________________
૩
મિસરને તારણહાર-ઝલુલ પાશા થી લંબાવવામાં આવ્યું. આ આખી કાર્યપદ્ધતિને ગેરબંધારણસરની જાહેર કરી ઝલુલે તે સામે સખ્ત વિરોધ દર્શાવ્યો. નવેમ્બરની ૨૧ મી તારીખે તેણે અને તેના સાથીઓએ પાર્લામેંટની બેઠક ભરી, જેને સરકારે બિલકુલ દખલ કરી નહિ. ત્યાર પછી રાષ્ટ્રીય પક્ષે સરવત પાશાને પ્રધાનમંડળ રચવા દીધું અને ઝઘલલ ચેમ્બરનો પ્રમુખ બન્ય; પણ સરકારને આ વાત રૂચી નહિ. એટલે તેણે પાર્લામેંટ ઉઘડી તે જ દિવસે વિસર્જન કરી. બાકીના આખા વર્ષમાટે મિસર પાર્લામેંટ વગરનું રહ્યું.
આમ મિસર અશાંત વાતાવરણથી વિંટળાયેલું હતું અને તેની આઝાદીની લડત વિકટ અને ખરબચડે માર્ગે ધીમે પણ મકકમપણે આગળ ધપી રહી હતી. એવામાં ઝધલે પાકટ ઉંમરે પિતાની જીવનલીલા સંકેલી લીધી. હાલ તુરત તે મિસરનું ભાવિ એણે પેદા કરેલા તરુણ મિસરના હાથમાં આવ્યું.
મિસરને તારણહાર રાટના આ લડાયક વીર ઝધલુલ પાશામાં દયાભાવ ઓછો નહોતે. તેણે પોતાના દેશબાંધવો જોડે એટલી એકવાક્યતા સાધી હતી કે, દરેક કાર્ય દેશનું હિત જોયા પછી જ તે કરતો. તેનું ઘર સુદ્ધાં બેટ-એલ-વતન (માતૃભૂમિનું મકાન ) હતું. તેની ભાષા પ્રભાવશાળી હોવા છતાં દરેક મિસરવાસને સમજાય તેવી સહેલી હતી. પ્રજામાં તેનાં આટલાં માન અને પ્રતિષ્ઠા હતાં, છતાં તેનામાં ઘણુંજ નમ્રતા હતી. કેરોના વિદ્યાથીએ તેના પર ગોળી છોડી અને તેને ખભાપર ઈજા થઈ ત્યારે તે બોલી ઉ:
“ ખુદાને હું અરજ કરતો રહ્યો છું કે, આ મોટી મેદની મને માન આપવાને આવી છે તે જોઈને મને ઉપજતા અભિમાનનું તે ખંડન કરે ” અને ગોળી વાગતાં તે ભેયપર પટકાઈ પડ્યો. એ વખતે તે હસતાં હસતાં બે કે “ અલાહે મારી બંદગી મંજાર રાખી છે.” આવી તેની ખુદાપરસ્તી (ઈશ્વરભક્તિ) હતી.
ઝઘલલના શરીરનો બાંધે સુદઢ નહોતો, છતાં તેનામાં અદ્દભુત ચૈતન્ય હતું. તેનાં અગ "ઉત્સાહ અને માનસિક સાવધાની, તેના શારીરિક બળની બોટ જણાવા દેતાં ન હતાં. તેનું વ્યક્તિત્વ ઘણુંજ આકર્ષક હતું અને તેના દેશબાંધવો તે તેની પાછળ ગાંડાજ થઈ ગયા હતા. સ્વભાવે તે ઈટલીને મુક્તિ અપાવનારી પેલી પ્રખ્યાત ત્રિમૂર્તાિ-મેઝિની, ગેરિબાડી અને કાવરમાંના એક કાવરના જેવો હતો. તેની ઇચ્છાશક્તિ મેરુપર્વત જેવી અચળ હતી. તેને લાંબા વખત સુધી દેશવટાનાં સંકટો વેઠવાં પડવા છતાં તેની ઈચ્છાશક્તિ ડગી ન હતી. તેણે બ્રિટિશ સરકારની નામોશીભરી શરતે કદી સ્વીકારી ન હતી. દેશવટો મળવા પહેલાં મિસરની સંપૂર્ણ સ્વતંત્રતાવિષે તેના જે વિચારો હતા તેજ તેના દેશવટ પછી ટકી રહ્યા હતા; એટલું જ નહિ પણ ૬૭ વર્ષની વયે તેણે પ્રાણ છોડયા ત્યાં સુધી એ વિચારને તે વળગી રહ્યો હતો.
ઘણું જીવો ઝઘલુલ ! મહાન પુરુષો કદી મરણ પામતા નથી. જ્યાં સુધી સામ્રાજ્યવાદ જગતને લાખે પાંગળા મનુષ્યનું લોહી ચૂસી રહ્યો છે, ત્યાં સુધી તેઓ શાશ્વત આરામ લઈ શકવાના નથી. ચીનની રાષ્ટ્રીય ચળવળમાં સુન-યાટ-સેન હજી જીવંતજ છે; હિંદની આઝાદીની લડતમાં લોકમાન્ય તિલક પણ સજીવન છે; તેજ રીતે મિસરને તારણહાર ઝઘલુલ મિસરની સ્વતંત્રતાની ચળવળમાં જીવંતજ રહેશે.
મિસરનું ભાવિ મિસરના ભાવિને આધાર હવે ઝઘલુલ પાશાના અનુયાયીઓ વફદ (રાષ્ટ્રીય) પક્ષપર છે. મિસરની ચેમ્બરમાં હમણું તેઓની બહુમતિ છે, છતાં સરકારનું તંત્ર લિબરલ પક્ષનો વડો પ્રધાન ચલાવે છે. વળી ઇગ્લેંડ અને મિસર વચ્ચેની કડવાશ હજી જેવી ને તેવી તીવ્ર છે અને થોડા વખતપરજ મિસરના મંત્રીએ મિસરી લશ્કરપરથી બ્રિટિશ કાબ કાઢી નાખવાનો ઠરાવ કર્યો, ત્યારે બ્રિટન ગુસ્સાથી ખળભળી ઉર્યું હતું. આ ઉપરાંત સુદાનનો પ્રશ્ન તે ઉભોજ છે. બ્રિટિશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com