Book Title: Sanyam Raksha Ange Mari Manovyatha
Author(s): Deepchand Vakhatchand Mehta
Publisher: Deepchand Vakhatchand Mehta

View full book text
Previous | Next

Page 197
________________ જરા ઊંડા ઉતરે, મોટી પિલ પડી ગઈ છે અને બહારથી પૈસાના જોરે શાસ પ્રભાવનાના નામે પાપ ઢાંકવા માટેની જનાઓ કરાવી શાસનનો, ધર્મરૂપી ધનને નાશ થઈ રહ્યો છે. હવે નહીં ચેતીએ તે ભાવી ઘણું ખરાબ છે અને તેથી ઘણું સહન કરવું પડશે. સંયમનાશ થાય તેવા માર્ગે આપણું જ ગચ્છાધિપતિ ખૂહલા મુકી રહ્યા છે વાડ ચીભડા ગળે પછી શાસનની સલામતી રહે છે કેમ અને કેવી સ્થિતિ પેદ થાય તે અંગે વિવેકપૂર્વક વિચારવા નમ્ર વિનંતી છે. શ્રી આચાર્યશ્રી દીક્ષાનું પ્રતિપાદન કરતાં ત્યારે લાગતું કે સાધુતાને કેટલે રાગ છે. સંયમની કેવી ખુમારી છે. આજે તેમનું બોલેલું બધું માયા અને દંભથ ભરેલું હોય તેમ તેઓશ્રીના જીવનથી નકકી થયું ત્યારે આઘાતનો કઈ પાર નથી બાલ દીક્ષાઓ ઘણી થઈ. તેમાંથી એક પણ બાલસાધુ શાસનની રક્ષા કરી જીવનને સાર્થક કરી સંઘનું રણ અદા કરે તે નથી આપી શકયા. તેમાં કઈ પુરાવાની જરૂર નથી. બાલ દીક્ષા માટે સંઘે માથા ફડાવ્યા. શાસન માટે લાખો રૂપિયા ખરચ્યા. તેનું પરિણામ શુન્ય હેય તે સંઘને ભયંકર અપરાધ છે. શ્રીસ છે તેઓશ્રીની વાણી ઉપર અતિ વિશ્વાસ રાખી તેઓશ્રીના જીવન સામે કદી ન જોયું. તેમજ વ્યકિતરાગથી કેઈની સત્ય વાત સાંભળવા કાન બંધ કરી દીધા હતા તેનું પરિણામ છે શ્રી આચાર્યશ્રી પાસે તેમજ બીજાઓ પાસે ભેટી સંખ્યામાં દીક્ષાઓ થઈ તેનું કારણ ત્યાં દેવગુરુની આજ્ઞાપાલનનું બંધન નહોતું. આશવના માર્ગો ખુલ્લા હતા. સંવરનિ જરા માટે વ્યવસ્થા નહોતી. તેથી મોટા ભાગના સાધુઓ ભગવાનના માર્ગને બેવફા બન્યા અને પોતે ડ્રખ્યા અને અનેકને ડુબાડ્યા છે તે શાસનની શું સ્થિતિ થઈ તે વિચારશોજી. જ્યાં યોગ્ય આમાને આજ્ઞા મુજબ જીવન જીવવા માટે દીક્ષા થાય છે તે જ સંઘને મહાન આશીર્વાદરૂપ થવાના. એક પ્રસંગ યાદ આવે છે કે હકીભાઈની વાડી (અમદાવાદ)માં એક સુખી આખા કટુંબની દીક્ષા હતી. હું શ્રી કસ્તુરભાઈ શેઠની પાસે બેઠે હતો. તેઓશ્રીને ઘણા ઉદાસીન જોઈ મને લાગ્યું કે શાસન માટે મહાન કૌરવને પ્રસ ગ છે ત્યારે શેઠશ્રી ઉદાસીન કેમ ? મને લાગ્યું કે સાધુતાને પ્રેમ નથી અને સ યમને રાગ નથી પણ આજની પરિસ્થિતિથી અને તેના પરિણામથી ખાત્રી થાય છે કે શેઠશ્રી કેટલા ' વિચારક અને દીર્ધદષ્ટિવાળા હતા. તેઓ માનતા હશે કે અસંયમીએ કદી સારા સંયમી પકવી શકે જ નહિ અને પા ઢાંકવા શાસનને શત્રુઓ જ પકવવાના. ૪ | વિભાગ ત્રીજો

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218