Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સકલ-તીર્થ-વંદના૦ ર૩
ચોવીસ તીર્થકરોની પ્રતિમાઓ છે તથા શત્રુંજય, ગિરનાર અને આબૂ ઉપર પણ ભવ્ય જિન-મૂર્તિઓ છે. તે સઘળીને હું વંદન કરું છું. ૧૧.
વળી શંખેશ્વર, કેશરિયાજી વગેરેમાં પણ જુદા જુદા તીર્થકરોની પ્રતિમાઓ છે; તેમજ તારંગા ઉપર શ્રી અજિતનાથજીની પ્રતિમા છે, તે સર્વને હું વંદન કરું છું. તે જ રીતે અંતરીક્ષ પાર્શ્વનાથ, વરકણા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વશનાથ અને થંભણ(સ્તંભન) પાર્શ્વનાથનાં તીર્થો પ્રસિદ્ધ છે, તે સઘળાંને હું વંદન કરું છું. ૧૨.
તે ઉપરાંત જુદાં જુદાં ગામોમાં, નગરોમાં, પુરોમાં અને પાટણમાં ગુણનાં ગૃહરૂપ જે જે જિનેશ્વર પ્રભુનાં ચૈત્યો હોય, તેને હું વંદન કરું છું. વળી વીસ વિહરમાણ જિનો તથા આજ સુધીમાં થઈ ગયેલા અનંત સિદ્ધોને હું હમેશા નમસ્કાર કરું છું. ૧૩.
અઢીદ્વીપમાં જે સાધુઓ અઢાર હજાર શીલાંગ-રથને ધારણ કરનારા છે; પાંચ મહાવ્રત, પાંચ સમિતિ તથા પાંચ આચારને સ્વયં પાળનારા છે અને બીજાઓની પાસે પણ પળાવનારા છે, તથા જેઓ બાહ્ય અને આત્યંતર તપમાં ઉદ્યમવાળા છે, તેવા ગુણોરૂપી રત્નોની માળાને ધારણ કરનારા મુનિઓને હું વંદન કરું છું. ૧૪.
જીવ-(શ્રીજીવવિજયજી મહારાજ) કહે છે કે નિત્ય પ્રાતઃકાળમાં ઊઠીને આ બધાનું કીર્તન કરતાં હું ભવસાગર તરી જઈશ.
(૬) સૂત્ર-પરિચય પ્રાતઃકાલનાં પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરાં થયાં પછી પ્રભાતમાં વંદન કરવા યોગ્ય-પ્રાતઃસ્મરણીય ત્રણે લોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો, શાશ્વત જિનબિંબો, વર્તમાન તીર્થો, વિહરમાણ જિનો, સિદ્ધો અને સાધુઓને વંદન કરવાના હેતુથી આ સૂત્ર બોલવામાં આવે છે. તેના પ્રથમ શબ્દો પરથી તે સકલતીર્થ-વંદના” કે “સકલ તીરથ'ના નામથી પણ ઓળખાય છે.
સ્વર્ગ, પાતાળ અને મર્યલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો અને શાશ્વત બિંબોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org