________________
કૃત્રિમ પ્રતિષ્ઠા મેળવેલી લાંબે ટાઈમ ટકતી નથી. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે મેરૂ પર્વત જેટલું સેનાનું દાન કરે પણ સાધુના શુદ્ધ જીવનની તોલે આવે નહિ. આથી સ્પષ્ટ સમજાય છે કે પૈસાથી ખરીદાયેલી પ્રતિષ્ઠામાં પાપાનુબંધી પુણ્યનું જોર હોય છે ત્યાં સુધી ટકે છે. શ્રી આચાર્ય શ્રી નાની નહિ હેવાથી શાસ્ત્રોની વાતને ઉપગ તેઓશ્રી માટે કરતા નથી કારણ કે પર્લોકનો ભય ચાલ્યા ગયે છે. સાચા આરાધક મહાત્માઓને પ્રતિષ્ઠાની કદી કિંમત હોતી નથી, છતાં હજારો વર્ષ થયા તે પૂજ્ય મહાત્માઓ સઘના હૃદયમાંથી ભૂલાતા નથી અને ભૂલાશે પણ નહિ. તેથી અનેક મહાપુ તો મહાસતીઓના નામ દરરોજ તેઓશ્રીના નામમરણથી જીવનને ધન્ય બનાવે છે. પૂ. મહાત્મા સ્યુલીભદ્રજી જેવું જીવન તથા પૂ. મહાત્મા મેતારક મુનિએ એક જીવને બચાવવા પોતાની જાનને ભેગ આપ્યા તેવા અનેક મહાત્માઓના નામ અમર બની ગયા છે. સુંદર આરાધના જ અમર બનાવી શકે છે. કૃત્રિમ પ્રતિ મેળવવા પૈસાના સાધને ઉપગ અધ:પતન કરનાર છે. ઈતિહાસકારે લખશે કે શ્રી આચાર્ય શ્રી મહા વિદ્વાન હતા તેથી શાસ્ત્ર ને ઉપયોગ સંસાર વધારવામાં કર્યો છે અને દેવ-ગુરૂની આજ્ઞા ભાંગી સાધુઓના આચારનો નાશ કરી સાચી સાધુતાને નષ્ટ કરવા છતાં અજ્ઞાન લકામાં મહાત્મા કહેવરાવાની ઘેલછાએ શાસનનું મહાન અહિત કરેલ છે. આ વાતને ગમે તેટલી ઢાંકવામાં આવે પણ સત્ય હકીકત છુપાવી શકાતી નથી. તેથી મેળવેલી ગમે તેવી પ્રતિષ્ઠા ખલાસ થઈ જવાની. હજી બગડેલ વાતને સુધારી લેવાની તક હાથમાં છે. તે તે શાસનપક્ષના હિત ખાતર, તેઓશ્રીના આત્મકલ્યાણ ખાતર, સાધુ-સાધ્વીના જીવન ખાતર, દેવગુરૂની આજ્ઞાનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન, નવ વાડાનું પાલન અને તેને વધારે મજબુત કરવા પૂ૦ આeભ૦થી વિજય પ્રેમસીશ્વરજી મ. સાહેબે કરેલ અગિયાર કલમના બંધારણનું પાલન તેમજ અસ યમીઓને વદન બંધ કરાવવાને શ્રેષ્ઠ ઉપાય કરશે તે જ સંયમરક્ષાની પ્રતિષ્ઠા ટકી શકશે અને આપનું ચાતુર્માસ સફળ થયું ગણશે અને તેમાં વાપરેલ, લક્ષ્મી સાર્થક થશે.
શ્રી આચાર્યશ્રી અનિત્ય અશુચિ સ સાર આદિ બાર ભાવના અને મિત્રો આદિ ચાર ભાવના સમજાવે છે ત્યારે આખી સભાને વિચારતા કરી દે છે. પરંતુ તેઓ જ્ઞાની નહિ હેવાથી પિતાની જાત માટે કદી વિચાર કર્યો નહિ. આટલા ઊંચા સ્થાને બેઠા પછી મહરાજાએ જબરજસ્ત ફટકે માર્યો છે. મહા દુઃખની વાત એ છે કે મોટી સંખ્યામાં સાધુ-સાધ્વી તથા હજારે ભક્તિ હેવા છતાં કોઈએ. તેમની આત્મિક ચિંતા ન કરી અને સાચી સલાહ ન આપી. આ એક કર્મની વિચિત્રતા જ કહેવાય. ધર્મ કાળા કરાવ્ય, શુદ્ધ કરાવ્યો નહિ, તેનું પરિણામ છે.
વિભાગ ત્રીજો | ૨૩