________________
- તા. ૨૫-૧૨-૨૪
સત્ય નક્કી કરી શાસનને બચાવે
સિદ્ધાંતને મુકો તેના કરતાં ઝેર ખાઈને મરવું સારું તેમ કહેનારા શ્રી ગચ્છાધિપતિને જ સિદ્ધાંતને નાશ કરવા તે જ તેમના સિધતિ છે તે બુદ્ધિશાળી, વિવેકી અને ધર્મના હાર્દને પામેલા સારી રીતે ઓળખી શકશે.
સિહાંતરક્ષાના નામે સંઘથી જુદા ધર્મસ્થાને ઊભા કરાવ્યા તે ભગવાનને શુદ્ધ માર્ગ સાચવવા માટે નહિ પણ સાચી સાધુતા સહેલાઈથી નષ્ટ કરવા માટેની રાજરમત હતી તે
ખુલ્લું થઈ ગયેલ છે. દેવગુરુની આજ્ઞા માનવી નથી અને મનાવવા જેવું જીવન નથી તેઓને શ્રી વછાણિપતિ બનવાને કેઈ શાસ્ત્રકારે અધિકાર આપેલ નથી. તેથી તેનું સ્થાન ધર્મસ્થાનમાં હેય નહિ. આની ગંભીરતા નહિ સમજીએ તે ઈરાદાપૂર્વક ચારિત્રરૂપી ધર્મને નાશ કરવામાં સહાયક થશું.
ધર્મસ્થાનેમાં સુદર આરાધના કરવા માટે ધર્માત્માઓએ લાખે રૂપિયા આપ્યા છે તે રથાનોમાં વેષધારી દેવગરના આજ્ઞાભ જક અને વ્રતભંજને સ્થાન આપી અસંયમ પિષવા સહાય કરીશું તે દાતાઓને વિશ્વાસઘાત કર્યો ગણાય કે કેમ તે આપે નક્કી કરવાનું છે.
બી . મૂર્તિપૂજક તપગચ્છ સકલ સંઘની પવિત્ર સેવામાં, શ્રી અમદાવાદ.
વિનંતીપૂર્વક જણાવવાનું કે શ્રી આચાર્ય શ્રી વિજયરામ દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને સંયમરક્ષા માટે ચાર-ચાર વરસથી વિનંતી કરીઃ ભૂતકાળ ભૂલી જઈને હજ છેલી અવસ્થામાં સઘનું હિત કરીને જાવ. પણ તેઓશ્રીએ શાસનના હિતની વાત અસંયમના પાપે ધ્યાનમાં લીધી નહિ. તેથી સંઘના આગેવાને તથા આરાધક પૂજય મહાત્માઓને વિનંતી કરી. પણ શ્રી આચાર્યશ્રીનું પાપાનુબંધી પુન્ય એટલું જોરદાર કે સાધુઓના સંયમ અને શુદ્ધ આચારને ટકાવવા માટે કોઈ કાંઈ કરી શકવા નહિ. તેથી હવે આપની સમક્ષ એક સંસેવક તરીકે ન્યાય માગું છું.
વિભાગ ત્રીજે | w