________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ત્યાં એવી કશીયે દોલત નથી કે જે વહેંચી લેવાને ઝગડો થાય. આમ છતાં ધારો કે ચીનમાં બોશેનીઝમ કે કોમ્યુનીઝમ આવે, તો પણ તેની ચિંતામાં ઈગ્લેંડ કાં દુબળું પડે ? ખરી વાત તે એ છે કે, ઇગ્લેંડને પિતાને વેપાર, પિતાની લૂંટ, પિતાની આપખુદ સત્તા, એ બધું જવા બેઠું છે તેની ચિંતા પેઠી છે અને તે ડૂબતાની જેમ તરફડી મારી રહ્યું છે.
પરંતુ દુનિયાની કે ચીનની આંખે હવે એ પાટા બાંધવાના પ્રયત્નો મિથ્યા છે. “ ચીન ચીનાઓ માટે ” એ સ્વ. સુન–ચાટ-સેનનો મહામંત્ર પ્રજાની રગેરગમાં રમી રહ્યો છે. એ સિવાય બીજી કઈ શરત તેમને મંજુર નથી. યુજેન–ચેન જેવા કાબેલ કારભારી બ્રિટિશ મુત્સદ્દીગીરીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જનરલ ચિયાંગ-કે-શેક પરદેશી બળાનો મુકાબલો કરી તેને બહાદૂરીથી પાછા હઠાવી, અસાધારણ હકકે છોડી દેવાની ફરજ પાડી રહ્યા છે.
વિને કમનસીબે ઘુ-પે-y, ચાંગ-સે-લીન, સુન–ચાંગ-ફાંગ, ચાંગ-સુંગ-ચાંગ અને ફંગ-યુ-સિયાં જેવા સ્વાર્થી અને સત્તાલોલુપ ચીન સરદારો અને પ્રજાસત્તાકના પ્રયત્નમાં ૫થરા નાખી રહ્યા છે અને વૃ-પે- જેવા તો પરદેશીઓના હાથમાં રમી રહ્યા છે, એટલે પ્રજાસત્તાક ચીને હજુ નિશ્ચિત નથી બન્યું. પરંતુ નવું ચીન-પ્રજાસત્તાક ચીન-આઝાદ ચીન એ બધી મુશ્કેલીઓથી પાર ઉતરવા કટિબદ્ધ છે. સ્વ. 3. સુન–ચાટ-સેનનાં પત્ની આજે ચીનનાં મહારાણી જેવાં છે. તેઓ પિતાને પતિનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા મથી રહ્યાં છે. એ દરમિયાન પરદેશીઓના પંઝામાંથી મુક્ત થવાનું મથન ચાલુ છે, એનું ભાવિ ભાખવું મુશ્કેલ છે, તે પણ જગતમાં પ્રભુના ન્યા
વી વસ્તુ જે કાઈ હોઈ શકે તો વિજય જરૂર ચીનને છે. યુદ્ધ કે શાંતિના સમયમાં ચીનનું આંતર-રચનાત્મક કાર્ય ચાલુ છે અને એની રૂપરેખા-જના, રવર્ગસ્થ ડે. સુનવટ-સેન પિતાના
ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઍક ચાઈના” ( ચીનની આંતરરાષ્ટ્રીય ખીલવણી ) નામના પુસ્તકમાં દોરી ગયા છે. તેના મુખ્ય દશ વિભાગે નીચે પ્રમાણે છે –
પ્રગતિને પંથે ૧–વહેવારનાં સાધનોની ખીલવણી
ક-૧,૦૦,૦૦૦ માઈલની રે બાંધવી. ખ–૧,૦૦,૦૦૦ માઈલના પાકા રસ્તા બાંધવા. ગ-ચાલુ નહેરો સુધારવી. ઘનવી નહેરો બાંધવી. ચ-નદીઓની સંભાળ રાખવી અને સુધારણું કરવી.
છ–આખા દેશમાં તાર, ટેલીફોન અને વાયલેંસ નાખવા. ૨–વેપારી બંદરો ખીલવવાં
ક-ઉત્તર, મધ્ય અને દક્ષિણ ચીનમાં ન્યુના બંદર જેવડાં મોટાં બંદરો બાંધવો. ખ–બીજાં નાનાં બંદરો બાંધવાં.
ગ-જે નદીઓમાં સ્ટીમર જઈ શકતી હોય, તેના કાંઠે ગાદીઓ બાંધવી. ૩- રેમથકે અને દરિયાઈ બંદરો નજીક શહેરો બાંધવાં. ૪-પાણીમાંથી વિજળીક બળ ઉત્પન્ન કરવું. ૫–લોખંડ, પિલાદ અને સીમેન્ટના મેટા પાયા પર કારખાનાં ખોલવાં. ૬-ખાણો ખીલવવી. ૭–ખેતીવાડી ખીલવવી. -ખેતરને પાણી પૂરું પાડવા માટેની નહેર બાંધવી. ૯-મધ્ય અને ઉત્તરચીનમાં ફરી જંગલો ઉગાડવાં.. 90-સંચયિા. મેગાલિયા. સાકિયાંગ, કોકોનોર અને થીબેટમાં વસવાટ જમાવો. આ બધી યોજનાઓનો કેવી રીતે અમલ કરવો, તેને માટે નાણાં અને સાધનો કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com