________________
ખાત્રી આપી એટલે કાયમી ત૫ બંધ રાખીશ અને તે પૂજ્યશ્રીઓથી અનેક આત્માનું કલ્યાણ થયું છે. તેથી એ જ સમુદાય માટે મારી શક્તિ ઉપરંત કાર્ય કરવાનું મન થયું છે. આ સમુદાયમાં પવિત્ર મહાભાઓ છે. એટલે હું આશાવાદી છું કે ભગવાનની આજ્ઞાને જીવંત રાખી સંધનું ઋણ અદા કરશે. તેમાં મારી શક્તિનો ભોગ સાધુઓની પવિત્રતા જાળવવા અને વધારવા માટે આપી રહ્યો છું.
ફાગણ સુદ ૧૪ ના હું અમદાવાદ હતા. શ્રી આચાર્યશ્રીને પત્રથી જણ વેલ કે, “ આપે દેવ-ગુરુની આજ્ઞાન ભંગ અને પૂ૦ ગુરુદેવને આપેલ વચનનેબંધારણને ભંગ કરી સાધુતાની પવિત્રતા અને સાધુઓના આચારને નાશે કર્યો છે. આપના હાથે અનેકના ભાવપ્રાણુ નાશ થયા છે. હવે છેલી-વૃદ્ધ ઉંમરે ભગવાનની આજ્ઞા અને ગુરુમહારાજશ્રીને આપેલ વચનનું પાલન કરી, ભગવાનના શાસનને બચાવી, જીવન સાર્થક કરી તેમાં સાધુઓનું અને શ્રીસંઘનું આત્મકલ્યાણ છે. મેં ઘણુ વખત આપશ્રીને વિનંતી કરી. પરંતુ આપના પાપાનુબંધી પુન્યના પ્રભાવે આપના પાપકાર્યને સહાય કરવામાં ધર્મ માની અને તેમાં શ્રીમંતવર્ગ મળી રહે તે અભિમાનથી આપ શાસનની રક્ષા કરી શક્યા નથી. હું આપની પાસેની પરિસ્થિતિને જોઈ શકતા નથી. અધર્મને ધર્મ મનાવવાની વાણી, બુદ્ધિ અને અભાવની કળાથી જગતને જે મહા મુર્ખ બનાવ્યા છે અને મહાપુરુષની ખ્યાતિ પ્રાપ્ત કરવા જે રીતે કાવાદાવા, દંભ કર્યો છે તે જોઈને મારી છાતી ભાંગી ગઈ છે. છેલે એક જ વિનંતી કરું કે હવે આપે ભગવાનના માર્ગને ટકાવવા ભગવાનની આજ્ઞા અને ગુરુમહારાજશ્રીને બંધારણનું કડક રીતે પાલન કરવું અગર મારા વ્યપ્રાણને ભોગ લેવો. તે બેમાં પસંદગી તમારે કરવાની છે.” - ફાગણ સુદ ૧૫ થી ચારે આહારને ત્યાગ કરી, બહાર કોઈ પ્રચાર ન થાય અને શાસનની પ્રતિષ્ઠા ન ઘટે તે માટે ઘરે રહી, અને વદિ ૧ ના સેરીસા તીર્થમાં જઈ ભગવાનના સાંનિધ્યમાં જ જીવન પૂરું કવું તેમ નક્કી કરેલ. પરંતુ રાત્રે પૂ. આચાર્યશ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂપં. શ્રી જયવિજયજી મહારાજ સાહેબ તથા પૂ. રત્નસુંદરવિજયજી મહારાજ સાહેબે મારી અતરની વેદના ખૂબ જ વાત્સલથભાવથી સાંભળી અને તેઓશ્રીએ કહ્યું કે મારા સમુદાયમાં પૂ. ગુરુદેવની કલમોનું પાલન થાય છે છતાં તેમાં જે ક્ષતિ હશે તે દૂર કરી બીજા નિયમો કરી સાધુઓની પવિત્રતા સાચવવા માટે કડક રીતે અમલ કરવા ખાત્રી આપી વધુમાં કહ્યું કે ચારે આહાર બંધનું કાયમી પગલું
વિભાગ બીજે | ૨૫