________________
આપને સાચી સાધુતાને પ્રેમ હૈય, શાસન પ્રત્યે અપૂર્વ રાગ હેય, પૂ. સાધ્વીજીના શિયળની ચિતા હોય, ધર્મશાનમાં બહેન-દીકરીઓ નિર્ભય રીતે જઈ શકે તે જોવાની તીવ્ર ઈચ્છા હોય અને સાધુઓના આત્મકલ્યાણ ખાતર, સકલ સંધના હિત ખાતર સાધુઓનું જીવન નિષ્કલ ક બને તેવી અંતરની શુભ ભાવના હેય તે જ પત્રો લખી શાસનની સેવા કરવા વિનંતી છે. જેને સાધુતા નષ્ટ કરવામાં ધર્મ લાગતો હોય તેને માટે વિનંતી કરવી નથી.
દેવગુરુની આજ્ઞાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન, નવ વાડોનું પાલન તેમજ ૧૧ કલમના અમલ સાથે નિયમોનું કડક પાલન અને તેને સારી રીતે પાળવા અસલમીઓ સાથે વ્યવહાર સદંતર બંધ કરવાથી જે જૈન ધર્મ ટકવાને છે.
શ્રીમંતના પૈસાના જોરથી, કાળાબજારને ધર્મ કુગાવાની માફક વધવાથી, સાચો ધર્મ મારી નાખેલ છે. તેને છુપાવવા માટેની યોજનાઓ થાય છે આ સત્ય હકીકત આરાધકે સમજશે તે જ સાચી સાધુતાના દર્શન થશે.
વ્યક્તિરાગના અંધાપામાં અને વાણીના વિલાસમાં અજેય નહિ જનારાઓને વિનંતી છે કે શ્રી આચાર્યશ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. સા. શાસન ખાતર પોતાની જ દગીને હોડમાં મૂકી રહ્યા છે. તે સત્ય સમજવા આરાધક આત્માઓ ધર્મરક્ષા ખાતર વિચાર કરી તેના ઉપાય કરશે તે જ શાસનપક્ષનું નામ સાર્થક થશે...
૧૧ કલમની એક એક કલમ ઉપર વિચાર કરે છે સ યમરક્ષા માટે પૂ આ ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મસાહેબે વિજાતીય સંબધ સદંતર બંધ રાખવાની જે પ્રતિજ્ઞા કરાવી હતી, તે પ્રતિજ્ઞાને તેડી નાખનારા આ. શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મ. સા. સાધુઓનું સુંદર જીવન જીવવા માટે કદી સહાયક થઈ શકે નહિ, પણ ચિત્રભ નુને સારા કહેવરાવી શકશે. દેવગુરુની આજ્ઞા ભાંગનારા સાધુ નથી, તેમ કહેનારાએ આજ્ઞા ભાંગી સ ધુતાનું જગજાહેર લીલામ કરનારા મહાત્મા તરીકે " પૂજવાને દાખલ ૨૫૦૦ વર્ષના ઈતિહાસમાં જોવા મળશે નહિ ધર્મના નામે આવી અરાજકતા બંધ કરાવવા અને સંધનું લેહી–ધર્મરૂપી ધન-ન ચૂસવા દેવું
હોય તે શ્રીમંતને ખાસ વિનંતી કરું છું કે કદી સહાયક થશે નહિ. શાસનરાગી " માઁ બહાર આવે અને શાસન બચાવે, એ જ વિનંતી.
લિ. સંઘસેવક દીપચંદ વખતચંદના વંદન
વિભાગ ત્રીજે | .