________________
ચીનનું સ્વાતંત્ર્ય-ચુદ્ધ ન મરવું? લશ્કરને એ વાત ગળે ઉતરી. એજ રાત્રે દશ વાગે કાર્યનો આરંભ કરવાની ગોઠવણ કરવામાં આવી; પરંતુ બળવાખોરો ઉત્સાહમાં અધીરા બન્યા હતા. તેમણે તે સાત વાગ્યામાં મેરવા માંડયા; તોપના ધડાકા થવા લાગ્યા; ગોળીઓ સનસનાટ છૂટવા લાગી. આ એકાએક આક્રમણથી સરકારી સેનાપતિ ચાંગ–પીઆએ પિતાનાં મુઠ્ઠીભર માણસો સાથે પલાયન કરી ગયો. વાઇસરેય પણ જીવ લઈને નાઠો. ધારવા કરતાં વહેલી શરૂઆત થઈ હતી, પરંતુ હવે તે વિષે વિચાર કરવાનો વખત નહતો. લિથુએ રાતોરાત પોતાના ગોઠીઆઓની સભા ભરી. સેનાપતિ કને નીમવો તેની ચર્ચા ચાલી. લિયુની નજરે કનલ લી-યુવાન-હંગ ચઢો. તેણે તેને સેનાપતિ બનવાની સૂચના કરી. તે સેનાપતિનું માન સ્વીકારવા તૈયાર નહોતે; કેમકે એ માનનું મૂળ માથું છે, એ તે સમજતો હતો. તેણે કઇ વધારે બાહોશ અને અનુભવી માણસની નિમણુંક કરવા વિનતિ કરી. આ ભાંજગડ કે વાટાઘાટ કરવાનો વખત નહોતે. છ નાગી તલવારે તેની ગરદનપર મુકી રહી. એકજ મિનિટ અને તે વધુ આનાકાની કરે તો તેનું માથું ધૂળમાં રગદોળાતું ? તેણે વખત વતી લીધે અને કિસ્મતનું પાસું તેની તરફેણમાં બદલાયું–ચીનને સાંકળનાં બંધનોમાંથી મુક્તિ અપાવનારા વિજયી વિશ્વવના સેનાપતિની કીતિને એ વર્યો.
પ્રજાસત્તાકની સ્થાપના આમ પ્રકરર કરેલા મુહર્તા પહેલાં પણ કાળના કેાઈ શુભ ચોઘડીએ વિપ્લવના મહાયનના મંડપ રોપાઈ ગયા. પછી તો સીનેમાની ફિલ્મની માફક એક પછી એક બનાવાની પરંપરા ચાલી. તા. ૧૩ મીએ ચીનના સામ્રાજ્યનો દારૂગોળાને મેટામાં મોટા હાનયાંગનો ભંડાર બળવાખોરોએ કબજે કર્યો અને સ્વાતંત્ર્યયજ્ઞની જોઇતી સામગ્રીઓ સહેજે પ્રાપ્ત થઇ. તે પછીના થોડાજ દિવસોમાં વુચાંગ, હાનયાંગ અને હૈકાઉ તેમના હાથમાં આવ્યાં; સરકારી બેંકે તેમણે કબજે કરી અને તેના ર્યો ભંડાર પણ મળી ગયા. આમ એક પછી એક વિજય મેળવતા બળવાખોર લશ્કરે આગળ ધપેજ રાખ્યું. ઠેકઠેકાણે પ્રજાસત્તાક અને રાજ્યપક્ષ વચ્ચે દોઢ મહિના સુધી નાનીમેટી ઝપાઝપીઓ ચાલી અને હારજિતની વારાફેરી પછી દક્ષિણ ચીનમાં તે પ્રજાસત્તાકની સ્થાપનાનો પરદેશી રાજ્યોએ પણ સ્વીકાર કર્યો. ૧૯૧૧ના ડીસેમ્બરની ૩૧મી તારીખે પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું અને ડેસુન-ચાટ-સેન તેના પ્રમુખ ચુંટાયા. તેમણે પિતાના “ટુંગ–મીંગ-હઈ” નામના મંડળને “ક-મીંગ-ટંગ” (=રાષ્ટ્ર; મીંગ=પ્રજા; રંગ=મંડળ) એટલે રાષ્ટ્રીય પ્રજામંડળમાં ફેરવી નાખ્યું.
રાજગાદીને ત્યાગ ૧૯૧૨ના ફેબ્રુઆરીની ૧૩ મી તારીખે ચીનની રાજમાતાએ રાજ્યગાદીને ત્યાગ કર્યો અને તે માટેનો આજ્ઞાપત્ર બહાર પાડો. તેમાં રાજસત્તાએ કબૂલ કર્યું હતું કે “ચાંગના બળવા પછી પ્રજાએ અમને ગાદીત્યાગ કરવાની ફરજ પાડી છે, તેથી અમે સઘળી સત્તા પ્રધાનોને સેંપી દઈએ છીએ. રાજકુટુંબ હવેથી રાજકાજમાં માથું નહિ મારે. વડા પ્રધાનનું સ્થાન પ્રજાસત્તાકના પ્રમુખ લેશે અને તેમની ચુંટણી પ્રજાજ કરી શકશે. સઘળી રાજ્યદ્વારી સત્તા પ્રમુખના હાથમાં રહેશે. રાજ્યપરિવર્તન દરમિયાન અંધાધુંધી ન વર્તે તે માટે પ્રજાસત્તાક અને જુની સરકારની બનેલી કામચલાઉ સરકાર સ્થાપવી. નવી સરકારમાં. શહેનશાહને કશી સત્તા નહિ રહે, પરંતુ તે પોતાના અસલ રાજમહેલમાં રહી શકશે. પ્રમુખને પણું પેકીંગમાં રહેવાનો મહેલ મળશે. આ આજ્ઞાપત્ર છપાવી પ્રજામાં અને લશ્કરમાં વહેંચવું.” આ અને આવી બીજી રાજ્યવ્યવસ્થાને લગતી કેટલીક કલમે પણ તેમાં હતી.
અંગ્રેજોનો પગપેસારે આ પ્રમાણે ચીનાઓએ પિતાના ઘરના સીતમગારથી તે છુટકારો મેળવ્યો, પરંતુ તેમને હજુ વિદેશી કરારોની લોખંડી સાંકળાથી જકડી રાખનાર બીજી વધારે બળવાન સત્તાના સાંણસામાંથી 2વાનું બાકી હતું. પોતાની આંતરિક મુક્તિ કરતાંયે એ કામ વધારે મુશ્કેલ હતું; કેમકે પરદેશી સત્તા એકલી નહોતી, તેમજ તેનાં સાધને ચીનાઓ કરતાં વિશેષ અને ચઢીઆતાં હતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com