________________
ચીનનું સ્વાતંત્રય-યુદ્ધ વિદ્યાથીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવો, એજ તેનો ઉદ્દેશ હતો.
(શ્રી. નર્મદેશ્વર શર્મા વિદ્યાથીના વિશ્વામિત્ર'માંના લેખપરથી સ્વતંત્રાનુવાદ) (અમારા હાલના પિતાને દેશભક્તો અને મહાન શિક્ષકમાં ખપાવનારા તેમજ ખપાવવા. મથી રહેલા સજજનોને આ ચરિત્રમાંથી કેટલું બધું સમજવા-આચરવા જેવું છે ! કાન્સને તો પાછું નેપોલિયનઠારા બાહ્ય વિજય મેળવીને પણ છેવટે લૌકિક મોજશોખનાજ ખાડામાં જઈને ડૂબવું હતું, એટલે તે આવા સાચા મહાપુરુષની અવગણના ન કરે તે બીજું કરે પણ શું ? પરંતુ શું હિંદવાસીઓને પણ એવાજ બનવું છે ? જો કે, હવે દશકા દરમિયાન જ એવા લૌકિક શોખસ્વાર્થમાં ડૂબી રહેલા માનવીઓની કેવી દુર્ગતિ થાય છે ! લિવ અવગુણસાગર ભિક્ષ-અખંડાનંદ.
૩૧–ચીનનું સ્વાતંત્ર્ય-યુદ્ધ
ચીનમાં રાજસત્તાવાદ પુનઃ જન્મે તે પહેલાં પર્વતે જમીનદોસ્ત થશે અને સમુદ્રનાં નીરઃ સૂકાઈ જશે. ”
હિંદમાં અસહકારની પ્રચંડ જવાળાઓ પ્રકટી અને સ્વરાજ્યગર્જનાથી દેશ ગાજી ઉઠયો તે પહેલાં સ્વ. તિલક મહારાજે જેમ “સ્વરાજય મારો જન્મસિદ્ધ હકક છે ” એ મહામંત્ર ઉ. ચ્ચાર્યો હતો અને એ ભાવનાનાં બીજ રોપ્યાં હતાં, તેમ ચીનમાં વિજયી વિપ્લવ પહેલાં સિયાંગ. ચી-ચાઉએ ઉપરના મહામંત્ર ઉચાર્યો હતે; અને લોકેામાં પ્રજાસત્તાવાદની ભાવનાના પ્રથમ ગુરુની એ આત્મશ્રદ્ધા અસ્થાને નહોતી. કેમકે એ પોતાની પ્રજાને બરાબર પીછાણતા હતા. ચીની પ્રજાના બળની તુલના એણે બરાબર કરી હતી. તેમની એ ગણત્રી બેટી નહતી, એ આજથી માત્ર પા સદી પહેલાંનાજ અફીણીઆ, ટેક૫ગા અને લાંબા ચોટલાવાળા ચીનાએ પોતાના વતનમાં પેઠેલા. પરદેશીઓને ગાંસડાંપોટલાં બાંધવાની ફરજ પાડીને પૂરવાર કર્યું છે.
જગતમાં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સત્તાધીશે સીતમગારો બને છે, પ્રજાને પિતાની એડી નીચે પીલે છે, ભૂખે મરતી પ્રજાનાં લોહી ચૂસી વિલાસમાં “ રાચે છે, પ્રજાના પ્રાણુ સાથે.
છે અને એ બધા અમાનુષી જુમાં અને અત્યાચાર સામે પ્રજ જ્યારે “ત્રાહિ–ત્રાહિ” પિકારી “ભૂખે મરવા કે ભાલે મરવા”ની પરિસીમાએ પહોંચે છે, ત્યારે ગમે તેવી નિર્માલ્ય પ્રજ પણ “ભાલે મરવાનું પસંદ કરે છે અને જીવપર આવી કેસરિયાં કરે છે. પ્રજાકાપનાં એ પ્રચંડ મોજાઓ સામે કોઈ સતનત ટકી શકી નથી, કોઈ સામ્રાજ્ય ઉભું રહી શક્યું નથી.
- આજથી કેવળ અડધી સદી પહેલાં ચીનમાં એવીજ પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચીની શહેનશાહતમાં સર્વત્ર અંધેર ચાલતું હતું; પ્રાંતના સુબાઓ આપખુદીથી અમલ ચલાવી રહ્યા હતા
દા કે બંધારણ જેવું કશું હતું નહિ. સુના શબ્દ એ કાયદી ! તેના હુકમ સામે કશી દાદફરિયાદજ ન હોય. પિતાના વિકાસ માટે તે પ્રજાને ચૂસ; સુબાને સાગરીત ગમે તેને રંજાડી શકત; પોતાના નિર્દોષ વિરોધીને તે પકડી શકતો અને ફાવે તે આરોપ તેની સામે મૂકી શકતો. ત્રણ ત્રણ દિવસ સુધી અસહ્ય યાતનાઓ આપી ન કર્યા ગુન્હાનો એકરાર કરાવવામાં આવતો અને એમ છતાંયે ગુન્હો કબૂલ ન રાખે તેને પણ તેના શિકારીની લાગવગના પ્રમાણમાં સજા તે થતીજ.
ચીનને તારણહાર સારાયે ચીનમાં આવા જુમોનું સામ્રાજ્ય પથરાયું હતું. પ્રજની સહનશક્તિ ખૂટી હતી, ભૂખમરો અને અસંતોષ વધતાં જતાં હતાં. જીવન-મરણની સંકડામણમાં આવેલું જનાવર પણ. જીવપર આવી સામે થાય છે તો આ તો હતા મનુષ્યો; અને ચીન એટલે તે પૃથ્વીની સપાટી પરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com