________________
ભગવાન શ્રીકૃષ્ણને સંદેશ
૧૧–ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीविजयोभूतिधुवा नीतिमतिर्मम ॥
મહાભારતના યુદ્ધના આત્મા અને પિતાના ચક્રવડે પાંડવોનું રક્ષણ કરનાર શ્રીકૃષ્ણ સમસ્ત મનુષ્યજાતિના રક્ષક અને ઉદ્ધારક છે; અને યુદ્ધપૂર્વે તેમને સંદેશ એ “શ્રીમદ્દ ગીતા” છે, જેનું રહસ્ય આ છે:- “ઉઠ, પરંતપ ! તારી ફરજ બજાવ.” આ સંદેશ આખી દુનિયાને પણ લાગુ પડે છે. “ગીતા” જાતિકત બંધનોથી પર છે. સર્વવ્યાપી પરમાત્મા એનો વિષય છે. પાંચ પાંડવો રણભૂમિમાં અતિ મહાન શત્રુ સામે લડવા ઉભા હતા એવા અદ્ ભુત પ્રસંગમાં શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં આ ગીત ગાઈ “શ્રીમદ ભગવદગીતા” નામથી ઓળખાતે ગ્રંથ માત્ર એ ગાનનો એક ભાગ છે, પરંતુ તેમાં પણ કેટલું ડહાપણ, દીર્ધદશિતા અને ઉચ્ચ ગૂઢ બાધ સમાયેલાં છે ! શ્રીકૃષ્ણ અમુક જાતિનાજ નહિ, પરંતુ સમસ્ત મનુષ્યસૃષ્ટિના ઉદ્ધારક હતા, એ વાત સાબીત કરવાને “ગીતા”જ બસ છે.
આ ગીતાનો અભ્યાસ-શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ-અતિશય મનોરંજક છે. શ્રીકૃષ્ણ બાલ્યાવસ્થામાં માખણ ચોરતા અને ગોપીઓ સાથે ક્રીડા કરતા; પછી ગોવાળતરીકે ઘણીજ સંભાળથી એમણે પ્રેમપૂર્વક ગાયો ચારી; કુશળ રાજનીતિજ્ઞતરીકે લોકેછાને સમજનાર પણ શ્રીકૃષ્ણ હતા. એ જ કૃષ્ણ એક આદર્શ નૃપેન્દતરીકે, પ્રજાના સેવકતરીકે, દરેક રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ તેનું જવલંત ઉદાહરણ થયા. એટલું જ નહિ પરંતુ તેઓ એક મહાન તત્ત્વવિદ્યાવિશારદ અને પ્રાણ પુરુષ હતા. ઉપર કહેલાં દરેકે દરેક દષ્ટિબિંદુથી જોતાં ઘણું વિચારવાનું મળે છે, પરંતુ અહીં તો આપણે શ્રીકૃષ્ણને એક આદર્શ નેતા તરીકે જ વિચાર કરીશું. સંસ્કૃતમાં “નેતાઓને માર્ગદર્શક-રસ્તો બતાવનાર કહ્યો છે; તેણે સાચે રસ્તેજ બતાવો જોઈએ; તેણે ધર્મ પ્રમાણે
જોઈએ અને તેણે સત્યજ બાલવું જોઈએ. લેકસેવા એ લોકપ્રિયતાનો રસ્તો નથી. મનુષ્યોને નેતા એક આદર્શ સેવક હોવું જોઈએ. . “કુંતીપુત્ર ! જાગ્રત થા, ઉભો થા !” આ શબ્દોમાં જ કણ નેતાએ આપણનેજ અર્વાચીન ભારતવર્ષના પુત્રોને તે પોતાનો સંદેશ કહી દીધું છે ! “જાગૃત થાઓ !” હિંદમાં શાની ખામી છે ? આપણે હજુ જાગ્યા નથી ! કેાઈ કોઈ વાર આપણી આંખ ઉઘડે છે, પરંતુ સવરજ પાછી મિંચાઈ જાય છે. એટલા માટેજ શ્રીકૃષ્ણ કહે છે કે જાગો જાગો, અને આંખ ઉઘાડી જુઓ ! તમારી દુર્દશા તરફ નજર કરો ! તમારી સ્ત્રીઓની સ્થિતિનો વિચાર કરો ! અસંખ્ય લોકોની છાતી કંપાવનારી ગરીબાઈ નિહાળો ! જાગો અને જુઓ કે, એક વખતનું સર્વશ્રેષ્ઠ હિંદ આજે પૃથ્વીપરનો ગરીબમાં ગરીબ દેશ છે ! જાગે અને દેશની નબળાઇનું મુખ્ય કારણ તમારે કંસપજાતિભેદ-પેટાજાતિઓ છે, એ સમજે.
જાગો અને ઉભા થાઓ ! હે કુંતીપુત્ર !” ““ઉભા થાઓ.” શ્રીકૃષ્ણ કહે છે કે, “તૈયાર થાઓ”—શા માટે ? મારામારી કરવા માટે ? નહિ. હિંસામાટે? નહિ. પરંતુ તમારૂં નૈતિક બળ વાપરવા તૈયાર થાઓ. ભારતનીસમગ્ર મનુષ્યજાતિની–પૂજા કરવા તૈયાર થાઓ અને યાદ રાખો કે, પૂજાનું સર્વોત્તમ સ્વરૂપ સેવા છે. ન્યાય અને સત્વમાટે, નવા મનુષ્ય સ્વાતંત્ર્યમાં તમારી આ વિમળ શ્રદ્ધા સાબીત કરવા માટે બહાર પડી એ રસતે હિંદ અને મનુષ્યજાતિની સેવા કરો.
કુંતીપુત્ર! માત્ર જાગ અને ઉભો થા ! તારા હાથ તે શ્રીપરમાત્માના હાથ છે; તારો આત્મા એ વિશ્વવ્યાપી પરમાત્માને અંશ છે. તારું સામર્થ્ય તે તેનું છે અને શ્રીકૃષ્ણના નેતૃત્વ નીચે તૈયાર થયેલાને કદી પરાજય થાયજ થહિ. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयोभूतिधुवा नीतिमतिर्मम ॥
(“સુવર્ણમાળાના એક અંકમાંથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com