________________
૫૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૪-બાહોશ પ્રજાકીય મંડળને જાહેર ખાતાઓની વ્યવસ્થા સં૫વી. ૫-વ્યવહારનાં બધાં સાધનો સુવ્યવસ્થિત કરવાં. ૬-માંદાં, વૃદ્ધો વગેરેના પોષણ માટે જરૂરી કાયદા ઘડવા.
અને આ કાર્યક્રમ કેવળ ઉપર ઉપરનો નથી. મુસલીનીના હાથમાં સત્તા આવ્યા પછી એણે એ દિશામાં પગલાં માંડયાં પણ છે. અલબત્ત, ફેસીઝમ જૂની સંસ્થાઓ જાળવી રાખવામાં આ પુનરુદ્ધારમાં માને છે. ફેસીઝમ મુડીને દેશના વિકાસ માટે જરૂરી ગણે છે અને તેથી મુડીવાળાએના નાશમાં ફેસીઝમને શ્રદ્ધા નથી. આવી એક હીલચાલને બીજાએ ગમે તેટલી કાળી ચીતરે, પરંતુ જ્યાં સુધી એ હિલચાલમાં પ્રજાકલ્યાણની ભાવના છે, ત્યાં સુધી તેનો નાશ શક્ય નથી.
કેવળ પ્રવૃત્તિમય જીવન મસાલીની પિતાના આસન પર બેસે છે, ત્યારે તેનો દેખાવ કરો અને બનાવટી દેખાય છે; પરંતુ તેની સરળતા તે જ્યારે પિતાની પાળેલી સિંહણ સાથે ખેલતો હોય છે ત્યારે નજરે પડે છે. બાળસને એ ક શત્રુ છે. “પપેલો” પત્રની નવી ઍફીસમાં તેણે આરામ ખુરશી જેઈ, ત્યારે તે બરાડી ઉઠે કે આરામ ખુરશી ! આરામ ખુરશી !! આરામ ખુરશી તો માણસનું સત્યાનાશ વાળે છે.” તે લખતા થાકે તે વાંચવા બેસે, વાચતાં થાકે તે ચર્ચા કરવા બેસે અને તેમાંથી કંટાળે એટલે મેટર હાંકવા નીકળી પડે. આમ તેને તદ્દન કામવગર બેસી રહેવું તો કદી ગમતું નથી. પ્રવૃત્તિ એજ એનો ખેરાક છે-એજ એનું જીવન છે. કોઈ એમ પણ માનતું હશે કે, તેને કીતિની ભૂખ છે, પરંતુ તેના દિલના ઉગારે એ વાતનો ઇન્કાર કરે છે. તેણે એક સ્ત્રી આગળ પિતાનું દિલ ખેલતાં કહ્યું હતું કે “સીનોરા ! મેં શું કર્યું છે? કંઇજ નહિ. હું એક પત્રકાર છું અને બહુ તો થોડા કાળમાટે વડા પ્રધાન છું; પરંતુ ઘણાયે પત્રકારો અને વડા પ્રધાનો બને છે. મારી ઈચ્છા ઇટાલીની પ્રજામાં વ્યવસ્થા સ્થપાય એટલી જ છે. એટલું થાય એટલે હું મારું કાર્ય પૂરું થયું સમજીશ. મરતી વખતે “મેં દેશમાટે કંઈક કર્યું છે એટલે હું આત્મસંતોષ લઈ શકું એટલીજ મારી ઈચ્છા છે.” મુસલીનીના રાજદ્વારી વિચારોમાટે ગમે તેટલે મતભેદ હોય, પરંતુ તે એક વીર પુરુર છે, તેના દિલમાં દેશની દાઝ છે, દેશ કલ્યાણની તેના જીગરમાં ઝંખના છે, દેશોદ્ધારની ખાતર તેણે પોતાના પ્રાણ પાથર્યા છે, એ વાતનો તો કોઈ ઈન્કાર નહિ કરી શકે. એવા વીરને વીરપૂજકોનાં વંદન છે!
(“મુંબઈ સમાચાર” ના ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક રા. “જીવન”)
૨૭–સાધુ અને નિંદા ખોરાવિષે સમજુત
સારા માણસની, સાચા માણસની નિંદા કરનારની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. અંધકાર પ્રકાશની નિંદા કરે ત્યારે જ એનું નામ અંધકાર. અસર સતની નિંદા કરે ત્યારે જ એનું નામ અસત. મૃત્યુ અમરત્વની નિંદા કરે ત્યારે જ એનું નામ મૃત્યુ. દાનવ દેવની નિંદા કરે ત્યારેજ એનું નામ દાનવ. એ રીતે નિંદા કરનાર પોતાના દરજને સમાજને ભાન કરાવે છે. સારા માણસોએ એવા નિંદકથી જરાય બીવું નહિ, ગુસ્સે થવું નહિ. એની સામે દયાની દૃષ્ટિ નાખવી કે એ એની હાલની દુ:ખદ સ્થિતિમાંથી મુક્ત થઈ સાચી મુક્તિ મેળવે. વિંછીનો સ્વભાવ કરડવાનો છે, સાધુનો સ્વભાવ એને માફ કરવાનું છે. સાચો માણસ એ સાધુસમાન છે. જ્યારે નિંદા કરનાર એ વિશ્વભરેલ વિંછી જેવો છે એને મુક્તિ મળે એવી દૃષ્ટિએ એના તરફ જવું એ સપુરુષોનું લક્ષણ છે. નિંદારોનું પણ કલ્યાણ થાય એવી ભાવના સેવવી, એ પુરુષોના જીવનની પ્રતીતિ છે.
(“લોહાણા હિતેચ્છુ” ના તા. ૧૭-૧૧-૨૭ ના અંકમાંથી)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat