________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો
તે અડગજ રહ્યો અને એ કટોકટીને વખત આવી પહો કે આખા જાપાનમાં બળવો કાટી નીકળવાની ધાસ્તી ઉભી થઇ; પણ વડા પ્રધાનને કેાઈ તેના નિશ્ચયમાંથી ડગાવી શક્યું નહિ.
રયામા જે વખતે જે માટે રાહ જોઈ રહ્યો હતો તે આવી પહોંચ્યો. પોતાને ઘેરથી નીકળી તે સીધો વડા પ્રધાનને ઘેર ગયો અને તેને કહ્યું “મેં કદી એવું ધાર્યું જ નથી કે, તમે ગુન્હેગાર છો; છતાં નામદાર શહેનશાહની શાંતિમાટે તથા લોકોની લાગણી હદ ઉપરાંત ઉશ્કેરાઈ ગઈ છે તે માટે અને દેશની શાંતિમાટે હું ઇચ્છું છું કે, તમે રાજીનામું આપે.” બસ, આટલું પૂરતું હતું. બીજે જ દિવસે પોતાનું નવું પ્રધાનમંડળ રચ્યું.
હિંદી વિવવાદીઓ ૧૯૧૬ માં થાકર અને ગુપ્તા નામના બે હિંદી વિપ્લવવાદીઓ સંસ્થાને સામે કંઈ કાવત્રાં કરવા જાપાન ગયા. આગળ તેઓને હાર મળેલી, પણ તેઓએ ધાર્યું કે, જો તેઓ જાપાન જશે તો કંઇ પણ વિદન વગર તેઓ તે કામ કરી શકશે. પણ તેઓની તે ધારણ ભૂલભરેલી હતી; કારણકે તે વખતે યૂરોપીય મહાયુદ્ધ ચાલતું હતું, જાપાન તે વખતે જર્મની સામે મિત્રરાજ્યને મદદ કરી રહ્યું હતું. જાપાનીસ પેલીસે આ બંને હિંદીઓને ઓળખી કાઢયા અને તેમને તાકીદ કરી છે, તે લોકોએ તરતજ બીજી સ્ટીમરમાં શૃંગાઈ જવું, જ્યાં બ્રિટિશ પોલીસ તેમને તરતજ પકડી શકે. આ હિંદીઓએ તે પોલીસ અમલદારને વિનવણી કરી કે, અમને થોડા દિવસ મહેરબાની કરી રહેવા દો અને અમે બીજી કેાઈ સ્ટીમરમાં અમેરિકા જઈશું, પણ જાપાનીસ પોલીસે તેમની આ વિનવણી ગણકારી નહિ.
ટોયામાએ આ વાત સાંભળી અને આ બંને હિંદીઓને પોતાને ઘેર બોલાવ્યા. તેણે આ બંનેને પૂછ્યું કે, તેઓને જર્મનીની આમાં કંઈ ખાનગી મદદ હતી કે કેમ ? આ બંને જણે સાફ ‘ના’ પાડી અને કહ્યું કે, અમને પરાણે હિંદ છોડવાની ફરજ પડી છે અને અમે તો વિપ્લવવાદીએ છીએ તથા અમારો ઈરાદો મિત્રરાને કંઈ પણ નુકસાન કરવાનો નથી. આથી ટોયામાને સંતોષ થવ્યો અને તેમને પોતાને ઘેર ઉતારો આવ્યો. બીજે જ દિવસે ડીટેકટી ટોયામાને ઘેર આવ્યા અને ગુસ્સામાં ટાયામાને આ બંને હિંદીઓને સેપી દેવા કહ્યું. ટોયામાએ કહ્યું “ તેઓ ગઈ રાત્રે પાછા ચાલ્યા ગયા છે. તમારે જોઈએ તેટલો વખત લઈને મારું આખું ઘર તપાસી છે.” ટાયામાનું કથન સાચું માનીને પોલીસ ત્યાંથી ચાલી ગઈ, અને આજ દિવસ સુધી કાઈ નથી જાણતું કે, તે બંને હિંદીઓનું ૫છી શું થયું ?
થોડાં વર્ષ ઉપર પાટવી કુંવરનું વેશવાળ નાગાક નામની રાજકન્યાની સાથે થયાનું જાહેર થયું હતું: પણ એવી વાતો સંભળાતી હતી કે, કોઈ એક મેટ સભ્ય આથી નારાજ છે અને આથી મામલો ગંભીર થાય એવી આગાહી થતી હતી. એક દિવસ જ્યારે જાહેર લાગણી બહુજ ઉશ્કેરાયેલી હતી, ત્યારે એક જાપાનીસ અમલદાર ટોયામાને ઘેર ગયો અને મદદ માટે માગણી કરી. ટોયામા આથી તે સભ્યને ઘેર ગયો અને કહ્યું કે, આ તમારી હિલચાલ ગેરવ્યાજબી છે અને હું કહું છું તે છતાં તમે હઠ કરશો તો તમારે જાન જોખમમાં છે, એમ ખચિત માનવું. બીજેજ દિવસથી બધું શાંત પડી ગયું. જાપાનમાં સૌ કોઈ આ વાત જાણે છે; પણ થોડાજ જાણે છે કે, ટોયામાએ આમાં કે ભાગ ભજવ્યો હતો.
ટોયામાની ઉદારતા તેમજ પોતાની જાત પાછળ તે કેટલે બધે બેદરકાર છે, તે નીચેની વાત ઉપરથી જણાશે. થોડાં વર્ષો ઉપર તેની માલીકીની એક કેલસાની ખાણ તેણે એક લાખ પાઉંડ લઈને વેચી નાખી અને તેના પૈસા-દરેક દશ–પેનની નોટોનું બંડલ–તેણે ઘેર લાવી સાધારણ પેટીના ખાનામાં મૂકયું અને તેને ચાવી દેવાની પણ દરકાર કરી નહિ. જ્યારે કેઈક ગરીબ કે મુશ્કેલીમાં આવી પડેલ માણસ તેની પાસે મદદ માગવા આવે, ત્યારે ટાયામાં તેને પૂછે કે “ કેટલું જાડું ?” પછી પેલો આ પ્રશ્ન ન સમજ્યો હોય એટલે હસીને તેને સમજાવે કે, એક કવરમાં દસએનની નોટો મૂકીને તે કવર કેટલું જાડું થાય તેવું તમારે જોઈએ છે? એક દિવસ તેના એક અનુ-યાયીને ફીકર પડી કે, આ રીતે ટયામા ઉદારતા દેખાયા કરશે તે તેની તીજોરીનું તળિયું વહેલું આવશે. તેથી તેણે ટાયામાને પૂછયું કે, પેલા એક લાખમાંથી હવે કેટલા બાકી છે ? રયામાએ જવાબ આપ્યો કે “મને કંઈ ખબર નથી. તમે પોતે જ પેલા ખાન માં જોઈ લેજો.” પેલાએ પેટીમાં જોયું તે લગભગ બધુ ખલાસ થઈ ગયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com