________________
શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧ર-મહાન પેગંબર જરથોસ્તનો સંદેશ
જરથોસ્ત પરમ અતમતવાદી હતા. એ એમ માને છે કે, સઘળા ઉચ્ચતમ સદગુણેનું ઉત્પત્તિ સ્થાન વિશ્વવ્યાપી આત્મા-પરમેશ્વરજ છે. રસ્તના ગ્રંથોમાં આવા છ દેવતાઈ ગુણેને ઉલેખ વારંવાર આવે છે. આ સગુણે નીચે પ્રમાણે છેઃ
(૧) મન સારું હોવાને, (૨) ન્યાય અને સત્યનો, (૩) પવિત્ર રાજસત્તાન, (૪) લોકાપકારક દયાન, (૫) સંપૂર્ણ આરોગ્યતાને અને (૬) અમર હોવાને.
મહાન ઉપદેશક ધર્મના મશાલચીઓ છે અને હમેશાં તેમના આદર્શોમાંજ મમ હોય છે. પવિત્રતા અને તેજનો આદર્શ ઈરાદેશના જરથોસ્ત શીખવે છે. જરથોસ્ત ખરેખર ઉપદેશક છે, કારણ કે એમને ઉપદેશ અમુક કાળ કે પ્રજમાટે નહિ, કિંતુ હમેશમાટે અને તેને માટે છે.
જરસ્થસ્તનું જન્મસ્થાન અને તિથિ અંધકારમાં છે. સાધારણ રીતે એમ મનાય છે કે, તે ઇરાનના પશ્ચિમભાગમાં ઈ. સ. પૂર્વે ૨૦૦૦ થી ૧૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા હોવા જોઈએ. જરથોસ્તની મરણને સદીઓ થઈ ગઈ છે, પરંતુ આ વિશ્વમાં જ્યાં સુધી સત્ય રહેશે. ત્યાં સુધી જરથોસ્ત જીવંત રહેશે.
મનુષ્યો ! જ્યારે તમારી પાપી વાસનાઓ, અને સ્વાર્થવૃત્તિને સદંતર નાશ થશે, જ્યારે સદાને માટે તમારામાંથી પાપ દૂર થશે, ત્યારેજ તમને મહાન કાર્યને આશીર્વાદરૂપ બદલો મળશે. જો તમે આ નહિ કરી શકે તે તમારે છેવટે શોકે દગાર કાઢવાનેજ વખત આવશે. | હે મઝદ અહુર ! શંકા થાય ત્યારે, તથા હે સર્વશ્રેષ્ઠ ! દુઃખ અને કંકાસના સમયમાં અને દુષ્ટોની વૈરત્તિને લઈ આપત્તિના સમયમાં પણ અમે તે પવિત્ર અગ્નિના દીપ્ત પ્રકાશમાં આપેલા તમારા સર્વશ્રેષ્ઠ ઉપદેશનું મનન કરીશું.
હે મઝદ ! એક જાણકારતરીકે, જેમને જાણવાની ઈચ્છા હશે તેમના માટે તારાવતી હું
પાપ દુષ્ટજનને તેમની દુષ્ટતાનો બદલો છે; પરંતુ સર્વોત્તમ સ્થિતિ-મોક્ષ-તો સત્યના નિયમ પાળનારને જ મળે છે.” અને તારે આ સંદેશે જાહેર કરતાં મને અત્યંત આનંદ થાય છે.
જો તમારે સજજનેનો સંગ જોઈતો હોય, સત્યની મૈત્રીની જરૂર હોય અને પવિત્ર ધર્મને ટકાવી રાખવો હોય, તો ક્રોધ અને હિંસા પરહરે, ઈર્ષ્યા અને કંકાસનો ત્યાગ કરે. હે મઝદ ! આવાં પરોપકારી મનુષ્યોને જ હું સ્તુતિમંદિરમાં દાખલ કરીશ.
(“સુવર્ણમાળાના એક અંકમાંથી.)
૧૩–દિલહીનાં મંદિરમાં અંત્યજ ભાઈઓને દાખલ કરે છે.
૨૧ મી ઓગસ્ટ ૧૯૨૭ ને રોજ ગોસ્વામી ગંગાપ્રસાદજીના મંદિર-કટરાનીલમાં અસ્પૃશ્ય કહેવાતી જાતિઓને દર્શન કરવા દાખલ કર્યા હતા. સૌ લોકો યમુનાસ્નાન કરીને અને તિલક ધારણ કરીને એક જબરદસ્ત સરઘસ સાથે સાંજના છ વાગે મંદિરમાં દાખલ થયા અને હિંદુઓએ તેમાં ખૂબ પ્રેમપૂર્વક ભાગ લઈને તેમને પ્રસાદ વહેચો. દિલ્હીમાં આ પહેલો અવસર છે, કે
જ્યારે શ્રીગોસ્વામી મહારાજે અસ્પૃશ્ય ભાઈઓને દર્શન કરાવીને હિંદુઓ સમક્ષ એક આદર્શ રજુ કર્યો છે. અમને સંપૂર્ણ આશા છે કે, દિલ્હીનાં બીજાં બધાં મંદિરના અધિકારીઓ અને અનુકરણ કરી યશભાગી બનશે. સભા શ્રીગોસ્વામીજી મહારાજને ધન્યવાદ આપે છે કે, તેમણે સેંકડે વર્ષોના તુષિત આત્માઓને અમૃતપાન કરાવી હિંદુઓના વિશાળ હૃદયને પરિચય કરાવ્યો છે.
( “અર્જુનના એક અંકમાંથી અનૂદિત.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com