________________
તા. ૩-૧૧-૮૪ ઝાલાવાડ શાસંઘના ટ્રસ્ટીઓને વિનંતી શ્રી ઝાલાવાડ ન તામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સઘના ટ્રસ્ટી ભાઈઓની પવિત્ર સેવામાં, શ્રી મુંબઈ
વિનંતીપૂર્વક જણાવવાનું કે સુરેન્દ્રનગરમાં શાસ્ત્ર, સિદ્ધાંત અને ગુરુદેવની આજ્ઞા માનવા, સંધથી જુદા પડી સુંદર આરાધના થાય તે માટે મંદિર, ઉપાશ્રય આદિ નવા બંધાવી, ભાવના સફળ કરી, તેનું ટ્રસ્ટ કરેલ. તેમાં આપ પુન્યશાળીઓ ધર્મપ્રેમી, પ્રમાણિક, સિદ્ધાંતને વફાદાર ટ્રસ્ટીઓ છે. તેમાં સૈદ્ધાંતિક મતભેદ પડે તે, સિદ્ધાંતને મુકો તેના કરતાં ઝેર ખાઈને મરી જવું સારું તેવું કહેનારા, શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ શાસ્ત્ર મુજબને જે ફેંસલે આપે તે દરેકને બંધનકર્તા રહેશે. તેઓના વચનમાં વિશ્વાસ હેવાથી સિદ્ધાંતમાં કદી અન્યાય કરશે નહિ. પણ ઘણું જ દુઃખ સાથે કહેવું પડે છે કે તેઓશ્રીને કમેં ભુલાવ્યા અને દેવગુરુની આજ્ઞા ભાંગી, સાધુના સૂઆચારને નાશ કરી, અસંયમની પુષ્ટી કરી, શ્રી ગચ્છાધિપતિ પદના ગૌરવને હણ નાખી સાધુતાને કલંક લગાડેલ છે. તેથી હવે શાસ્ત્રની બાબતમાં રક્ષક ભક્ષક બને ત્યારે તેમની પાસેથી ન્યાયની આશા રાખી શકાય નહિ. કિઈને કલ્પના ન આવે કે પાણીમાંથી અગ્નિ પ્રગટશે અને વાડ ચીભડા ગળશે. શાસનપક્ષનું કમભાગ્ય કે જે હેતુથી સંઘના ટ્રસ્ટી થયા તે હેતુ શ્રી આચાર્યશ્રી સિદ્ધ કરી શક્યા નથી, પરંતુ શાસનને મહાન નુકશાન કરેલ છે. આ સત્ય વાતને દબાવી દેવા પૈસાના જોરે ઘણા પ્રયત્ન થાય છે પણ સત્ય કદાપી છુપાવી શકાતું નથી. પાપને ઢાંકવા તેના કરતા પાપોને અટકવવાના પ્રયત્ન કરવા તે જ શાસનની સાચી સેવા છે.
આપની આ અંગેની ગમે તેવી માન્યતા હોય તે માટે મારે સલાહ આપવી નથી. પણ ટ્રસ્ટ સાર્વજનિક છે અને ટ્રસ્ટીઓ તેના બંધારણના રક્ષક છે, બંધારણ મુજબ વહિવટ કરવા બ ધાયેલા છે, તેથી કોઈની અંગત માન્યતા કામ આવે નહી. માટે વિનંતીપૂર્વક લખું છું કે હવે શ્રી આચાર્યશ્રીને અભિપ્રાય લે તે બંધારણની વિરૂદ્ધ થઈ જાય છે. જેઓ શાસ્ત્ર અને સિદ્ધાંતને વફાદર ન હોય તેને વિશ્વાસ રાખી શકાય નહીં.
દેવગુરની આજ્ઞા ન માને તે સાધુ નથી, તે આપોઆપ સંઘ બહાર થઈ જાય છે તેમ શ્રી આચાર્યશ્રીએ શાસ્ત્ર દષ્ટિએ કહેલ. તે સત્ય હકીકત છે એટલે આપ
વિભાગ ત્રીજો | ૫