________________
(૫) સામાન્ય સંજોગોમાં ૧૫ દિવસ પહેલાં કાપ કાઢવો નહિ. સિવાય લૂણ, ઝેળી, ળિયા જેવા કપડાં. (૬) રેશમી કામળી, દશી, મુહપત્તી વગેરે વાપરવી નહીં. (૭) દેશના વ્યવહાર પ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પુરવા માટે ભાવ સમજાવો. (૮) એક સ્પર્ધક્ષતિની ટુકડીને સાધુ બીજા સ્પર્ધકપતિની ટુકડીમાં ગચ્છાધિપતિની તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહીં. (૯) માઈકમાં બાલવું નહીં. (૧૦) ફેટા પડાવવા નહિ. (૧૧) પોતાનું કે પિતાના વડીલના નામનું જ્ઞાનમંદિર પતે ઊભું કરવું નહિ. તેમજ શ્રાવકે દ્વારા ઊભા કરાતા જ્ઞાનમંદિર આદિમાં પોતાનું વર્ચસ્વ રાખવું નહિ.
ઉપરની કલમો અંગે જેમને કઈ પૂછવું હોય તેમણે શ્રી ગચ્છાધિપતિને પૂછી લેવું.
આ પછી શ્રાવકસંઘે પૂજ્ય આચાર્યદેવને આ વર્ષનું ચતુર્માસ અત્રે જ કરવાની ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી હતી. સાધુસમુદાયના સંગઠનની આજે થયેલી જાહેરાતથી ચતુવિધ શ્રીસંઘમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ હતી–અને પ્રયાસ કરનારાઓનું બહુમાન કરાયું
હતું.
૧૪ | વિભાગ પહેલે