________________
શ્રી ગચ્છાધિપતિ વ્રતભ જ છે, સંયમન શક છે, સાધુઓના આચાર'ના નાશક છે, દેવગુરુની આજ્ઞાભંજક છે, મહા મિથ્યાત્વી છે, ઉત્સત્ર ભાષી છે. છતાં સંઘમાં મહાપુરુષ કહેવરાવે છે, તેથી સંઘના મહા વિશ્વાસઘાતી છે. અનેક આત્માઓને દીક્ષાઓ આપી સાધુતાથી ભ્રષ્ટ કરી જીવન બરબાદ કરેલ છે. આ સત્ય હકીકત શાસ્ત્રથી તેઓના પ્રવચનથી તેઓના જીવન-વહેવારથી હું ચોક્કસપણે નકકી કરી શ છું કે તેઓશ્રી જૈન સાધુ નથી. તેમાં હું બેટ કરું તે મને સખ્તમાં સખ્ત શિક્ષા કરવાને આપને સંપૂર્ણ અધિકાર છે. તે શિક્ષાથી મને શુદ્ધ કરી મારું આત્મકલ્યાણ કરવું તે આપને મહાન ધર્મ છે. અને મારી સત્ય હકીકત સાબીત થાય તે શ્રી ગચ્છાવિપતિ જૈન સાધુ નથી તેથી શાસનપુકાનું હિત કરી શકે નહિ તેમ જાહેર કરવું જોઈએ. જેથી સંઘ તેમની માયાવી વાતાથી ફસાય નહિ. તે માટે કુગુરુના ફંડામાથી શાસનપક્ષને બચાવવો તે આપની નૈતિક ફરજ છે
અર્થ અને કામને સંપૂર્ણ છોડીને દીક્ષા લીધી છે, છતાં સાધુ થઈને અર્થ અને કામને ભેગવટો કરે તે જૈન સાધુ નથી પણ સંઘને કટ્ટર શત્રુ છે. આ શાસ્ત્રીય વાતને ધ્યાનમાં રાખીને ન્યાય કરશે તે જ સાચે ન્યાય કરી ભગવાનના શાસનને બચાવી શકશે.
ફરી ફરી વિનતી કરું છું કે સાધુઓને સંયમમાં સ્થિર કરી સારી આરાધના કરત કરવા હોય તે દેવગુરુની આજ્ઞાપાલન સાથે પૂ. આચાર્ય ભગવંત શ્રા વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલ ૧૧ કલમનું સખ્ત પાલન કરાવશે તે જ સાચી સાધુત ટકશે. નહિતર સાધ્વીજી તથા મા–બહેન-દિકરીના પવિત્ર જીવન જોખમમાં મુકાશે, અર્થ અને કામના ગુલામ સાધુવેષ લઈ શાસનને લૂંટી લેશે અને આરાધક મહાત્માઓને ત્રાસ આપી ધર્મસ્થાનને કબજે લઈ ધર્માત્માઓને આંસુ પડાવશે. આવા દિવસો ન જેવા હોય તે જાગૃત બનવું પડશે જ.
આપ ધર્મની રક્ષા કરવા માટે જાગૃત ન થઈ કઈ પ્રયત્ન નહિ કરે તે હું મારા પ્રયત્ન ચાલુ રાખીશ; અને તેમાં એક દિવસ એવો આવશે કે આપને ઉપેક્ષા કર્યાને મહાન પચ્ચ તાપ થશે. એ જ વિનંતી.
લિ સંઘવક દીપચંદ વખતચંદના વદન.
૮ | વિભાગ ત્રીજો