________________
લખ્યું કે ચાલી આવતી પ્રણાલિકા બંધ કરવા જેવી નથી
મદદ કરે તે ભયંકર પાપ લાગે, તેવું સમજાવનારાના હાથથી જ મદદ , કરવાનું કામ થાય તો દેવદ્રવ્યના સિદ્ધાંતને નાશ કરવાનું ભયંકર પાપ લાગે કે કેમ તે આપે નક્કી કરવાનું છે. દેવદ્રવ્યો પ્રત્યે રાગ સાચવવા માટે નહીં પરંતુ પ્રતિષ્ઠા મેળવવા માટે હતું, તે આપની કાર્યવાહીથી નક્કી થાય છે. શાસ્ત્રષ્ટિએ આવી મેલી રમત રમે તેમને કેવું પાપ બંધાય તે તે જ્ઞાની ભગવતે જ નક્કી કરી શકે,
દીક્ષાતિથિ ઉજવવી શાસ્ત્ર વિરૂદ્ધ છે, તે આપે જગજાહેર કહેલ છે. છતાં આપની દીક્ષાતિથિ ઉજવવા સંમતિ આપી. આપની પાસે શાસ્ત્રવિરૂદ્ધના કાર્યો નજરે જોવા અને તે કાર્યોને વ્યાખ્યાનમાં વિરોધ કરતાં, ને તેવા જ કાર્યો પાછા આપની નિશ્રામાં થાય, છતાં છતી આંખે આંધળા થઈ ગયા હતા. જેથી સામા પક્ષના કાર્યો શાસ્ત્રવિરૂદ્ધ છે તે સમજાવી વિરોધ કરાવતાં. અને તેથી વધારે શાસ્ત્ર વિરૂદ્ધ આપણે ત્યાં કાર્યો થાય ત્યારે શાસનપ્રભાવનાના નામે કરાવી શક્તા. જેથી શાસ્ત્ર પ્રત્યેને રાગ અથાગ છે, તે ભ્રમ ઊભું કરેલ. તેથી મહા બુદ્ધિશાળીઓ પણ આવી ઈન્દ્રજાળને રાગના કારણે સમજી શક્તા નહીં, જે આપને પાપાનુબંધી પુન્યને પ્રભાવ છે. પાપાનુબંધી પુન્યના બળે કરેલા કામને અંજામ કે આવે છે તે જ્ઞાની ભગવતે જ કહી શકે.
કેસર-સુખડ બાબતમાં આપે પિતાના દ્રવ્યથી પૂજા ન કરે તે પાપ બંધાય તે શાસ્ત્રની દૃષ્ટિએ કહેલ. તે વાત અમાએ ઝીલી અને અહીંના (સુરેન્દ્રનગરના) દેરાસરમાં આદર્શ દાખલો બેસે તે માટે અમેએ પ્રયત્નો કર્યા. તેથી ૮૦ ટકા પૂજા કરનારાઓ સ્વદ્રવ્યથી પૂજા કરતાં થયા; અને કઈ પૂજા કરતાં ન રહી જાય તે માટે કેસરની વાટકીઓ સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાઈઓ મુક્તાં. પરંતુ શક્તિવાળા હોવા છતાં પારકું વાપરવાની મને વૃત્તિવાળાએ કેસર રાખવાનો આગ્રહ રાખ્યા તેથી આપને પૂછાવ્યું, આપની પાસે આવી રૂબરૂ વાત કરી. આપે સ્વદ્રવ્યથી પૂજા ન કરે તો પાપ બંધાય તેવું બોર્ડ મુકવા માટે સંમતિ આપી. છતાં, અંગત કારણસર મન દુઃખથી વેરવાળવાની હલકી વૃત્તિથી, શાહ કાંતિલાલ ચુનીલાલ તથા શાહ મનહરલાલ પ્રભુદાસે ખટપટ શરૂ કરી. તેમાં સાધુ મહાત્માઓને ઉપયોગ કર્યો. થડા દિવસ બાદ ૧૪ | વિભાગ પહેલો