________________
ધર્મને વફાદાર બન્યા તેમાં આપને ઉપકાર છે પૂજ્યભાવની દૃષ્ટિએ શાસ્ત્રને આઘુ મુકીને આપ પ્રત્યે ભકિતભાવ બતા
વ્ય. તેથી તેનું આલંબન લઈ અનેકે ઉજવવાનું શરૂ કર્યું. શાસ્ત્રદષ્ટિએ નિષેધ હોય તે આપની હાજરીમાં જ બંધ થઈ જાય તે શાસ્ત્રને સાચવવા માટેની આપની ખ્યાતિ અમર થઈ જાય તેમ માનું છું.
હસ્તગિરિજીનું નવું ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલ છે તેમ સાંભળવામાં આવ્યું છે. પરંતુ પહેલાની મીલકત આ ટ્રસ્ટને ઠરાવ કરી સેપે નહીં અને કાયદેસરની વિધિ પુરી થાય નહીં ત્યાં સુધી આ ટ્રસ્ટ ગમે તેટલું સારું હોય તે પણ તેની કાંઈ કીંમત ગણાય નહીં. માટે આપની જ નિશ્રામાં વહેલામાં વહેલી તકે મીલક્ત સેપવાની કાર્યવાહી થઈ જાય તો જ પ્રયત્ન સફળ થયો જણાય. ટ્રસ્ટનું બંધારણ નવું કરવાથી કે હેતુ સરતા નથી. સંસાર છે, જેના કેવા કેવા ભાવે થાય છે તે આપ સારી રીતે સમજી શકો છે, માટે વિશ્વાસ રાખી ઠગાઈ ન જઈએ, તેવી સલાહ આપ જેવા મહાપુરુષોને આપવાને કોઈ અધિકાર મને નથી. પરંતુ એક સેવક તરીકે આ વાત ધ્યાન ઉપર લેવા માટે જ લખેલ છે.
સુરેન્દ્રનગરમાં જે પ્રસંગ બને તેમાં કાંતિભાઈ તથા બાબુની અંગત વેર લેવાની વૃત્તિથી જે ખટપટ કરી સાધુઓને હાથા બનાવી વેરની વસુલાત કરી છે તેમાં તેમને આનંદ થાય તે સ્વાભાવિક છે પરંતુ તેથી વિશેષ આનંદ મને થયો છે કે મને નિવૃત્તિ અપાવી. હું મારી આરાધના સુખપૂર્વક કરું, તેની સગવડ કરી આપી, તેથી તેમને મહાન ઉપકાર માનું છું. પરંતુ સુખ એટલું કે સાધુઓની કારકીદ ખલાસ કરાવી અને સાધુતાની ફજેતી કરાવી છે, અને મંદિર, ઉપાશ્રાની જાહોજલાલી ખતમ કરાવી છે. તેથી તેઓએ બુદ્ધિનું ફળ મેળવી લીધું છે.
પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબને એક જ વિનતી કે આપની નિશ્રાએ આવેલા સાધુઓને સારી રીતે કેળવી સાધુતા જોઈ અનેક આત્માઓ ધીબીજને પામે તેમ જ
૪/ વિભાગ પહેલે