________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજ
કોઈની મદદ ન હતી. તેના દેશબંધુઓ પણ તે “પ્રોટેસ્ટટ” પંથનો હેવાન સદેહ રાખ્યા કરતા હતા; પરંતુ પેસ્ટલેજીએ પોતાનું કાર્ય અજબ ખુબીથી ચલાવ્યું. આ વખતે તેને ઉદ્યોગ સર્જાશે સફળ થયે, અને તે એટલે સુધી કે અધિકારીઓએ પણ સ્પષ્ટ રીતે જાહેર કર્યું કે, બાળકોની સાધારણ કરતાં પણ વધારે ઉન્નતિ થઈ છે. તેના જીવનમાં અમુક અંશે આ સૌથી ભારે વિજય હતો. આ કાર્ય
માં તેણે પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી, પણ અંતે તેને તેમાંથી પણ દૂર થવું પડયું. ફ્રાન્સના અધિકારીઓને ઘાયલોને રાખવા માટે આ અનાથાલયની જરૂર પડી, એટલે પટૅલેજી અને પેલાં બાળકોને ત્યાંથી વિદાય ક્યાં; પણ આ વખતે તેને પૂર્ણ અનુભવ થઈ ચૂક્યો હતો. તેને વિશ્વાસ હતો કે તે બાળકને પૂરું શિક્ષિત બનાવી શકે તેમ છે. એ પણ સાચી વાત છે, - તે કઈ બાહ્ય પંડિતાઈને ભગી ચૂકેલા બાહ્ય નીતિરીતિવાળે પંડિત ન હતું. તેના આચારવિચાર જૂના કાળના (પ્રાતઃસ્મરણીય જિજ્ઞાસુ અને મુક્તામા એના જેવા) હતા. શરીર ઉપરનાં કપડાંની ટાપટીપને લગતી બહુ ઓછી પરવા તેને રહેતી હતી. તેનું એવું બાહ્ય રૂપ જોઈને તે કઈ પણ તેને શિક્ષક બનાવે તેમ ન હતું; પરંતુ તેનો ઉત્સાહ પણ અજબ હતો. વર્ગફમાં તેને એક શિક્ષક તરીકે જગા મળી અને ત્યાં તેણે ઈ. સ. ૧૭૯૯ થી ૧૮૯૮ સુધી કામ કર્યું.
તેજ અરસામાં તેણે “ગરડે પિતાનાં સંતાનને કેવી રીતે શિક્ષણ આપ્યું એ નામની એક બીજી ચોપડી લખી. પુસ્તકનું આવું નામ તેણે એજ વિચારથી રાખ્યું હતું કે આ પુસ્તકનો સંબંધ પણ પિલા સુવિખ્યાત પુસ્તક સાથે ગણાય. તેનાથી પણ તેની કંઇક ખ્યાતિ થઈ. હવે તેનું વ્યક્તિત્વ સમજાવા લાગ્યું. સન ૧૮૦૨માં પેરિસની સરકારે તેને કેટલીક બાબતો ઉપર વિચાર કરવા માટે ડેપ્યુટી બનાવીને સીઝડથી પેરિસ બોલાવ્યો, પણ તેને રાજ્યપ્રકરણ કરતાં શિક્ષણ તરફ વિશેષ પ્રેમ હતો. તેણે નેપોલિયનને મળીને રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ ઉપર વિચાર કરવા ઇછ્યું; પણ નેપોલિયને તેને જોતાંવેંતજ તિરસ્કારપૂર્વક કહ્યું કે હું કાંઈ એ. બી. સી. ના ઝગડામાં પડવા નથી માગતો.
તેની શિક્ષણ પદ્ધતિ જોવા માટે અનેક સ્થળેથી વર્ગ ફની શાળામાં શિક્ષક આવવા લાગ્યા. સન ૧૮૦૫માં તે ત્યાંથી ન્યૂ ઝીલ ઉપર યવર્ડનમાં ચાલ્યો ગયો, અને ત્યાં તે વીસ વર્ષ સુધી રહ્યો. પ્રસિદ્ધ પ્રસિદ્ધ શિક્ષકે તેની શિક્ષણ પદ્ધતિ જોવા-શીખવા ત્યાં આવતા હતા, પણ ધીમે ધીમે આ સંસ્થાના અધિકારીઓમાં પણ વિખવાદ થયો અને એ સ્કૂલ પણ બંધ થઈ ગઈ. પિસ્ટીલે છ નેહફ ગયે અને ત્યાં તેણે બાકીનું જીવન પોતાના જૂના ખેતીવાડીનાજ કાર્યમાં ગાળ્યું. વગમાં સન ૧૮૨૭માં તે મૃત્યુ પામ્યો.
પિલોજીની આખા જીવનપર્યત એજ ઇચ્છી રહ્યા કરી હતી કે, તે પિતાના શિક્ષણવિષથક વિચારો જગત સમક્ષ મૂકી જાય. તેની સમજમાં ચારિત્રવધક શિક્ષણ આપવું એજ એક મહાન શક્તિ આપવા બરાબર હતું. મનુષ્યની મહત્તા તેના ગુણોનેજ લીધે હોય છે. તે સમયમાં જે શિક્ષણપદ્ધતિ ચાલુ હતી, તેમાં તેને અનેક દોષ દેખાતા હતા. વિદ્યાથી એનાં મગજમાં બીનજરૂરી બાબતે જબરદસ્તીથી ઘુસાડવામાં આવતી હતી. તેમને માત્ર શબદજ્ઞાનજ આપવામાં આવતું; પણ તેણે વિચાર્યું કે, ગોખણપટ્ટી કરતાં વિચારશક્તિ ખીલવવાથી બાળકને વધારે શિક્ષણ મળે છે. શિક્ષકનો એજ આદર્શ હવે જોઈએ કે, તે પોતાના શિષ્યોનાં હદયોમાં સ્વાભાવિક શિક્ષણના અંકુર પેદા કરે. બાળકના સ્વાભાવિક વિચારોને ઉત્તમ કામો તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યાવહારિક જ્ઞાનથી બાળકો જેટલું શીખે છે, તેટલું માત્ર પુસ્તક ગોખી મારવાથી મળતું નથી. ખરું જોતાં પિસ્ટોલોજીને એજ ઉદેશ હતું કે, બાળકોના માનસને ‘પૂર્ણ અભ્યાસ કરી તેમના માનસિક જ્ઞાનનો વિકાસ કરે. તે સમજતા હતા કે, જ્યાં સુધી શિક્ષક અને શિષ્ય વચ્ચે સંપૂર્ણ સહાનુભૂતિ નથી, ત્યાં સુધી તેમનાં મગજમાં કોઈપણ બાબત જોઈએ તેવી પ્રવેશ કરી શકતી નથી; તેમજ તેમના સ્વાભાવિક વિકાસ પણ થતો નથી. આથી પ્રથમ વિદ્યાથી એના હૃદયમાં સ્થાન મેળવ્યા પછી જ તે તેમના મગજમાં પ્રવેશ કરવા ઈચ્છતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com