________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ખુલ્લું મૂકવાનું હતું. શહેરના મધ્ય ચેગાનમાં પ્રચંડ મેદની જામી હતી. સભાને સમય થયો, પરંતુ તે દિવસનો વક્તા આવી શકે નહિ. વાલ્ટરીને મેયર મુંઝાયો. બેનીટે આગળ આવ્યો અને પિતાને ભાષણ કરવા દેવા મેયરને પૂછયું. મૂછને દેરે પણ નહોતો છુટયો એ અઢાર વર્ષને યુવાન અને આવી પ્રચંડ મેદની ! મેયરને ફજેતી થવાનો ભય લાગ્યા; પરંતુ બહુ વિચાર કરવાની વખત નહોતો. બેનીએ સભા ગજાવી મૂકી. તેના બાગે-બુલંદ અવાજ, વકતૃત્વશક્તિ અને -જ્ઞાનથી સમાજને સ્તબ્ધ થઈ ગયા, મેયરના આનંદનો પાર ન રહ્યો.
માંધી પડેલી કીર્તિ પરંતુ એ કીર્તિ બેનીટોને મોંઘી પડી. ત્યાર પછી મેયરની સાથે તેને વારંવાર પ્રસંગ પડવા માં; અને સ્પષ્ટવક્તા બેનીને મેયર સાથે ઝગડો થતાં શાળા છોડવી પડી. સ્વભાવે મોજીલો હોવાથી કાંઈ પૈસા બચાવ્યા નહોતા. સાહસવૃત્તિ ઘેર પાછા જવા ના પાડતી હતી. તેણે ઘેરથી પૈસા મંગાવ્યા. પિતા કાંઈક કામે બહારગામ ગયા હતા, એટલે માતાએ પોતાની પાસેથી ૪૫ લીરા તારથી મોકલ્યા. એ લઈને બેનીટો સ્વીટઝરલેન્ડની સફરે ઉપડશે. એરબે સુધી પહોંચતામાં તો પૈસા ખલાસ થયા. નોકરી શોધવા માંડી, પણ અજાણ્યા પરદેશીને એકાએક નોકર કોણ રાખે ? છેવટે તેણે મજુરી કરવાનો નિશ્ચય કર્યો અને એક કડીઓને ત્યાં ઈટો અને ચૂના-સીમેંટન તગારાં ઉંચકવાને બંધ કરવા માંડે . આવી કદી નહિ કરેલી મજુરીથી બેનીટે થાકી ગયો. તેને અંગેઅંગ દુઃખવા આવ્યું. બીજે દિવસે કામે ચઢવાનો વિચાર આવતાં તેને કંપારી આવી; પરંતુ પેટને ખાડે પૂરવા બીજો કોઈ રસ્તો નહોતો. પરાણે કામે લાગ્યો, પરંતુ તેના કામની ગતિ ધીમી પડેલી જોઈ કડીઆએ તેને ધમકાવ્યો કે “તું તે કોઈ લહેરી લાલો લાગે છે !” મુસલીનીનું મગજ ભમી આવ્યું. આટલી મારી કરવા છતાં આવું અપમાન ! કડીઆનું માથું ફેાડી નાખવાનું કે તેનું ગળું દાબી દેવાનું તેને દિલ થઈ આવ્યું. પરંતુ શરીરની વેદના, પેટનો ખાડો અને ઉઘાડા ૫ગ-એ બધાએ એને લાચાર બનાવ્યો. ધુંધવાતા દિલે તેણે મજુરીના પૈસા લઇ ચાલવા માંડયું.
જીવનસંગ્રામની વાટે ત્યારપછી તે તેને અનેક વિટંબણાઓ વેઠવી પડી અને કડવા અનુભવો મેળવવા પડયા. લેસેનમાં એક વખત તેને એક ઈટાલિયન પાસે ભીખ માગવી પડી હતી. રાત્રિએ તે તેને હમેશાં ખુલ્લામાંજ ગાળવી પડતી. સેનમાં એક વખત એવું બન્યું કે, રાતના વરસાદ પડતા ‘હતો. કયાં સૂઈ જવું તેને એ વિચાર કરતો હત; એટલામાં તેની નજર એક છાપખાનાની ઉઘાડી રહી ગયેલી બારી પર પડી. તેણે અંદર કૂદકો માર્યો અને આરામથી સૂઈ ગયો. આખા દિવસની રખડપટ્ટીના થાક અને મગજની ચિંતાઓના પરિશ્રમને લીધે તેને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. સવાર થયું તેનું ભાન ન રહ્યું. સવારમાં છાપખાનાનાં માણસોએ તેને અંદર સૂતેલો જોયેતેઓએ તરત જ તેને પોલીસને હવાલે કર્યો અને જીવનની ભાવિ લડતમાં સહન કરવા નિર્માયેલા -કારાવાસનું મંગળાચરણ થયું. સભાગ્યે તેની સામે ચેરીના કશા આરોપ પૂરવાર નહિ થવાથી તેને થોડા દિવસમાં છોડી મૂકવામાં આવ્યું. ત્યારપછી તે જ મની અને છેક રશિયા સુધી ભટકી આવ્યો અને ત્રણ ત્રણ વર્ષના રઝળાટ પછી ફરી પાછો ઢોલમેઝ જીલ્લામાં કેનેવાલમાં શિક્ષકને ધંધે વળગ્યો. એ રઝળાટ અને વારંવારના કરાવાસના પરિણામે તેની આંખમાંથી આગના તણખા ખરવા માંડ્યા, તેનું દિલ કઠોર થઈ ગયું. તેની સખ્તાઈને લીધે વિદ્યાર્થીઓ તેને “જુલમગાર”ના નામથી ઓળખવા લાગ્યા. તે કેાઇની સાથે ભળતો નહિ, ફાજલ સમયને ગ્રીક અને લેટીનનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરતે. અહીં પણ તેને વાટીરી જે પ્રસંગ મળે. એક જંગી સભામાં તે ભાષણ સાંભળવા ગયા હતા, વક્તા ભાષણ કરતાં અચકાવા લાગ્યો. તરતજ મુસલીનીને આમંત્રણ મળ્યું. તેણે એવું તો જુસ્સાદાર ભાષણ કર્યું કે -લે કો હજુ પણ તે ભાષણ યાદ કરે છે; પરંતુ કદાચ એ જ કારણને લીધે તે શિક્ષકની જગ્યા પર કાયમ થઈ ન શક્યો. તે કેનેવાથી એનેગ્લિયા ગયા અને ત્યાં કેલેજી પુલીસ કાલવીમાં ફેંચ ભાષામાં કૅફેસરતરીકે તેને જગ્યા મળી; પરંતુ પંતુજીના ધંધામાં તેને રસ પડતો નહોતો. રાજ્યકારી વિષયને તેને અભ્યાસ ચાલુજ હતું. રજાના દિવસોમાં તે પોતાને વતન ગયે, ત્યાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com