________________
wwwwww
ww
wwwwwwwwwwwwwwwww
wwwwww
૭૬
શુભસંગ્રહ-ભાગ ત્રીજો છે. જેમ સર્વ સિદ્ધિઓ બ્રહ્મવેત્તાની સેવા કરે છે, તેમ યથાર્થ સંપાસકને અભ્યદયપ્રાપ્તિ પણ અનાયાસે જ થાય છે. સંધ્યોપાસનામાં ચિત્તશુદ્ધિને અર્થે અનેક શક્તિઓનો વિનિયોગ - જાયેલું છે. માર્જન, અઘમર્ષણાદિમાં ભાવનાશકિત, ગાયત્રીજપ, અર્થપ્રદાનાદિમાં મંત્રશક્તિ, આચમન, ભસ્મધારણાદિમાં દ્રવ્યશક્તિ અને પ્રાણાયામાદિકમાં ક્રિયાશક્તિનો વિનિયોગ વિશેષરૂપે કરી સાધ્યની સિદ્ધિ કરવાની યોજના એ પુણ્યકર્મમાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ બધા -આયામવડે અપૂર્વ શક્તિ પ્રાપ્ત થાય છે. આવા નિત્ય નિયમથી એક પ્રકારની આત્મશ્રદ્ધા અને પ્રિભુશ્રદ્ધા ઉત્પન્ન થાય છે.
આ સમયમાં ધાર્મિક ક્રિયાઓ તરફ ઉપેક્ષા વા આક્ષેપ થાય છે, પ્રતિકૂળતા જણાય છે; તથાપિ ઉપનયન સંસ્કારવાળા સર્વ ડિજોએ શિખાસૂત્ર અને સંસ્થાનું રહસ્ય સમજી પોતાના પરમહિતમાં ઉદ્યક્ત થવું ઘટે છે. ભારતને સારૂ આ સંધ્યાનો સમય છે. સંપાસના એ બ્રાહ્મણનું પરમ બળ છે અને આદર્શ બ્રાહ્મણે એ દેશનું દૈવત છે. એવા બ્રાહ્મણે સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ અને અથાહ્મણે સર્વથી પૂજાય છે. પણ એ આદર્શ મહાન છે, એમાં વિલાસપરાયણતાને, સન્માનશોધનને, અર્થાલુપતાને અવકાશ નથી. “બ્રાહ્મગુનો દેહ ક્ષુદ્ર કામનાઓને અર્થે નથી” એમ વેદવ્યાસ પિતાની સમાધિ ભાષામાં કહે છે અને ભગવાન મને તેના ઉત્તરાર્ધજ જાણે ઉન કરતા હોય તેમ કહે છેઃ
स हि धर्मार्थमुत्पन्नो ब्रह्मभूयाय कल्पते । આ પરમ સાધ્યને અર્થે સંયોપાસના કરવી એ શું બહુ છે ? અને સંસ્થાની ઉપાસના- પ્રયોગ કરનારને બ્રહ્મવિદ્યાનું દર્શન કરાવશે, એવી આપ્તજનો તેમજ અનુભવ સાક્ષી તે પૂરે છે.
(“ચિત્રમય જગત” ના સપ્ટેમ્બર ૧૯૨૫ ના અંકમાં લેખક રા. “સંત”)
૩૫–વિજયાદશમીની વિશેષતા શું છે?
કોઈ પણ જાતિના તહેવારો એ તેના જાતીય જીવનના પ્રદર્શક હોય છે. આ તહેવાર દ્વારા જાતીય જીવન ઉત્પન્ન કરવામાં આવે છે અને તેને સ્થિર કરવામાં આવે છે. જે માણસ હિંદુજાતીયતાની અસ્મિતા ઉપર વિશ્વાસ નથી રાખતે, તે જે હિંદુઓના જાતીય તહેવારો તરફ ધ્યાન આપે તે તરત જ તેને જણાઈ રહે કે આ તહેવારો હિંદુઓને એક જાતિતરીકે કેવી રીતે તૈયાર કરે છે.
આપણું જાતીય તહેવારોમાં વિજયાદશમીને તહેવાર મુખ્ય મનાયો છે અને જ્યાં પણ હિંદુજાતિને કોઈ પણ બચ્ચો મોજુદ છે, ત્યાં તે તે દિવસે પોતાના હૃદયમાં ઉલાસ અનુભવે છે. કેઈ ખાસ સમયે સૌના હૃદયમાં એકજ ભાવ ઉત્પન્ન થવામાં જ જાતીયતાનું બીજ રહેલું છે. આપણે એ જોવાનું છે કે, આ ભાવ ઉત્પન થવાનું કારણ શું છે? એ ગ્યજ છે કે, મર્યાદા પુરુષોત્તમ ‘ભગવાન રામચંદ્રજીના જીવનને સમગ્ર વૃત્તાંત તે દિવસે હિંદુજાતિની સમક્ષ ખડે થઈ જાય છે. આ વૃત્તાંત ગમે તેટલો ઉચ્ચ અને આપણે માટે સાચા આદર્શની ગરજ સારનાર હોય, તોપણ મારા ખ્યાલ પ્રમાણે તે કેવળ એટલાજ કારણથી આટલો બધે મહાન તહેવાર કેજી શકાય નહિ. આ તહેવારના મૂળમાં એક વિશેષ ઉંડી બાબત હાથ લાગે છે. તે એ કે, તે દિવસે ભગ-વાને ભારતવર્ષની હદથી આગળ વધીને લંકાના રાજાને હરાવ્યો અને લંકામાં આર્યરાજ્યની
સ્થાપના કરી. ભગવાન રામચંદ્રજીના જીવનમાં અતિહાસિક દષ્ટિએ વિશેષ મહત્ત્વની વાત એ છે કે, તેઓ આર્યજાતિના એક સર્વાથી પહેલાજ રાજપુત્ર હતા, કે જેમણે ઉત્તરભારતથી ઉતરી આવી વિંધ્યાચળને ઓળંગીને દક્ષિણની જાતિઓમાં આર્ય સભ્યતાનો પ્રચાર કર્યો. તેમના લંકાવિજયથી આર્યજાતિના હૃદયમાં જોશ અને આનંદની એવી લહેરે ઉડી કે સમગ્ર જાતિએ તે દિવસને સદાને માટે એક વાર્ષિક તહેવાર બનાવી દીધો. લંકા-વિજયથી આર્થતિમાં એક એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com