________________
હૈયે ન હોય તેઓ આવા જવાબદારીવાળા સ્થાન ઉપર રહેનારા શ્રી જૈનાચાર્યો નથી પણ સંઘના ભયંકર શત્રુઓ છે. શ્રી ગચ્છાધિપતિને સથમક્ષા માટે, ચાર ચાર વર્ષ થયા, ખૂબ ખૂબ વિનંતી કરી. સાચો સયમને રાગ અને શાસનનું હિત હૈયે હેત તે દેવગુરુની આજ્ઞા સખત રીતે પાલતા કરી શક્ત. પરંતુ શાસનપક્ષનું કમનસીબ કે ભગવાનનું સાધુપણું પાળવા માટે સત્વહીન બની ગયેલ, તેનું પરિણામ છે. ભગવાનને માર્ગ ટકાવવા માટે સાધુઓનું સંયમ જ મુખ્ય છે. તેને ગૌણ માની શ્રીમંતના પૈસાના બળ ઉપર સાચી સાધુતાને મારી નાખીને અજ્ઞાન લેકેમાં કૃતિમ ધર્મની છાયા ઊભી કરી શાસનને મહાન નુકશાન કર્યું છે. તેના કડવા ફળ કીસ ઘને નજરે જોવા મળ્યા છે. આવા ભયંકર કાળમાં કામવાસનાને કાબુમાં રાખવા અને સાચી સાધુતાને ટકાવવા નવ વાડોનું પાલન અને તેને વધારે મજબુત કરતા પૂ. આ ભવ્ય વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે ૧૧ કલમો પાળવા માટેની કરેલી સુંદર વ્યવસ્થાને થી ગચ્છાધિપતિએ પાળવા-પળાવવાની નેક જવાબદારી અદા કરી હતી તે આજે સાધુતાનું જે લીલામ થઈ રહ્યું છે તે જોવા મળત નહિ.
શાસનપક્ષમાં દેવગુરુની આજ્ઞા નહિ માનવાથી, નિષ્ફર પરિણામ થઈ જવાથી, હિંસક બની તેને ભાંગી નાખી, વિહારમાં સાધવજી તથા બહેને સાથે રાખી, ધર્મસ્થાનોમાં પણ મર્યાદાને તેડી નાખી સાધુઓના આચારને નષ્ટ કરવા અને રસોડા સાથે રાખી ભગવાનના શાસનની વિહારની ઉત્તમ વ્યવસ્થાને મારી નાખી, બાવાની જમાત જેવો દેખાવ કરીને, ભગવાનના માર્ગને નાશ કરવામાં શ્રી ગચ્છાધિપતિએ, તુચ્છ સગવડ અને સુખ ખાતર, શાસ્ત્રના નિયમોનું પાલન નહિ કરી શકવાથી તેઓએ શાસનપક્ષ અને વડીલની પ્રતિષ્ઠાને નષ્ટ કરી નાખવાથી અને ઘણુઓએ તેઓ છીનું અનુકરણ કર્યું તેથી આખો સંસાર ઘરબારી જે થવા લાગે છે. અહિંસક જીવન જીવવા માટે હાથમાં છે રાખેલ તેને દ્રોહ કરી, હિંસક બની, વેષમાં જ સાધુપણું રાખી, જીવનમાં સાધુપણુને નાશ કરી, ભગવાનના સાધુ કહેવરાવી, શાસનને કીડાની માફક ફોલી નાખી, સ ધન મહા વિશ્વાસઘાતી બની અનેક આત્માઓના જીવન બરબાદ કરેલ છે. તેથી ઉત્તમ આરાધક મહાત્માઓ તથા આરાધક શ્રાવકે શાસનપક્ષની આ સ્થિતિ જોઈને મહા દુઃખી છે. આ સ્થિતિને અટકાવવા માટે શ્રી સકલ સંઘ જાગૃત બને તે જ આ ભયંકર રોગને અટકાવી શકાશે. અને તે માટે ગામેગામના આરાધક ભાઈઓ દ્વારા શ્રી આચાર્યશ્રી ને વિન તીપત્રો લખવામાં આવશે તે શ્રી ગચ્છાધિપતિ સાધુતાના નાશના કલંકથી. બચી જશે.
૨૬ / વિભાગ ત્રીજો