________________
તા. રર-ર-૮૪ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની સેવામાં, અમદાવાદ.
લી. દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના.
વિશેષ જણાવવાનું કે આપને પત્ર લખવાનું પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબે બંધ કરાવી પોતે સંયમની રક્ષા માટે, દેવ-ગુરુની આજ્ઞાનું પાલન કરાવવા માટે, ચાતુર્માસમાં સાથે રહી પ્રયત્ન કરશે, તેમ કહેવાથી મારા પ્રયત્નો બંધ રાખેલ. આપની તબિયતને નજર સમક્ષ રાખી ધારેલ કે આ૫ છેલ્લે ભગવાનના શાસનને અને આપના આત્માને થયેલ નુકશાનથી બચાવી જીવન સાર્થક કરશે, તે ધારણું પણ નિષ્ફળ નીવડી છે. પૂજ્ય ગુરુ દેવે સાધુઓની સંયમરક્ષા થાય તે માટે ૧૧ કલમેનું બંધારણ કરેલ છે, તે પાળવા માટે ખાત્રી આપેલ. તે ખાત્રીને છડેચોક ભંગ કરનારમાં, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેનો રાગ અને સંયમને રાગ કે હતો તે જગજાહેર થતો જાય છે. ૧૧ કલમનું અને ૯ વાડેનું પાલન કરી દેવ-ગુરુને વફાદાર રહ્યા હતા તે શાસનપક્ષમાં મેટાભાગે આચારભ્રષ્ટ અને સંચમભ્રષ્ટ થયા છે તે કદી થાત નહીં.
સાધુના સંયમ ખાતરને શાસનપક્ષની પ્રતિષ્ઠા વધારવા માટે મેં ઘરબારને ત્યાગ કરી થેડા ટાઈમમાં મારી પ્રવૃત્તિ શરૂ કરવા નિર્ણય કરેલ છે. મારા જીવનમાં લેહીનું બિન્દુ હશે ત્યાં સુધી મહાસતીઓની શિયળરક્ષા કરવા પ્રયત્ન કરીશ. મારા હાથથી આપની કારકીર્દી ખલાસ ન થાય તેવી તીવ્ર ભાવના હોવા છતાં લાચાર થઈ એક બાજુ શાસનસંચમરક્ષા છે, બીજી બાજુ શાસન. શાસન પક્ષે આપેલ ખાત્રી ભંગ કરી સાધુના આચાર અને સંયમનો નાશ કરવામાં આપને માટે હિસે છે. એટલે આપની કૃત્રિમ પ્રતિષ્ઠા કરતાં સંયમરક્ષાની કિંમત અનેક ગણી છે. તેથી મારે મારી ફરજ બજાવવી તેમ માનીને હવે પ્રયત્ન કરીશ. તેમાં આપ, સમુદાય અને પક્ષના સાધુમાં મોટા ભાગે જે રીતે જીવન જીવી રહ્યા છે અને સાધુના આચારને અને સંયમને
૭૦ | વિભાગ પટેલ