Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 202
________________ પણ વાડ ચીભડા ગળે ત્યાં શાસનની રક્ષા થઈ શકે નહીં. છતાં સિદ્ધાંતરક્ષક, શાસનરક્ષક અને સંયમરક્ષક કહેવરાવે છે. તેઓશ્રીના જીવન તથા કાર્યોથી અજ્ઞાન લેકે ફસાય છે, તેમાં તેઓ શ્રીન પાપાનુબંધી પુન્યને પ્રભાવ છે. નહિતર આવા માયાદંભ વર્ષો સુધી ચાલી શકત નહીં. શ્રી આચાર્ય ભગવંત સ્વય ભુસૂરીજીએ યક્ષના આચાર્યને તલવાર કાઢી પૂછયું કે યક્ષમ તત્વ શું છે. મરણના ભયથી સત્ય વાત કહેવા પડી. તેય શ્રી ગચ્છાધિપતિને કોઈ શક્તિ સંપન્ન પૂછનાર નીકળે કે આપે શા-સિદ્ધાંતને સાચવવાની વાત કરી, ત્યાગ–વૈરાગ્યની વાત કરી અને કેને દીક્ષા આપી પણ આપને ત્યાં મેટા ભાગના સાધુમાં સાધુતાને શોભે તેવું કાર્ય દેખાતું નથી અને દેવગુરુની આજ્ઞાથી વિરુદ્ધ જીવન જીવાય છે તે દીક્ષા આત્મકલ્યાણ માટે આપ છો કે સાચી સાધુતાનો નાશ કરવા કે આપના ખોટા કાર્યોને સહાયક થઈ તેને છુપાવવા ને પ્રચાર કરવા કે સંખ્યાબળ વધારી પ્રતિષ્ઠા વધારવા માટે આપે છે? તે જ તેમાં સત્ય શું છે તે નક્કી થઈ શકશે. શ્રી આચાર્યને બાલબ્રહ્મચારીનું બીરૂદ લખાતું તે એગ્ય નહિ લાગવાથી લખવાનું બંધ કરાવેલ, તેના કારણે જગજાહેર છે. તે વખતે વડીલ તથા પૂ૦ ગુરૂદેવોએ બંધ કરાવેલ. મરણે ચાલુ ન રહે તે માટે અગીયાર કલમો નક્કી કરેલ. તેને ભંગ કરવાથી જેન શાસનની પ્રતિષ્ઠાને ઘણું નુકશાન થયું છે. આજે વડીલે નથી અને શક્કસપના આગેવાન શ્રાવકે નથી કે તેઓશ્રીને પાપથી બચાવી શકે. તેથી હવે સંઘમાંથી સાચી સાધુતાના પ્રેમી જાગે તે જ સંઘનું કલ્યાણ થશે. નહિતર સંયમમાં સત્વહીન બનેલા શાસનને ડૂબાડશે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આજે એટલી બધી મહત્વાકાંક્ષા અને અપ્રમાણિકતા વધી ગઈ છે તે સાધુઓને માટે દુષણરૂપ છે. છતાં પરલેકને ભય અને ધર્મની શ્રદ્ધા ખલાસ થાય ત્યારે જ પાપે કરવામાં આંચ આવતું નથી. શ્રી આચાર્યશ્રી સકલ તપાગચ્છના ગચ્છાધિપતિ નહિ હોવા છતાં ભગવાનની મૂર્તિ તથા મંદિરના શિલાલેખમાં તપાગચાધિપતિ લખાવાનું સાહસ કરી શકે છે. તેઓની અપ્રમાણિકતાને અટકાવનાર કોઈ નથી, તેથી તેઓએ ઘણુ અન્યાય કર્યા છે, તે સાધુતાને શોભારૂપ છે કે કેમ તે નક્કી કરવાનું કામ સંધનું છે. સાચા ત્યાગી સાધુને દીક્ષા પર્યાય વધે તેમ તેમ ત્યાગ અને વૈરાગ્ય વધતું જાય અને દરેક પ્રવૃત્તિથી નિવૃત્ત બની “અંતર સન્મુખ બનતા જાય ત્યારે, ૮૬ વર્ષ શ્રી ગચ્છાધિપતિના અકૃત્યની ખબર પડી ત્યારથી સંધના તથા સાધુઓના કલ્યાણ માટે ચાર વરસથી દેવગુરુની આજ્ઞા મુજબનું સંયમ પળાય તે માટે વિનંતી કરું વિભાગ ત્રીજે | ૪૫

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218