________________
-
www
મિસરને તારણહાર-ઝલુલ પાશા
39 બીજી વાર દેશનિકાલ દેખીતી રીતે ઝઘલલ પાશાની લડત વ્યર્થ જતી હોય તેવું ભાસતું હતું, છતાં તેની અસર થયાવગર રહેતી ન હતી. કોઈપણ શુભ કાર્ય વ્યર્થ જતું નથી, તો પછી પોતાની માતૃભૂમિને માટે મરી ફીટનાર વીર દેશભક્તના પ્રયાસો કેમજ વ્યર્થ જાય? ઝઘલુલની સતત ચળવળને પરિણામે બ્રિટિશ સરકારે મિસરની અશાંતિનાં કારણો તપાસવા માટે તથા પ્રોટેકટોરેટ નીચે કયી જાતનું રાજબંધારણ સુલેહ-શાંતિ સ્થાપનારૂં થઇ પડે, એ વિષે હેવાલ રજુ કરવા માટે લૈર્ડ મિનરના પ્રમુખ પણ નીચે એક કમિશન નીમ્યું. આ કમિશનની તપાસની શરતો રાષ્ટ્રીય પક્ષને માન્ય ન હતી; અને ઝઘલુલ પાશાના નેતૃત્વ હેઠળ મિસરવાસીઓએ મિનર કમિશનનો બહિષ્કાર જાહેર કર્યો. આમ છતાં ૧૯૧૯ ના ડીસેમ્બરની ૭ મી તારીખે કમિશન મિસર આવી પહોંચ્યું. • પણ પ્રજાએ આ કમિશન સામે પોતાનો સખ્ત વિરોધ બતાવ્યો. તેના બહિષ્કારનો ચિફરૂપે લોકોએ હડતાળ પાડી અને મહોલ્લામાં વિરોધ દર્શાવનારા દેખાવો કર્યા, પ્રજાએ એવી સબળ ચળવળ શરૂ કરી કે કાઈક જાણીતે મિસરવાસી કમિશન સમક્ષ જુબાની આપવા જઈ શક્યો નહિ. આવા સભર્યો પ્રયાસે અંતે વિજયશાળી નીવડ્યા. બ્રિટને ઝલુલની માગણી સ્વીકારી અને મિસરની સ્વતંત્રતા વિષે તપાસ ચલાવવાનો કમિશનને હુકમ કરવામાં આવ્યા, પરંતુ આ તપાસનું પરિણામ ઝલુલની ધારણા પ્રમાણે ન આવ્યું. પોતાના ઉદ્દેશ પાર ન પડે ત્યાં સુધી વીર યોદ્ધાઓ જપીને બેસતા નથી. જ્યાં સુધી મિસર આઝાદ ન બને ત્યાંસુધી ઝલુલ કેવી રીતે જંપીને બેસે ? તેણે પોતાની લડત અગાઉ કરતાં બમણા વેગથી આગળ ધપાવી. બ્રિટનને આ વાત ન રૂચી અને એણે ઝઘલુલને દાબી દેવાનો પ્રયાસ કર્યો. ઝઘલુલે આવી જોહુકમીને જરાયે નમતું આપ્યું નહિ. તેણે પોતાનું દ્વાતંત્ર્ય યુદ્ધ ચાલુ રાખ્યું. અંતે બ્રિટન ગભરાયું અને ઝઘલુલને ઈ.સ. ૧૯૨૧ ની આખેરીએ પાછો પકડી દેશનિકાલ કર્યો. પ્રથમ તેને સિલોન અને તે પછી સીસીલીસ દેશપાર કરવામાં આવ્યો.
૧૯૨૨ ના માર્ચમાં બ્રિટને મિસર પરનું પિતાનું રક્ષણ-રાજ્ય (પ્રોટેકોરેટ) જાહેર કર્યું અને એપ્રીલ મહીનામાં શાહજાદા કૃઆદને મિસરના સ્વતંત્ર રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો; પરંતુ સુએઝની નહેરના રક્ષણ માટે ત્યાં બ્રિટિશ સૈન્ય રાખવામાં આવ્યું. આ નવી પરિસ્થિતિથી મિસરની રાષ્ટ્રવાદીઓને સંતોષ થયો નહિ; કારણ કે મિસરને મળેલી સ્વતંત્રતા માત્ર નામનીજ હતી. ઝઘલુલના દેશવટાદરમિયાન પ્રજા તેના વીર–સંદેશને ભૂલી નહોતી. દોઢ વર્ષને દેશવટો ભોગવીને ૧૯૨૩ ની વસંતઋતુમાં વીરકેસરી ઝલુલ પાછો માતૃભૂમિમાં આવ્યા. આ ઘટનાએ પ્રાશરીરની રગેરગમાં પાછું અદ્ભુત ચૈતન્ય ફેલાવી દીધું. ૧૯૨૩ ની શરઋતુમાં થયેલી ચુંટણીમાં ઝઘલુલને પક્ષ સંપૂર્ણ વિજયશાળી નીવડે; એટલે તેણે નવા રાજ્યબંધારણથી મળતા અધિકારોને સંપૂર્ણ ઉપયોગ કરવાની તક જતી કરી નહિ. ૧૯૨૪ ના જાન્યુઆરીમાં તેણે પિતાનું પ્રધાનમંડળ રચ્યું. આમ કરવામાં તેની અંતરછા બ્રિટન પાસેથી વધુ હક્કો મેળવવાની હતી. પોતાના ઉદ્દામ સહકારીઓને વિશ્વાસ જાળવી રાખીને પ્રજાવિરોધી સરકાર સાથે સહકાર કરવાનું કામ અતિદુર્ઘટ હતું, બીજે કાઈ નેતા હોત તો આવી સ્થિતિમાં યાતાય પ્રજાને વિશ્વાસ ખોઈ બેઠા હત; પરંતુ ઝઘલુલનાં બુદ્ધિ, ચાતુર્ય અને મુત્સદ્દીગીરીથી પ્રજા એટલી મુગ્ધ બની ગઈ હતી કે પ્રજાને તેના પ્રત્યેક કાર્યપર વિશ્વાસ હતો. આ વખતે બ્રિટનમાં કામદાર સરકારનું શાસન ચાલતું હતું. ઝલુલને કામદાર પક્ષપર થોડેઘણે વિશ્વાસ હતો, એટલે ઉનાળામાં તેણે લંડનની મુલાકાત લીધી અને તે સમયના વડાપ્રધાન મી - રાસે મેકડોનાલ્ડને તે મળ્યો. મી. મેકડોનાલ્ડ સાથેની વાતચીત પૂરી થતાં જ ઝઘલનો બ્રિટિશ કામદાર પક્ષ પર વિશ્વાસ ડગી ગયો, તેની મસલત વ્યર્થ ગઈ. ઝધલની વાજબી માગણી વડાપ્રધાનને ગળે ઉતરી નહિ. આથી ઝઘલુલે સઘળું બ્રિટિશ સૈન્ય, નાણાંપ્રકરણ અને ન્યાયપ્રકરણી સલાહકાર તથા ઘણી જાતને બ્રિટિશ કાબુ મિસરમાંથી ઉઠાવી લેવાની માગણી કરી. વળી ઝઘલે સુએઝની નહેરપરથી પણ બ્રિટિશ સૈન્ય ઉઠાવી લેવાની માગણી કરી. મી. મેકડેમના જવાબ આપે કે “કોઈપણ કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com