________________
જૈન સંસ્કૃતિને ટકાવવી હશે તે પહેલા શ્રી આચાર્યશ્રીના અસંયમી જીવનને જાણ્યા પછી હું ન કહું તે તેમના જ કહેવા પ્રમાણે મારા જેવો વિશ્વાસઘાતી કેણુ હોઈ શકે? વળી હું વ્યક્તિને ભકત હત, ધર્મને વફાદાર નહોતે, તેવું નક્કી થઈ જાય.
સાધુની પવિત્રતા માટે મારા જીવનનો ભેગ આપવાથી શાસનસેવા થતી હેય તેમાં મારી શુભ ભાવના હોવા છતાં અજ્ઞાનતાથી પાપ બંધાય તે માટે મારી પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. મારા આત્માને નુકશાન થાય તેવું કોઈ કાર્ય કરવાની મારી ઈચ્છા નથી. માટે આ૫, જ્ઞાની છે માટે, જે માર્ગદર્શન આપશે તે મુજબ કરીશ. આપ આ કાર્ય હાથમાં લ્યો તે સેવક તરીકે જે આજ્ઞા કરભાવશો તે કરવા તૈયાર રહીશ. આપ જેવા ચારિત્રસંપન્ન મહાત્મા મારે માથે શિરછત્રરૂપ હોય તે મારી ચિંતા ઘણુ ઓછી થઈ જાય. તે આપ પૂ વડીલેની અને શાસનની પ્રતિષ્ઠા વધારી સંઘનું ક૯યાણ કરે તેવી નમ્ર વિનતી છે.
મહા પુન્યવાએ દીક્ષા લેતી વખતે જે ઉલ્લાસ, ખંત, મોક્ષ મેળવવાની તાલાવેલી, સંસાર છોડવા માટે આપેલો કેટલે ભોગ, આત્મિકસુખ મેળવવા કાઈની દ્રવ્યદયા ખાધી નહિ ને ભાવદયાથી જ ક૯યાણ થાય છે–આવી અપૂર્વ શ્રદ્ધા, અને દીક્ષા પહેલાના પરિણામ, અને સત્વ જોઈ મારા જેવા સત્વહીનને શરમાવવા જેવું લાગતું હતું. પણ ચરિત્ર લીધા પછી, ગુરુનિશ્રાએ આવ્યા પછી, દેવ-ગુરુને વફાદાર ન રહેતા આજ્ઞાભંગ કરી ઘણુઓએ હેતુ સિદ્ધ કર્યો નથી. તેથી ભવ કાપવાને બદલે ભવની પરંપરા વધે તે જૈનશાસનનું શું થાય? આની ચિંતા ન કરનાર, સંખ્યાબળ વધારવા, સંયમ–પદવી માટે કોઈ ધારણ, જ્ઞાનીની , આજ્ઞા મુજબનું, નહીં રાખતા પ્રતિષ્ઠાનું લક્ષ રાખવાથી આરાધના માટે કોઈને પ્રયત્નશીલ ન બનાવ્યા. તેથી અનેકેના ભાવપ્રાણ નાશ થયા છે અને થશે. તેથી શ્રીસંઘનો મહાન દ્રોહ કર્યો છે તેમાં આપને અતિશયોકિત લાગતી હોય તો ક્ષમા કરશોજી.
ધર્મની બાબતમાં આપની પાસે એક અજ્ઞાન બાળક જેવો ગણાઉં, પરંતુ આપ જેવા પૂજય પાસેથી જે સાંભળવા મળ્યું અને મહાપુરુષના જીવનચરિત્ર વાંચી જે ધર્મનો મહા થઈ તેથી આ સ્થિતિ હું જોઈ શકતો નથી. પૂ૦ દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમુદાય, પૂ. બાપજી મહારાજ સાહેબને સમુદાય અને પૂ. કનકસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયને અમારા ઉપર .. મહાન ઉપકાર છે. આજે જૈન સંઘમાં પણ ઘણું જ ઊંચા પ્રકારની છાપ છે
૨૪ | વિભાગ બીજે