________________
અસંચમીઓને ત્યાગ તે જ રામબાણ ઇલાજ વાડેનું પાલન અને અસંયમીઓને ત્યાગ તે જ રામબાણ ઈલાજ છે અને તેમાં જ શાસનની વફાદારી અને શાસ્ત્રની સાચી શ્રદ્ધા છે. ધર્મ રથાનો પવિત્ર રાખવા હશે તે ભગવાનની આજ્ઞાને પ્રાણના ભોગે સાચવવી જ પડશે. આપ જેવા પાસે ઘણો મોટો સમુદાય છે. તેમની આતિમ ચીંતા કરી સંયમપાલન માટે, સખ્તાઈ રાખવામાં આવશે તે જ શ્રીસંઘનું સાચું રણ અદા થશે.
પરમ પૂજ્ય, મહાપવિત્ર અને મહાસ યમી આચાર્યદેવશ્રી વિજયકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્રતા અને આદર્શતાને નજર સામે રાખી તેઓશ્રીની પ્રતિષ્ઠા વધારી આપની નિશ્રાએ આવેલા આમિક વિકાસ થાય અને તેમના ભવની પરંપરા કપાય તે જોવાની સેવકની તીવ્ર ઈચ્છા છે. મારી ભાવનાને સફળ કરવી તે આપના હાથની વાત છે.
બાજે ધર્મના નામે, અપવાદના ન્હાના નીચે, સગવડતા ખાતર આચાર અને વહેવાર શુદ્ધિને મુકી દીધા તેથી મોટા ભાગના સાધુ-સાધ્વીજીના હાથથી જ ધર્મનો નાશ થઈ રહ્યો છે. શાસનને બચાવવું હશે તે અગવડ વેઠી કષ્ટ ભોગવવું પડશે. નહીંતર એકબીજાનું જોઈ જોઈને ધર્મ મડદું બની જશે.
આપને અત્યારના સંજોગોમાં મારી વાત સાચી લાગશે નહી. પરંતુ કડવા ફળ ચાખવા પડશે ત્યારે હું જ યાદ આવવાને છું તે ચોક્કસ છે સેવક ગ્ય • કામસેવા ફરમાવશોજી. ધર્મ આરાધનામાં યાદ કરશોજી.
હિ, સેવક દીપ વખતના ૧૦૮ વાર વડલા,
૨૦ / વિભાગ બીજો