________________
ભગવાન બુદ્ધનો સંદેશ ૧૪-ભગવાન બુદ્ધનો સંદેશ
બુદ્ધ જગદુદ્ધારક હતા. તેમનું ક્ષેત્ર કે દષ્ટિમર્યાદા અમુક દેશ કે પ્રજામાં જ સમાઈ જતાં ન હતાં, સંપૂર્ણ પ્રકાશ અને કીતિ ઝળકાવી રહેલા અંતસંપન્ન એ જીવંત પ્રતિમા રૂપ હતા. પારકાનું કંઈપણ દબાવવાની તેમને જરા પણ ઈરછા નહોતી. કીતિ, ધન, ઐશ્વર્ય, સત્તા, રાજ્ય કે સ્ત્રી તેમને આકર્ષી શકતાં નહિ. બુદ્ધ ભગવાન ચાંડાલ, દુષ્ટો, વેશ્યાઓ અને પાપીઓ તથા ગરીબપ્રત્યે સંપૂર્ણ દયા અને દિલાસેજી દાખવતા; પરંતુ શ્રીમાને તથા જુલમી સત્તાધીશોના અભિમાનની તેમને દરકાર ન હતી. શારીરિક પીડા, નિંદા અને જુલ્મ તેમણે ધીરજ અને નમ્રતાથી સહન કર્યા. સત્યનું પ્રતિપાદન કરવામાં તેઓ નિડર અને કોઈની પણ દરકાર ન રાખનાર હતા -અને જીવનની વહાલામાં વહાલી વસ્તુઓને પણ સત્યને માટે ભેગ આપતા. તે બુદ્ધિસ્વાતંત્ર્યના ચુસ્ત હિમાયતી હતા. મનુષ્યજીવનના પ્રકોપર એમણે નવું અજવાળું પાડયું. મનુષ્ય ઈશ્વરને અંશ છે એ સત્ય તેઓ ખરા દિલથી માનતા ને ફેલાવતા. મહાન સામ્રાજ્યો વિનાશ પામ્યાં છે, પરંતુ બુદ્ધે કરેલો સત્ય ઉપદેશ જીવંત છે અને અનંતકાળ સુધી તેજ રહેશે.
એક વખત પૂર્ણ નામના સાધુને બુદ્ધ એમ બોલતાં સાંભળ્યો કે, તેને હિંસાપ્રિય લોકોના દેશમાં રહેવાની ઈચ્છા છે. પછી ગુરુશિષ્ય વચ્ચે નીચે પ્રમાણે સંવાદ થયોઃ
“એ લોકો તને ગાળો આપશે કે મારશે તે તું શું કરીશ ?”
“હું એમ ધારીશ કે, આ લેકે ભલા છે; કારણ કે તેઓ ફક્ત મને ગળાજ આપે છે, પરંતુ મને મારતા નથી કે મારા પર પથરો ફેંકતા નથી.”
પણ એ લોકે પથર ફેંકશે અગર મારશે તો ?”
તે હું ધારીશ કે, એ લોકો ભલા છે; કારણ કે તેઓ ફક્ત મારાપર પથરાજ ફેકે છે, પરંતુ લાકડી કે તરવારથી મને મારતા નથી.”
“પરંતુ જો એ લેકે લાકડી કે તરવારથી તને મારશે તો ?' તે હું એમ ધારીશ કે, હજુ તે ભલા છે કે મને સદંતર મારી નાખતા નથી.”
પણ જે તને મારી નાંખશે તે ?' - “તો તે હું ધારીશ કે, એ બહુ ભલા છે; કેમકે આ દુઃખપૂર્ણ સંસારની ઉપાધિમાંથી મને તેમણે મુક્ત કર્યો.”
આ સાંભળી બુદ્ધે કહ્યું -“પૂર્ણ ! તે બરાબર કહ્યું. જા, અને તે પોતે મુક્તિ મેળવી છે, તેમ બીજાને મોક્ષ અપાવ. તું પોતે સામેપાર તરી ગયો છે તો બીજાને તાર. તું પોતે આનંદમય છે તો બીજાને આનદાનભવ કરાવ. તને નિર્વાણ પ્રાપ્ત થયું છે તો તે બીજાને સુલભ બનાવ.”
ઠેષને નાશ ષથી નહિ પણું પ્રેમથી જ થાય છે. દયાજ વૈરનો ઉત્તમ બદલો છે. તે સાધુઓ ! બહારવટીઆ અને ખુની લેકો તમારા શરીર કરવતથી વહેરી નાખે, ત્યારે પણ જો તમે ક્રોધ કરશે તો મારી આજ્ઞા નથી પાળી એમ હું માનીશ.
કોઇની સામે કોંધપૂર્વક બેલો નહિ, કેમકે તે માણસે પણ સામે ક્રોધથીજ પ્રત્યુત્તર આપશે. ફોધપૂર્વક બે લાયલા શબ્દો દુ:ખજનક થાય છેઅને ઘાની સામે ઘા કરવાથી તમને જ નુકસાન છે.
સત્ય, ન્યાય, દઢતા અને ઉદારતા-આ ચાર મુખ્ય ગુણ છે. બધા ઉપદેશકનો ઉપદેશ આ છે કે પાપ ન કરવું; પરોપકાર કરો અને ચિત્ત શુદ્ધ રાખવું.
આ ઉકિત સાચી છે કે, “સત્ય એ એક અમર વાણી છે.” સત્ય બોલવામાં, સાધુતા દાખવવામાં અને ન્યાયનું સમર્થન કરવામાં ન્યાયી સજજને દઢ રહે છે.
પોતે પોતાને જીતે એ સઘળા લોકપરની જીત કરતાં અધિક છે. જેણે પોતાને જીત્યો છે અને જે હમેશાં સંયમ પાળે છે એવા મનુષ્યના વિજયને બ્રાહ્મણ, ગંધર્વ કે દેવ પણ પરાજયમાં ફેરવી શકતો નથી. * આ સૃષ્ટિમાં ઈષ્યરહિત સ્વતંત્રતા અને સઘળાં જીવંત પ્રાણીઓ તરફનો સંયમ સુખી નિવડે છે. કામાસક્તિરહિતપણું, ઇચ્છાઓ પર કાબુ અને નિરાભિમાન એ ઉચ્ચતમ સુખનાં સાધન છે.
તે જ ધમપદ | (“સુવર્ણમાળાના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com