________________
શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ... સાને સંયમ રક્ષા માટે ચારચાર વરસથી વિનંતીઓ કરી; પણ, પાપાનુબંધી પુજના અભિમાનથી અને સાચી સાધુતાને નાશ કરવા માટે થયેલ અસાધ્ય દર્દથી સંઘનું તથા સાધુઓનું આત્મિકહિત કરી શકવા નહિ; પરંતુ દિન-પ્રતિદિન સાધુતાને નાશ થાય તેવા પૈસાના જોરે આજનો કરી અને અસંયમ વારસામાં આપી સારા કહેવરાવવા બુદ્ધિપૂર્વકના પ્રયત્ન કરી રહ્યા છે, જે સંઘને સાથે મહાન આફત છે. શાસ્ત્રષ્ટિએ અને તેમની જ વાણીથી વિરૂદ્ધના તેમના જીવન તથા આચારાથી નક્કી થાય છે કે તેઓશ્રી વ્રતભ જક, સંયમનાશક, સાધુઓના આચારેના નાશક, દેવગુરૂની આજ્ઞાના ભજક, મિથ્યા દષ્ટિ તેમ જ ઉત્સુત્ર ભાષી છે. તેથી સાધુ નથી છતાં મહાપુરૂષ કહેવરાવી સંઘને વિશ્વાસઘાત કરી રહ્યા છે. આ સત્ય હકીક્તની ખાત્રી કરવા કોઈ પુરાવાની જરૂર નથી. ધર્મની જેએને સાચી સમજણ હોય તેઓને નજરે દેખાય. છતાં મારી વાત કેઈ બેટી સાબિત કરી આપે તે મને સખ્તમાં સખ્ત શિક્ષા કરવાને સંઘને
અધિકાર છે. તે જ રીતે શ્રી આચાર્યશ્રીને દેવગુરૂની આજ્ઞા ભંગ કરતાં અટકાવવાને પણ સંઘને સંપૂર્ણ અધિકાર છે
દરેકને ધર્મ કયાં કરે, કેવો કરો અને દેવા ગુરુ પાસે કરે તેમાં સો દઈ વત ગ છે બાવા, ફકીર અને ધર્મના નામે તેમ જ પૈસાના જોરે રજનીશ પોતાને ભગવાન જેવા કહેવરાવી શકે છે. તે જીવનમાં ધર્મ નહિ હોવા છતાં સાધુવેષ લઈ લે કેની અજ્ઞાનતાનો લાભ લઈ વાણુના જોરે સંઘમાં મહાપુરુષ કહેવરાવે તેમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી. છતાં જેને સાચા ધર્મ માટે સુગુરુનો ખપ હશે તેમને દેવગુરુની આજ્ઞા માનનારા પાસે જ જવું પડશે. વેષધારી આજ્ઞાભંજને પણ જગતમાં સાચા સાધુ તરીકે ફરવું હશે તે નિયમ અને મર્યાદાનું પાલન કરવું પડશે.
ભારતભરના શ્રીસ ને નમ્ર વિનંતી પૂર્વક કહું છું કે સાધુઓ તથા આચાર્યોને દેવગુરુની આજ્ઞાપાલન સાથે પૂ આ ભવ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે સંયમ રક્ષા માટે બનાવેલ ૧૧ કલમનું પાલન કરાવી, સંયમમાં સ્થિર કરી જેને શાસનની પ્રતિષ્ઠા વધારશે નહિતર સાધ્વીજી તથા મા-બેન-દિકરીઓના જીવન જોખમમાં છે અને ધર્મના નામે મહાન અધર્મ વધી જશે તેમજ ત્રાસ આપી આનંદ પામશે. ઘણું જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી સ્થિતિ પેદા કરનાર અને સંયમરક્ષાની વાત કરનાર શ્રી આચાર્યશ્રી પોતે જ છે.
આપ ધર્મની રક્ષા કરવા માટે પ્રયત્ન નહિ કરે તો હું મારા પ્રયત્નો ચાલુ રાખીશ તેમાં એક દિવસ એવો આવશે કે આપને ઉપેક્ષા કર્યાનો મહાપશ્ચાતાપ થશે.
લિ. સંપ સેવક રપચ વખતચંદના વંદન,
વિભાગ ત્રીજો / ૫૩