________________
તા. ૧૦-૧૨-૮૪ શ્રી સકલ સંઘને નમ્ર વિનંતી શ્રી આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેઓ શાસન પક્ષના ગચ્છાધિપતિ છે, તેઓશ્રીના શાસ્ત્ર મુજબની વાણું અને તેમના આચાર ને વહેવારથી દેવગુરુની આજ્ઞા ભાંગવાથી તેમના જીવનથી અસંયમી, વ્રતક, માયાવી તેમજ ભગવાનના સાધુ નહીં પણ વિદ્વાન રાષ્ટ્રનેતા છે–આ મારી પાકી માન્યતા છે. જ્યારે તેઓશ્રી પાસે પૈસાથી થતાં ધર્મકાર્યોને ધર્મ માનનારા અને સાધુના ચારિત્રની કિંમત નહિ આંકનારા કેમાં તેઓ ત્યાગી મહાપુરુષ છે.
મારા આત્મકલ્યાણ માટે તથા સકલ સંઘના હિત માટે વિન તીપૂર્વક કહું છું કે મારી કોઈ વાત બેટી સાબીત કરી આપે તે જાહેરમાં માફી માગી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું છે. તે મારા ઉપર કરુણા લાવી મને મારી ભૂલ બતાવશે તે તેમનો હું મહાન ઉપકાર માનીશ.
શ્રી આચાર્યશ્રી મારી વાતને બેટી કહેતા નથી પણ બુદ્ધિપૂર્વક મારી સન્ય વાતને મારી નાખવા કહે છે કે- તેના દીકરાએ પૈસા બેયા છે. એટલે ગાંડા થઈ ગયા છે. ધર્મ હારી જશે દયાપાત્ર છે. આ રીતે શ્રી આચાર્યશ્રી માયા–
દંપૂર્વક કરૂણ દેખાડી લે કે મામા નાખે છે. ભગવાનને સાધુ કદી અસત્ય બેલે નહિ, આથી પિતે જૈન સાધુ નથી તેમ નકકી કરી આપે છે.
ભગવાન મહાવીર સ્વામીને ગૌતમસ્વામીએ, તેઓ જ્યારે અદીક્ષિત હતા ત્યારે, ભગવાન જેવા ભગવાનને, પાખંડી અને ધુતારા કીધા હતા. ભગવાને ત્યારે તેમની સામે કોઈ આક્ષેપ કર્યા નહીં પણ સાચો ધર્મ સમજાવી શકાનું નિવારણ કરી મુક્તિમાર્ગ બતાવ્યું. ભગવાનની પાટે આવેલાનું ગૌરવ લેનારા શ્રી ગચ્છાધિપતિની વર્ષો સુધી સેવા કરી, પણ તેઓને જે હૃદયમાં ખરેખર સાચી દયા અને કરૂણું હોત તે સેવકને બચાવવા માટેનું કાર્ય કરી મને પાપથી બચાવી શકત. પણ તેમ નહિ કરતા કત્રિમ વાતે ઊભી કરી, પાપ ઢાકવા આક્ષેપ કરવા તે ભગવાનને સાધુનું લક્ષણ નથી પણ રાજકારી નેતાનું લક્ષણ છે. ધર્મને પામેલા આ વાત જરૂર સમજી શકશે એક સમર્થ જૈનાચાર્ય જ્ઞાની મટી રાજકારી નેતા બની જાય છે ત્યારે તેઓ આગમની વાણુનું આલંબન લેતા નથી પણ પેપર વાંચી રાજરમત રમવા માટે બુદ્ધિને ઉપયોગ કરે છે તેથી સરળતા નષ્ટ થઈ જાય છે અને સંઘને ઘણું નુકશાન સહન કરવું પડે છે. ૪૮ | વિભાગ ત્રીજો