________________
તા ૨૬-૯-૮૪
નૈતિક ફરજ....ઉત્તમ ઘર્મ : સંચમરક્ષા
જ્ઞાનસારમાં જ્ઞાની ભગવંતે કહે છે કે - જેમ ડુક્કર વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હંસ માનસરોવરમાં નિમગ્ન છે તેમ જ્ઞાની પુરુષો જ્ઞાનમાં નિમગ્ન થ ય છે.
ભગવાન સુધર્માસવામિની પાટ ભગવાનના શાસનની રક્ષા કરનારાઓ માટે, મહા પુણ્યશાળીઓએ હારે રૂપિયા ખચી, ચાદરવા પુઠિયા બ લાવી બનાવા–તે પાટ : ઉપર બેસીને આજે ધર્મના બહાના નીચે દેવ-ગુરૂની આજ્ઞા છડેચોક ભાંગનારાઓ, સુસાધુના આચારોને નાશ કરી, ધર્મનું ખૂન કરે છે અને ભગવાનની પાટને બેવફા બને છે. આ સત્ય વાત શાસનપક્ષના ત્યાગી મહાસંયમી સુસાધુ મહાત્માએ તથા મહાધમ આરાધક શ્રાવકે એ વ્યક્તિરાગમાં નહિ ફસાતા શાસન રક્ષા માટે આ કલંકને અટકાવવા માટે પ્રયત્ન કરવો તે દરેકની નૈતિક ફરજ છે.
શાસનરક્ષા, સિદ્ધાંતરક્ષા, તીર્થ રક્ષા, સંયમરક્ષા માટે મરી ફીટવાની વાતો કરનારા જગો અને ભગવાનના માર્ગને ટકાવવા સંયમરક્ષા કરવી તે જ ઉત્તમ ધર્મ છે.
શાસ્ત્રકાર ભગવતે કહે છે કે
દેવ-ગુરૂની આજ્ઞા ભાગે તે સાધુ નથી. જેને આજ્ઞા બંધનરૂપ લાગે તેઓ રવજીંદાચારી છે. તેઓ સાધુના આચારોને નાશ કરવામાં નિષ્ફર પરિણામવાળા બની જાય છે. તેથી મહાસતીઓ તથા બહેન-દીકરીઓના જીવન તેઓની પાસે ભય રૂપ બને છે. તેમજ જાતિય સંબંધો ભોગવવામાં કુચેષ્ઠા કરી જીવનને બરબાદ કરનારા સુસાધુ મટી જાય છે. તે આપોઆપ સંધ બહાર થઈ જાય છે. તેઓને સુગુરૂ માની વંદન-પૂજન-ભકિત કરે કે તેમની પ્રતિષ્ઠા વધારવામાં સહાયક થાય તે અનંત સંસારી થાય છે અને સંઘના મહાન વિશ્વાસઘાતી બને છે. તેમજ સાધ્વીજીના શિયળભંગ કરનારા મહા અધમાધમ–નરાધમ-પાપાત્માઓ સાધુવેષમાં હેવાથી તેને માટે જે કાંઈ કરવું પડે તે અનુકંપા બુદ્ધિથી થાય, તે શાસદષ્ટિએ સત્ય વાત છે છતાં તેની પાકી ખાતરી કરવા, સિદ્ધાંતને મૂકો તેના કરતાં ઝેર ખાઈને મરવું તે સારું તેવું કહેનારા શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા ને પૂછશે કે ગીતાર્થને પાપ કરવાની છૂટ નથી પણ પાપથી બચાવવાની છૂટ છે. આમાં કેઈને અપવાદ તરીકે પાપ કરવાની કમસત્તાએ છૂટ આપી છે ?
વિભાગ ત્રીજે | ૨૧