________________
1
તા. ૧-૪-૯૫
પરમપૂજ્ય આચાય દેવ શ્રી વિજયમાનતુ ત્રસુરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી પાલીતાણા.
લી. સેવક દીપચંદ વખતચંદ્રના ૧૦૦૮ વાર વ"ના સ્વીકારશેાજી
આપશ્રીના પુરેહે સુખશાતા હશે, વિ. વિનતીપૂર્વક જળુાવવાનુ કે શ્રી ગચ્છાધિપતિ વિજયરામચ ંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેવગુરુની આજ્ઞાપાલન સાથે પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે સયંમરક્ષા માટે કરેલ ૧૧ કલમ પાળવા-પળાવવા માટે વચન આપેલ. આજ્ઞાભાઁગ કરે તે સાધુ નથી, તેમ કહેનારાએ જ તેના ભ’ગ કરતા સમુદાય તથા પક્ષમાં સાધુના સયમ અને આચારના નાશ થઈ રહ્યો છે. તેને અટકાવવા ૧૧ કલમનું સખ્ત રીતે પાલન એ જ સાચા ઉપાય છે. તે માટે પાંચ વરસથી શ્રી ગચ્છાધિ પતિને ઘણી ઘણી વિનંતી કરી; પર ંતુ તેઓશ્રીએ ધ્યાનમાં લીધી નહીં, તેથી મહાસતીના શિયળ તથા મા-બહેન-દીકરીઓના પવિત્રતા ઘણી જોખમમાં મુકાય છે. તેમ જ સઘમાં અશાંતિ, સમુદાયમાં લહ, તીથની વિરાધના, ઉત્સૂત્રભાષી અને જીવનની શિથિલતા આદિ થયા. આવા અન્યાય કે અનર્થા થાય તેને માટે ન્યાય કરી અનર્થાને અટકાવવા ગીતાની સમિતિની નિમણુ ક કરવા પરમપૂજય ખાચા ભગવ તશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે પટકમાં આજ્ઞા કરેલ છે. તેમાં આપનું નામ સારા ગીતા તરીકે માનીને મુશ્કેલ છે. તે ત્રણું નામ નક્કી કરી, (જે) ભગવાનના શાસનની પ્રતિષ્ઠા પૈસા ખર્ચવાથી ઘણી વધી છે પશુ ચારિત્રથી ને તીથની વિરાધનાથી ખલાસ થતી જાય છે તેને બચાવવા; અને અમારા મા-બહેન-દીકરીની તથા પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેખની સયમરક્ષા થાય તેને માટે સખ્ત દેખસ્ત કરાવી દેવગુરુની આજ્ઞાનુ પાલન થાય તેવું કરાવી આપવા કૃપા કરશેાજી, જે ગીતાય સમિતિની આજ્ઞા ન માને તેની સાથે વહેવાર કાપી નાખવા જોઈએ. તેથી સધમાં કાઈ છેતરાય નહીં.
/
પરમપૂજ્ય મહાતપસ્વી આચાય દેવ શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ સોંધમાં તથા સમુદાયમાં શાંતિ થાય તે માટે અભિગ્રહપૂર્વક આયંબીલ ઘણા ટાઈમથી કરે છે. તબિયત ભગડતી જાય છે. છતાં તેની ઉપેક્ષા થાય છે, જે કલંકરૂપ છે. આવા વખતે ગીતાર્થ સમિતિએ તેઓશ્રીને અભિચડ પૂરા કરાવવા બનતા પ્રયત્નો કરાવવા જોઈએ. તેમાં જ શાસન અને સમુદાયની પ્રતિષ્ઠા વધશે તેમ સેવકનું માનવું છે. એ જ વિનંતી.
'
લી. સેવક દીપચંદ વખતચ`દના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશેજી,
વિભાગ ખોજો / ૩૧