________________
પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ
૫?
ભાગવતે છતે પરમાત્માની ચાલુ યાદ, સ્મરણબહાર નહોતી રાખી; જેથી વિષ્ણુપદની તેમને પ્રાપ્તિ થઈ. આ અચળ પદ ધ્રુવના અચળ તારાની જોડે પૃથ્વીમાં આજે પણું કાયમ રહ્યું છે. રામદાસ સ્વામી, હરિશ્ચંદ્ર રાજા, ગોપીચંદ તથા ભતૃહરિ અને પ્રલાદ મરણભક્તિ ચાલુ રાખવાથી ભવપાર તરી શક્યા હતા. એ ભકિતને મેન્ટલ રેરીટેશન” કહે છે. જરથોસ્તીઓમાં મનથી યાદ કરવાના જે કલામ હોરમઝદ યસ્તમાં કહ્યા છે, તે આ સ્મરણભક્તિવિશે છેઃ “ઉષિ અરહે મઝદાએ યઝમઇદે. દરેથાઈ માંહે સ્પે તહે. ખત્મ અહરહે મઝદાઓ મથાઈ માંથલે પેન્તહે; હિઝવાંમ અહુરહે મઝદાએ યઝમઇદે કવાકાઈ માંહે તહે”-માથા સ્પેન્સને સ્મરણમાં રાખવાને માટે અહુરમઝદની હશિયારીની અમે સ્તુતિ ગાઈએ છીએ; માથ એન્તની ચાલુ યાદ મનમાં રાખીને અમે હોરમઝદની બુદ્ધિવિષે ભક્તિ કરીએ છીએ; માથ સ્પેન્તનું સર્વદા સ્મરણ મનથી કરવાનું ચાલુ રાખીને અહુરાના ધ્વનિનાં અમે નિત્ય વખાણ ગાઈએ છીએ. મેબેદ શરેશને માટે કહે છે કે, દાદારનું સ્મરણ તે પળે પળ ધ્યાનમાં ને ધ્યાનમાં રાખતું હોવાથી, તે શું ખાણું ખાતે હતો, તેનું પણ ભાન તેને રહેતું ન હતું. નવસારીમાં માંનોચેર હોમજી ટોળામાં “દસ્તુર રૂસ્તમદારૂ” નામના છેલ્લા સૈકામાં (સે વરસના અરસામાં) થઈ ગયેલા એક મેબેદાન મેબેદ ચાલતાં ચાલતાં પણ ખુદાની યાદ ચાલુ રાખતા હોવાથી બેધ્યાન જણાતા. કહે છે કે, વરસાદ પડતો હોય અને તેઓ ચાલતા હોય તે તેમના શરીર ઉપર પાણીનો એક છાંટો સરખાએ પતે ન હતો ! આ વાત આજના તાર્કિક રેશનલી વિદ્યાર્થીઓને કથા જેવી જણાશે, અને માનવામાં આવી શકશે નહિ; પરંતુ ચાલુ વખતપર સુદ્ધાં અવધત સ્વામી જેવા ઈશ્વરમય સં તેના સંબંધમાં એવા બનાવો બનેલા સાધારણ લેખાય છે. આ સ્વામીશ્રી નવસારી નજીકના જલાલપોર મુકામે જ્યારે ઉઘાડા ખેતરમાં પિતાને પડાવ નાખીને રહ્યા હતા, તે વેળાએ ધોધમાર વરસાદ પડયા છતાં તેમના શરીર ઉપર એક ટીપું સરખું પાણી પડતું નહોતું. આ બનાવ નજરે જોનારા ગૃહસ્થ આજે પણ તેની સાક્ષી પૂરે છે. આવા પુરુષો વિષ કહ્યું છે કેप्रारब्धाधीन देहोऽयं गतेच्छोऽटति सर्वतः। कदापीच्छान जायेत स्वरूपेलीन एवच ॥
આ દેહ તો પ્રારબ્ધને આધીન છે, એવું સમજીને જે પુરુષો જીવન્મુક્ત થઈ સંર્વથા કરતા કરે છે. તેઓને કદીએ કોઈ પ્રકારની ઈછાજ ઉત્પન્ન થતી નથી. તેઓ તે પિતાના ઈશ્વરમય સ્વરૂપવિષેજ તલ્લીન ને તરબોળ થઈને એવી રીતે ઘૂમે છે, કે તેમને કશોએ લેપ લાગતોજ નથી; માટે સ્મરણભક્તિ ઉત્તમ છે, એમ સમજી સર્વ મનુષ્ય તેનું સેવન કરવું જ રહ્યું.
૪ થે માર્ગ–પાદસેવન-ભક્તિ પરમેશ્વરનોજ પગ પકડી રાખવો, તેનાજ ચરણની સેવા-પૂજા કરવી અને તેને જ સર્વ કાળ નમન કરતા રહેવું, મનમાં તેનીજ મૂર્તિ ઉભી કરવી, મનમાં તેનાજ ચરણનો સંકલ્પ કરવો અને સદા તેને જ નમતા રહેવું. એક કવિએ દ્વિ અર્થા કવિતા કહી છે કે –
પાપ કરે સો પાપ કર, પાપ કરે પુન હોય;
પાપ કરે સોહી તરે, પાપ કરો સબ કોય. સામાન્ય અર્થ એ થાય છે કે, હે બંદા ! તું પાપ કરતો હોય તે પાપ કર્યેજ જા, પાપ કરવાથીજ પુણ્ય હાંસલ થાય છે. જે કોઈ પાપ કરે છે તે આ ભવસાગર તરી જાય છે; માટે સૌ કોઈ બસ પાપાજ કર્યા કરે ! પરંતુ બાતેની અર્થ કરવાને સારૂ પી ને પકરે સાથે જોડી દઈને જે કવિતા બોલીએ તે
પા પકરે સો પા પકર, પ પકરે પુન હોય;
પા પકરે સહી તરે, પા પકો સબ કાય. એવી કવિતા બની જાય છે, જેનો ગુઘાર્થ એવો ઉલટાઈ જાય છે કે, હે બંદે ! તેં જે પ્રભુને પણ પકડો. તો નિત્ય તેને જ પગ પકડી રાખી પાદસેવન-ભક્તિ કરતો રહે, પાદસેવનથી પુણ્ય સંપાદન થશે. જેમાં તેને પગ પકડી રાખીને પાદસેવન-ભક્તિને સેવે છે, તેઓ ભવસાગર તરી જાય છે; માટે સૌ કોઈ પાદસેવન-ભક્તિ કરો-અર્થાત નમો નારાયણ! નમસ્તે અહુરમઝદ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com