________________
તા. ૧-૧-૮૫
*
ભારતભરના શ્રીસંઘને નમ્ર વિનંતી
ભારતભરના સંઘમાં છે કે શાસનની ચિંતા કરનાર મર્દ!
દેવગુરૂની આજ્ઞા ભાંગવી, સંયમને નાશ કરવો અને સાધુ એના આચારોને નાશ કરે તે જ શ્રી ગચ્છાધિપતિ આચાર્યશ્રીને સિદ્ધાંત છે.
શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા.ને દેવગુરુની આજ્ઞા પળાવવા અને સાધ્વીજી તથા મા–બહેન-દીકરીઓની શિયળરક્ષા કરવા શાસનને વફાદાર ભાઈઓ બહાર આવો અને સાધુતાને બચાવે.
નેવું વર્ષે પણ દેવગુરુની આજ્ઞા માની સાચે ધર્મ કરવાનું મન થતું નથી તે વારસામાં અસંયમ મુકી જનારામાં ધર્મ કે હેય તેનું માપ શ્રીસંઘે કાઢવું જ પડશે.
શ્રી ગચ્છાધિપતિએ સિદ્ધાંતની રક્ષા કરવા જુદા સ્થાને ઊભા કરાવ્યા અને તે જ સ્થાનમાં અસંયમના માર્ગો ખુલ્લા મુકયા. તેથી હવે તે , સ્થાને ધર્મરક્ષા કરવા માટે રહ્યા નથી પણ પક્ષીય થઈ ગયા છે. માટે શાસનપક્ષના સાધુઓએ હવે સામા પક્ષના કોઈ પણ સ્થાનમાં ઉતરવું જોઈએ નહિ અગર શાસનપક્ષના સ્થાને બધા માટે ખુલ્લા મુકવા જોઈએ. તેમાં જ સાચી પ્રમાણિકતા છે. તેમ નહિ કરે તે દિગંબર જેવા ગણાશે.
સાધુષમાં અર્થ અને કામની ઈચછા કરે તે જૈન સાધુ નથી પણ સંધને કટ્ટર શત્રુ છે. તે ધર્મના બહાના નીચે કેટલા ભયંકર પાપ કરે તે કહી શકાય નહિ.
પર | વિભાગ ત્રીજો