________________
પપ
w
ww wwww
પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ
૬ો માર્ગ–વંદનભક્તિ પ્રભુને હરદમ નમસ્કાર કરવા, સંતમહાત્માઓને નમન કરતા રહેવું, સગુરુને પ્રણામ કરવા, પિતૃઓની ભકિત કરવી, યઝદ-અમશાસ્પદ-ફિરસ્તાઓ-અશો ફહર પ્રત્યે વંદનથી પૂજ્યભાવ દાખવવો, ઠાકોરજી વગેરેની જે તે ધર્મપંથવાળાઓએ, મૂર્તિની પૂજા-અર્ચા કરવી, અશો દસ્તુરને પાયે લાગવું, ગુરુના ચરણે માથું મૂકવું, સાષ્ટાંગ નમસ્કાર કરવા, અષ્ટાંગપાત કરો,પરમેશ્વરના નામ ગુણવડે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. જેને “ આબેસન્સ” કહે છે, તે સર્વ પ્રકારનાં નમન એ વંદનભક્તિના વર્ગમાં આવે છે. જેમનાથી ઉપર જણાવેલા પાંચે માર્ગે પ્રભુને પ્રસન્ન કરી શકાતું ન હોય, તેમને માટે આ સહેલામાં સહેલો માર્ગ શાસ્ત્રકારોએ શોધી કાઢેલો છે. मुक्तिस्तु त्रिपदी प्रोक्ता विदा भक्त्या च कर्मणा। सोपानानि विनाऽऽशेहेम्रियन्तेऽज्ञानिनो वृथा॥ भक्तिद्द्धनिवर्वति समाधानं भवेद्यत: । यदातयास्फूरेज्ज्ञानं पलायनो च संशयः ॥
માણસ દુઃખથી કંટાળીને જે મુક્તિ માગે છે, તે મુક્તિ મેળવવાનાં ત્રણ પગથીઆં છે. ૧ લું કર્મમાર્ગનું; ૨ નું ભકિતમાર્ગનું અને ૩ નું જ્ઞાનમાર્ગનું. એ પગથીએ પગથીએ જે કોઈ ક્રમે ક્રમે ચઢવાનું ન કરતાં એકદમજ ઉપર ચઢવાનું કરે, તે મૂર્ખ માણસ મિથ્યા મરણને શરણે જાય છે; પરંતુ એ ત્રણ પગથી માં સુરક્ષિત, સહેલું, સરળ અને વળી ઉત્તમ પગથીઉં તે ભક્તિનું જ છે; કારણકે ચિત્તની એકાગ્રતા ભક્તિ અને બંદગી કરવાના અભ્યાસવડેજ થાય છે. છેવટે જ્યારે ભક્તિ કરતે કરતે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે જ સર્વ સંશય અને શંકાઓ નાશ પામવાથી ઝટ મુક્તિ મળે છે અને છેવટે મેક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની ભક્તિ દિલીપ રાજાએ, શ્રવણે, ગોરક્ષનાથે, ઓધવજીએ, સતી મંદોદરીએ, સતી સાવિત્રી અને બીજી સર્વ મહાસતીઓએ તેમજ અકરૂલ અને હિમાભકતે કરવાથી તેમને આત્મજ્ઞાનની લહાણું મળી હતી. આ પ્રેમભકિતવડે એક ભક્તથી સર્વ નાના મેટાને વંદનજ થઈ જાય છે. પર
| પેદા કરેલી પેદાયને નમન કર્યાથી અને સર્વ પ્રાણી પ્રત્યે પ્રેમભાવ બતાવવાની ટેવ પડવાથી તે પ્રેમી ભક્ત ઉપર પ્રભુના આશીર્વાદના વરસાદજ વરસી રહે છે. કેમકે—
દાસ્યભક્તિ-પ્રભુના દાસ થઈને રહેવું, પરમેશ્વરની નોકરીમાં દાસતરીકે આસન માંડીને બેસવું, સખા નહિ પણ સેવક થઈને પરમાત્માના ચરણ હેઠળ સેવા કરવી, એ દાસાસન ભકિત છે. નારદમુનિને એક વાર શંકરે ગુપદ આપવા માગ્યું, ત્યારે નારદે એવું વરદાન માગવાની બબ્બે હાથે ના પાડીને જણાવ્યું હતું કે “હે મહાદેવ! મને તે તમારો દાસજ રહેવાનું ગમે છે. દાસાસનમાં જે પરમ આનંદ મળે છે, એ ગુરુ આસનમાં મળવાનો નથી; ગુરુને માથે તો ઘણી જવાબદારી, જંજાળ અને જોખમદારી પોતાના સેવકે અને જગતને વિષે રહેલી હોય છે; માટે મને તો તમારે દાસજ રહેવા દો !”
૭ મે માર્ગ–દાસ્યભક્તિ જેસે ફરતે રહત હૈ, બિવાહ કાજ નર નાર;
તૈસે ફીરે હરિભક્તિ મેં, સંગ ફીરે કીરતાર. વિવાહના વરઘોડામાં જે પ્રમાણે ભરપૂર આનંદમાં પુરુષો અને સ્ત્રીઓ અહીંથી તહીં અને ત્યાંથી હ્યાં એમ દોડધામ કરતાં ફરતાં ફરે છે, તેવાજ ઉલ્લાસ અને ઉમંગથી હરિના દાસ જે હરિની ભક્તિમાં ને ભક્તિમાં સંપૂર્ણ આનંદથી ફરતાં ફરે છે, તે કરીમો રહીમ કીરતાર તેમની પૂઠે પૂઠે ફરતાજ રહી પોતાના દાસને વશ થઈને રહે છે. એ દાસાસન ભક્તિને તથા સેવાના આ પ્રકારને “ઐફિસ ઑફ ડીવોશન' કહે છે. સેંટ પાલ, સેંટ જુડા, સેંટ જાત અને સેંટ પીટર પ્રભુ ક્રાઈસ્ટની દાસાસન ભક્તિ કરવાથી ઉચ્ચ પદને પામ્યા હતા. અલી, અબુબકર, ઉમ્મર અને ઉસ્માન મોહમ્મદ હઝરતની દાસ્યભક્તિ કીધાથી સાખ્ય ભકત થઈ અમર નામ મૂકી ગયા. આઆરાન, જેથરો અને ગેરહામ દાસાસન ભક્તિ વડે મુસા પેગંબર જોડે જીન્નતને પામ્યા. ગુસ્તારૂ, અસ્ફદિયાર, જામાસ્પ અને પેશોતન દાસભક્તિ કરી પેગંબર જરાયુસ્ત્રની પ્રસન્નતા પામ્યાથી ખુદાની ખુશ્તીદી મેળવી, તેની ચમત્કારિક કુદરતને પ્રત્યક્ષ અનુભવ લેવા પામ્યા. કબીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com