવાસસ્થાન છે. એ મંત્ર બહુધા વેદની વિભૂતિઓ છે. વેદ એ અવ્યક્ત ઈશ્વરનું વ્યક્તિ સ્વરૂપ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com