Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 214
________________ આચાર્યશ્રીએ કહેલ કે આમાં સાધુની ફજેતી થશે. તે કાર્યને નિષ્ફળ બનાવવા અમેએ ઘણા પ્રયત્ન કર્યા. ૨. સિદ્ધાંતને સાચવવા સુરેન્દ્રનગરના સંઘ સાથે મહાન ઘર્ષ કરી નવા સ્થાને ઊભા કર્યા. આ બન્ને કાર્યો માટે મને ખુબ આનંદ આવતે છે ભગવાનના શાસનને સાચવવા માટે મારા જીવનની સાર્થકતા કરી રહ્યો છું, પણ જ્યારે શ્રી અ ચાર્યશ્રી ખુદ ભગવાનના માર્ગને નાશ કરી રહ્યા છે, પાણીમાંથી અગ્નિ પ્રગટયો, વાડ ચીભડા ગળવા લાગ્યા અને દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે તેની ખાત્રી થઈ ત્યારે મને ખૂબ આઘાત થયા. તેથી તેઓશ્રીને ચાર-ચાર વરસથી વિનતી કરી કે ભૂતકાળ ભૂલી જઈને ભગવાનના માર્ગને ટકાવવા સાધુની સંયમરક્ષા માટે દેવગુરુની આજ્ઞાનું પાલન સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યપ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે સંયમરક્ષા માટે કરેલી ૧૧ કલમેનું પાલન કરે અને કરાવો. તેમાં સકલ સ ઘનું હિત છે અને તેથી જ સાચી સાધુતા ટકશે. પણ જેમને સુગુરૂની માત્ર વાતે જ કરી સાધુતાનો નાશ કરે છે તેમને સદબુદ્ધિ સુઝે જ નહિ. પાંપાનુબંધી પુન્યના પ્રભાવે ગમે તેવા અકર્યો, અન્યાય કરી છતાં તેને શ્રીમંતના પૈસાના જોરે શાસનપ્રભાવનાના નામે ખપાવી સાધુના ચારિત્રની કિંમત ભુલાવી દીધી અને શ્રીસંઘ પૈસાથી ધર્મનું માપ કાઢતો થઈ ગયે તેમાં તેઓશ્રીને સાધુતાને નાશ કરવામાં સફળતા મળતી ગઈ. એક સમર્થ આચાર્ય ધર્મ અને સિદ્ધાંતને વાત કરી ધર્મને જ ઘાત કરશે તે જોવાનું દુર્ભાગ્ય અને પ્રાપ્ત થયું. શ્રી આચાર્યશ્રી વ્રતભ જક, સયમનાશક, સાધુના આચારનાશક, દેવગુરૂના આજ્ઞાભંજક, મિથ્યાષ્ટિ, ઉસૂત્ર ભાષી થઈ જવાથી સાધુ નહિ હોવા છતાં સંઘમાં મહાત્મા તરીકે કહેવરાવી સઘને મહા વિશ્વાસઘાત ક્રરા રહ્યા છે. તેઓશ્રીએ શાસ્ત્રદષ્ટિથી પ્રવચનમાં કહેલ કે દેવગુરૂની આજ્ઞા ભાગે તે સાધુ નથી પણ લૂંટારે છે, સ્વછંદાચારી છે અને સંઘ બહાર છે. ગુરૂની નિશ્રાએ આવેલાનું અહિત થાય તેવું કાર્ય કરે તે ગુરૂ નથી પણ કસાય છે આવી વાત કરનારા જ દેવગુરૂની આજ્ઞા ભાંગી સાચી સાધુતાને નાશ કરે તેમને તે વિશેષ લાગુ પડે કે કેમ તે નક્કી કરવાનું છે. એક સમર્થ જૈનાચાર્યની નિંદા કરવા માટે કે દ્વેષબુદ્ધિથી બેટા આક્ષેપ કરનારને કેવા પાપે બધાય અથવા સત્ય વસ્તુ જાણ્યા પછી સંધ પાસે રજુ કરે તે તેના દેવા પાપો બંધાય તેને મને પુરેપુરે ખ્યાલ છે, તેમાં મારી પુરેપુરી જવાબ વિભાગ ત્રીજે | ૫૫

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218