________________
હેત તે કદી લખવા આપત નહીં, તેમ જ અન્યાયને અટકાવી તેને જે ય જરૂર કરત પણ આજે વડીલેની હાજરી નથી. આજે સંઘમાં અન્યાયને અટકાવવા કઈ cવસ્થા નથી. તેથી જ તેઓ વધારે સહેલાયથી પાપ કરી શક્યા છે.
શાસનરક્ષ, સિદ્ધાંતરક્ષક તપાગચ્છાધિપતિ, સરીચક્રવતી–ના ગુણે નહીં હોવા છતાં તે બિરૂદ પિતાની મેળે લખી નાખે તે જ મટી અપ્રમાણિકતા છે અને તેથી જ નક્કી થઈ જાય છે કે પરલેકને ભય ચાલ્યો ગયે હોય તે જ આવી. હિમત કરી શકે. પાપના ડર વગરના સંધના આગેવાન હોય ત્યાં કદી શાંતિ કે સમાધિ રહે. નહી.
તેઓશ્રીની માયાવી રમત ખ્યાલમાં આવી જવાથી મારે સાચી પરિસ્થિતિથી સઘને માહિતગાર કરવો જોઈએ તે સંઘસેવક તરીકેની મારી ફરજ સમજું છું.
તેઓશ્રી પાસે તપસ્વી આરાધક થોડા મહાત્માઓ છે. તેમના બળ ઉપર જ વધારે અધર્મ કરી રહ્યા છે. તેઓએ તેમને છોડી દીધા હતા તે તેઓ ઘણું પાપથી બચો જાત.
સુરેન્દ્રનગર તથા રાજકેટના પ્રકરણથી આરાધક શ્રાવ તથા સારા સાધુઓએ ઊંડા ઉતરી તપાસ કરી હતી તે સંઘને ઘણું નુકશાનથી બચાવી શક્યા હોત. પણ કળિકાળ કેટલે ભયંકર છે કે સત્યને પડખે ઊભા રહેવા જેટલું સત્વ રહેવા ન દીધું.
- તેઓશ્રીના એક પરમ ભક્ત તરીકે મેં વિનંતીરૂપે તથા સખ્તાઈથી પત્ર લખેલ. તે દરેક પાત્રોને સઘ સમક્ષ રજૂ કરીશ કે જેમાં મેં તેઓશ્રીથી હવે વધારે નુકશાન ન થાય અને તેઓશ્રીની શાંતિ રહે તે શુભ હેતુથી કેટલો પ્રવાસ કરેલ. પરંતુ હજુ તેમની પાસે પુણ્યની મુડી છે. તે બધી મુડી પાપ બાંધવા ખરચાય ન જાય ત્યાં સુધી સત્ય કદી સ્વીકારવાની નથી.
જે આપણને ખરેખર તેમના પ્રત્યે પ્રેમ છે તે આત્મિચિંતા કરી તેમને પાપથી પાછા વાળવા અને છેલ્લા વર્ષે સમાધિપૂર્વક પૂરા થાય તે માટે પ્રયત્ન કરવા તેમાં જ શાસનની સાચી સેવા છે.
સંઘનું પુણ્ય ઓછું કે આ કાળમાં સમર્થ વ્યક્તિ ધર્મની વાત કરી અધર્મના માર્ગે ચડી ગઈ અને તેથી તેઓ તરફથી જે આત્મિક લાભ મળવો જોઈ હતે તે ન મળ્યો
આ ર્યશ્રીએ શાસ્ત્રદષ્ટિએ કહેલ છે કે, દેવગુરુની આજ્ઞા ન માને તે હાડકાને ઢગલે છે અને આપોઆપ સંધ બહાર થઈ જાય છે. આ વાત તેઓશ્રીને જ લાગુ
વિભાગ ત્રીજે | ૩૫