________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૮-વિષમ વર ઉપર એક સર્વોપગી ઉકાળે
ગઈ સાલે અતિવૃષ્ટિથી ઘણાં ઘરો પડી જઈ જનસમાજની પાયમાલી થઈ છે. ચાલુ સાલમાં પણ વળી રોગચાળાને લીધે ગુજરાતનાં નાનાં-મોટાં ગામમાં મેલેરીઆ તાવ(આયુર્વેદમાં જેને વિષમ જ્વરો કહે છે તેના)થી લોકે ઘણાજ પીડાય છે. લોકોમાં દવાનું સાધન દરેકને મળી શકતું નથી. આવા સંયોગોમાં જૂની પદ્ધતિનું ઔષધ કવાથ (ઉકાળા) નીચે પ્રમા
ને જનસમાજને વાપરવા અમારી ભલામણ છે ને નાનાં નાનાં ગામડાંમાં તો કોઈ કોઈને પાણી પાનારા પણ નથી તેવી સ્થિતિ ચાલુ છે; તો આશા છે કે, ગામના આગેવાનો પોતાનાં ગામની પ્રજા માટે નીચે બતાવેલ ઉકાળો બનાવી દરેક મોટા માણસને દિવસમાં ત્રણ વાર થઈ ૧ ઔસ ને નાનાં બચ્ચાંને ૦૧ સ ત્રણ વાર થઇ આપશે. દવા છા-વત્તા પ્રમાણમાં લેવાથી કાંઇ વિરુદ્ધ પરિણામ આવશેજ નહિ ને સરળતા સાથે સસ્તાપણાને લાભ પ્રજા લેશે.
કવાથ-(ઉકાળો) નીચે પ્રમાણે છે:
દરેક નાના ગામમાં લીમડાનો છોડ તે હોય છે. તેવા લીમડાની અંતરછાલ શેર ૧, કરીઆતું શેર ૧, ઇંદ્રજવ શેર ૧, જેઠીમધ શેર ૧, ભારંગમૂળ શેર ૧; ઉપર પ્રમાણે ૫ શેર વસ્તુઓ લઇ, ૧ મણું પાણી મૂકી બરાબર ૦ મણ પાણી રહે ત્યારે ઉતારી જાડું કપડું બેવડું કરી તે ઉકાળો ગાળી લેવો ને બાટલા કે બરણીમાં ભરી રાખે તથા દરેક દરદીને છુટથી વિનામૂલ્ય આપવો. - આ ઉકાળાથી તાવ સાથે થોડાઘણા પ્રમાણમાં ખાંસી હશે તે પણ મટશે ને જનસમાજને વેદ્યો-ડૉકટરોનાં મોટાં બીલોથી બચવામાં આ કવાથ સંપૂર્ણ મદદગાર થશે.
ગુજરાતી” તા. ૨૦-૧૧-૧૯૨૭ને અંકમાં લેખક-વદ ચુનીલાલ રેવાશંકર વડોદરા.)
૧૯-ટોપીવાળાને શીદ મેક!
(એક કાઠિયાવાડી લોકગીત) [ કાઠિયાવાડનાં લોકગીતોના સાહિત્યમાં રઘુવીરને અરજ કરતું એક લોકગીત ગ્રામ્ય સુંદરીઓ મીઠા હલકથી ગાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ પોતપોતાનાં સાધને આ યુગમાં ગુમાવ્યાં છે, એ સર્વને લગતી ભાવના સાદી લોકભાષામાં પણ આકર્ષક ઢાળથી જ્યારે ગવાય છે, સારે સાંભળનાર બે ઘડી થંભી જાય છે.]
રધુવીર ! ટોપીવાળાને શીદ મેક. તારા બ્રાહ્મણ જોશીડા ભાગી ગયા છે. એનાં ટીપણાં તણાયાં જાય રે
- રધુવીર ! ટોપીવાળાને શીદ મોકલ્યો ! તારા રજપૂત બાપુ સે ભાગી ગયા રે, એનાં ખાંડાં તણાતાં જાય રે
રધુવીર ! પીવાળાને શીદ મોકલ્યા તારા વાણીયા વેપારી ભાગી ગયાં રે, એનાં લેખાં તણાતાં જાય રે
- રધુવીર ! પીવાળાને શીદ મોકલ્યું ! તારા ઢેઢું વણકરીયા ભાગી ગયા રે, એની સાળું તણાતી જાય રે
રધુવીર ! ટોપીવાળાને શીદ મોકલ્યું ! તારા કણબી લાખેણા ભાગી ગયા રે, એની ધૂંસરી તણાતી જાય રે
રધુવીર ! ટોપીવાળાને શીદ મેક! તારા આયર ખીમાણંદ ભાગી ગયા છે, એની ધાબળી તણાતી જાય રે
રધુવીર ! ટોપીવાળાને શીદ મેક! (“મુંબઈ સમાચાર સં.૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં સંપાદક-ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com