________________
ભૂખ અને ભેજનવિષે ખાસ સૂચના ૨૩–ભૂખ અને ભોજનવિષે ખાસ સૂચના
-
-
એવી રીતે ભોજન ખાવાની ટેવ રાખજો કે, બીજી વારનું ખાણું લીધા પહેલાં હાજરી પહેલી વારના ખાણાનો નીકાલ કરી નાખવા શક્તિમાન થઈ હોય. ભેજન જરપત થવા પછી થોડા વખતની આશાએશ તંદુરસ્તીને ઘણી લાભકારક થઈ પડે છે. જેમ હાજરીના તેમ હાથના સ્નાયુઓને ચપળ કામ બજાવ્યા પછી આરામની ઘણી જરૂર છે. જઠર રસને એક સારો જ ફરીથી ભરવામાટે પિંડેને વખતની જરૂર છે. ભોજન વચ્ચે ઓછામાં ઓછા પાંચ કલાકનો ગાળો પસાર થવો જોઈએ છે. એક વખતનું ભોજન લેવામાં આવ્યા પછી બીજી વારનું ભોજન લેવામાં આવે તે વખત દરમિયાન ખોરાકના રૂપમાં કાંઈ પણ ચીજ હોઠથી પસાર થવી જોઈતી નથી.
દરરોજ ત્રણ વખતના ભોજનથી વધુ ખોરાક લેવો નહિ, રાતનું ભજન હલકું અને એવા ખેરાકોનું બનેલું હોવું જોઈએ, કે જે સહેલાઈથી જરપત થઈ શકે. નામાંકિત તબીબનું એવું કહેવું છે કે, એક ઠેકાણે બેસી કામ કરનારાઓ અને જેઓને ભેજાને વધુ ઉપયોગ કરવો પડતો હોય, તેઓએ દિવસમાં ત્રણ વખત ભોજન લેવાને બદલે બે વખત લેવું, એ તેમની તંદુરસ્તીને ઘણુંજ લાભકારક થઈ પડશે, કેમકે તેઓને એવી રીતે કામ કરવું પડે છે, કે જેને લીધે તેઓએ ખાધેલો ખોરાક ઘણી સારી રીતે જરપત થવાની જરૂર છે. આથી દિવસમાં એક ભજન ઓછું લેવાથી તેમની હાજરીને આશાએશ મળે છે અને આવી રીતે ખોરાક જરપત કરવાને હાજરીને આશાએશ મળવાથી ખોરાક ઘણી બહેતર રીતે જરપત થઈ શકે છે. યુરોપ અને અમેરિકાના મહાન તબીબોનું એવું કહેવું છે કે, ત્રણ વખતના ભોજનથી જેટલો લાભ ઉધરભાવને થાય છે, તેટલોજ લાભ બે વખતના ભોજનથી થઈ શકે છે; પણ બે વખતના ભોજનનો જે લાભ મળે છે, તે એ છે કે, હોજરીમાં ઉભાણ થવાની કે હાજરી નબળી પડી જવાનો ભય રહેતો નથી. આ ભય અનેક દરદોને જન્મ આપનાર માતાનો ભાગ ભજવે છે.
રાતનું ભજન બિછાને જવાની આગમચ ઓછામાં ઓછા ત્રણ–ચાર કલાક પહેલાં લેવાની ખાસ સંભાળ લેવી જોઈએ છે. એ વખતે ખોરાક લેવાની સહેજ પણ રુચિ ઓછી હોય તો હેજરીની એ લાગણીને અર્થ તેને જોઈતી આશાએશન થાય છે. એ વખતે ઠંડા પાણીનું એક ગ્લાસ કે બહુ તે કૂટને રસ કે એક નારંગી બહુજ લાભકારક થઈ પડશે. સવાર પડતાં તમોને પિતાને ખુલ્લું માલમ પડી આવશે કે, હોજરીને ગઈ રાત્રે ખોરાકની નહિ પણ આશાએશની જરૂર હતી. ઘણું ઠંડું અને ઘણું ગરમ ખાણું કે પીણું કદી પણ લેવું નહિ. તે તંદુરસ્તીમાં મોટી ઉથલપાથલ કરી મૂકે છે. ગરમ ખોરાક અને ગરમ પીણું ગળા અને હાજરીને કમજોર બનાવી દે છે. ગળાના સોજાનું મૂળ ધણીક વાર ગરમ સુપ, ગરમ પીણું અને ગરમ ગરમ સરકારી છે. ઘણાકને કાંઈ એજ 'યાલ ઠસી ગયો છે કે, ગરમ પાણી છૂટથી પીવાથી તંદુરસ્તીને ફાયદો થાય છે, પણ એ મેટી ભૂલ છે, કેમકે ગરમ પાણીના પીણાને છૂટથી ઉપયોગ કરવાથી બદહજમિયતનું દરદ લાગુ પડે છે.
ભોજન કયારે લેવું નહિ, એ સવાલ ઘણો અગત્યને છે; અને એ માટે ખોરાકના એકસપર્ટ તબીબોએ ઘણી ગંભીર ચેતવણી આપી છે. જે વખતે તમો થાકીને આવ્યા હો, તે વખતે કદી પણ ભોજન લેવાની ભૂલ કરતા નહિ. એ વખતે ખોરાક લેતાં પાચનશક્તિ મોટા ભયમાં આવી પડે છે; એટલા માટે થાકેલાંઓએ જમણ લેવા પહેલાં કાંઈ નહિ તે ઓછામાં ઓછી દશ પંદર મિનિટ આશાએશ લેવી જોઈએ છે. એમ કરવું એ તંદુરસ્તીને બહુજ લાભકારક થઈ પડે છે.
( દૈનિક “હિંદુસ્થાન” ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com