________________
wwwwwwwwwww w w wwww - -
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૫-જંદગી સુધી નિર્ધનવ્રત પાળનાર ચીનને એક મહાપુરુષ
ચીનને જુવાનવર્ગ જેના ચરણમાં ઝુકી પડતો અને જેનો શબ્દ પડતાં જીવનની આહુતિ માતાને ચરણે ધરી દેવા તલસતો તે ચીન-પ્રજાસત્તાકના સ્થાપક ર્ડો. સુન–ચાટ-સેનના મૃત્યુ પછી, તેમના ભવ્ય જીવનના કેટલાક અદભુત પ્રસંગે પ્રકાશમાં આવ્યા છે.
ડૉ. સુન–વાટર્સેને એક વ્રત લીધેલું–જંદગી સુધી ગરીબ રહેવાનું. તે તેમણે બરાબર પાળ્યુંચીનના પ્રજાસત્તાકના સ્થાપકતરીકે ચીનના દૌલત–ભંડાર તેમના ચરણમાં રટાતા હતા, મેટા મોટા પગારની અનેક જગ્યાઓ ઉપર તેમણે અનેક માણસોને ગોઠવેલા; પણ પિતે તે ગરીબજ રહ્યા. એ ગરીબીને પ્રતાપે જ તે ચીનાઓમાં ભક્તિભાવ જગાડતા અને તેમની પાસે ગમે તેવાં જોખમકારક કામે કરાવી શકતા. પ્રજાસત્તાકને 'વજ ચીનના આકાશમાં ઉડવા લાગ્યો, ત્યારે કેટલાયે માણસો, તેમનો ભવ્ય આદર્શ અને તેમની એથીયે ભવ્ય ભાવનાસૃષ્ટિ ભૂલીને, લક્ષ્મીના મેહમાં તણાયા; પણ ચીંથરામાં વિંટાયેલા ચીનના આ વિધાતાએ તો ગરીબીને જ વહાલી ગણી.. તેનું વસિયતનામું બહાર પડ્યું છે, તેમાં જાહેર થયું છે કે, તેને કશીજ દૌલત નથી; જે નાનકડું ઘર, કપડાં અને ચોપડીઓની મત્તા છે, તે તેની સ્ત્રીને વારસામાં જશે; અને તેનાં સંતાનો ઉંમરલાયક થયાં હોવાથી તેમને વારસાની જરૂર નથી. આટલો આત્મત્યાગ માનવીને નરપુંગવજ બનાવે ને ? અને એને પ્રભાવે પ્રગટતું એ પ્રબળ વ્યક્તિવજ ચીન જેવા દેશનું ભાગ્ય ઘડી શકે ને ?
- ક્રાતિકારી પ્રવૃત્તિઓના નેતા તરીકે ઉઘાડા પડી જવાથી ડે. સુનચાટ-સેન નાસીને એક ગામડાની ઝુંપડીમાં છુપાઈને રહેતા હતા. જીવતા પકડી લાવે કે માથું લઈ આવે તેમને મેટું ઇનામ આપવાની જાહેરનામાં ચીનમાં ચઢાયાં હતાં. જો કે મનાય છે કે, ચીનની સરકાર તે તેમને જીવતા પકડવાને જ આતુર હતી, કે જેથી તેમને ખૂબ રીબાવી રીબાવીને મારી શકાય. અચાનક બે લશ્કરી અમલદારો અને બાર સિપાઈની ટકડીને તેમની કંપડી જડી આવી, તેઓ અંદર પેઠા. સન-યાટ-સેન જરાયે ક્ષુબ્ધ થયા વિના જ્યાં બેઠા હતા ત્યાં બેસી રહ્યા. સિપાઈએ અંદર આવી ઉભા રહ્યા, એટલે પતે ઉઠવ્યા અને પાસેના ખૂણામાંથી “રાજધર્મ' નામનું પુસ્તક ઉપાડી, ધીરે સૂરે વાંચવા મંડ્યા. સિપાઈઓ તે સ્તબ્ધ બનીને તે સાંભળવા લાગ્યા. તેમના ઉપર ધીમે ધીમે સુન–થાટ-સેનનું જાદ ઉતરવા માંડયું. તેઓ રસપૂર્વક પ્રશ્નો પૂછવા લાગ્યા. ચર્ચા ચાલી અને અંતે તેઓ ભક્ત બનીને, સુન-ચાટ-સેનના ચરણમાં મસ્તક નમાવીને પાછી ફર્યો. એ ટુકડી એમ પાછી ન ફરી હોત, અને નવચીનના ચણનારા આ વીરનું મસ્તક લઈ ગઈ હોત, તો કદાચ ચીન આજે પ્રજાસત્તાક ન બન્યું હોત !
ડો. સુન-યાટસેનની સાધનાઓ અને તેની સિદ્ધિઓ સદા બીજાને લાભદાયી નીવડી છે, એથી તેને પિતાને તે મુશ્કેલીઓનો પારજ રહ્યો નથી. તેણે પશ્ચિમની સંસ્કૃતિને ન પ્રકાશ ચીનમાં ઉતાર્યો, પણ પશ્ચિમની સત્તાનો અને તેના શાસનનો વિરોધ પણ તેણેજ આદર્યો તથા જીવનલર લડીને ચીનને તેમાંથી તારવાને ઝુંબેશ ચલાવી.
પૂર્વના જાગ્રસ્ત બાળીઆમાં નવા પ્રાણ પૂરવાનો, પૂર્વની પુરાતન પ્રજાની નાડમાં વુિં જોસ મૂકવાનો જશ ત્રણ નરવીરોને નામે ઈતિહાસમાં જમા થાય છે. એક આ ડૉ. સુનચાટ-સેન: બીજા મોહનદાસ ગાંધી અને ત્રીજા તુર્કીના મુસ્તફા કમાલ પાશા. એ ત્રણેમાં પહેલા ડૉ. સુન-ચાટ-સેન. તેમણે બીજા બેનું કામ સરળ બનાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com