________________
C/o આચાર્યશ્રી વિજ્યદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા, કાળુપુર રોડ, અમદાવાદ-૧;
૨૦૩૪ના આસો વદ ૪ ને શુક્રવાર. દેવ-ગુરુભક્તિકારક સુશ્રાવક બાબુભાઈ વેગ ધર્મલાભ.
તા. ૧૬-૧૦-૭૮ને તમારો પત્ર મલ્યા. સુશ્રાવક નરોત્તમદાસ મલ્યા હતા અને કાંતિભાઈ આજે મલ્યા. તમે શાસનની રક્ષા માટે તમાશથી બનતું બધું જ કર્યું છે અને અવસરે કરવાના પણ છે, માટે ભવિતવ્યતાથી અગર કેઈ સારા વિચારથી તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે માટે દુખ કરવાનું કશું જ કારણું નથી. કાળના પ્રભાવે કઈ સારું પરિણામ આવવાની શક્યતા ન હતી એ જ કારણે તમે જે કર્યું છે તે બરાબર કર્યું છે. સમજીને કર્યા પછી દુખ કરવું એ બરાબર નથી. હૃદયને રવસ્થ બનાવી શાસનની સેવા કરી ખૂબ ખૂબ નિર્જરા સાધે એ જ એક ભલામણ.
મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી દ્વારા સાધર્મિકભક્તિ અને માનવરાહત દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તે કઈ પણ રીતે બરાબર નથી. આમ છતાં તે સમજે તેમ નથી અને અજ્ઞાન લેક પણ સમજે તેમ નથી માટે એ અગે પણ જરાય દુખ કરવા જેવું નથી.
હસ્તગિરિ અંગે તમે જે જણાવ્યું છે તે પણ બરાબર છે. એને સધારવા અંગે શક્ય ઉદ્યમ કરાઈ રહેલ છે. એમાં સફળતા નહિ મળે તે ઉચિત થશે જ માટે એની પણ ચિન્તા કરતા નહિ.
' છેલ્લે તમે જે વિચારથી રાજીનામું આપ્યું છે તે ઘણું સારું