________________
તા. ૨૧-૧૨-૮૨ પરમ પૂય, પરમ ઉપકારી મહારાજશ્રી રસુંદરવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
જી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
આપે તથા પૂ. ગુરમહારાજ સાહેબ શ્રી પંન્યાસજી મહારાજ સાહેબની હાજરીમાં સાધુતાની પવિત્રતા કેમ વધે અને અસંયમ વધવાના કારણો નાબુદ કરી સંયમની રક્ષા કેમ સારી થાય તે માટે નિયમો કરવા અને તેને સમુદાય માટે જરૂરી અમલ થશે તેવું આશ્વાસન આપવાથી મને ખૂબ જ આનંદ થયે છે. હવે શાસનનું ભાવી ઉજળું દેખાય છે કે આપે આ વાતને ઘણું જ મહત્વ આપ્યું છે. માટે આપની શક્તિ, જ્ઞાન અને હિંમતને સદુપયોગ શાસનની રક્ષામાં અને સંયમની રક્ષામાં કરે તેવી સેવકની નમ્ર વિનંતી છે. બધા કાર્યો કરતાં સાધુ
ની પવિત્રતાની કિંમત અનેકગણું છે તે આપ સારી રીતે સમજે છે. સ યમ રક્ષાને લાભ જે તેવું નથી. માટે અસંયમીઓને સ્થિર કરવા અને મહા સંયમીએની સુખશાતાપુર્વ આત્મસાધના થાય તે માટે આપ પ્રયત્ન કરશે તે આપને કર્મની ઘણી નિજા કર્યા અને શાસનની અપુર્વ સેવા કર્યાને આનંદ થશે. ભગવાનને માર્ગ ટકાવવામાં સાધુતાની પવિત્રતા મુખ્ય છે. આજે જે સ્થિતિ ચાલી રહી છે તેને વિચાર કરીએ તે ધર્મને મડદું બનાવી તેની ઉજાણું કરી રહ્યા છે. આવા ખરા ટાઈમે જ સવશ ળા બની કાર્ય કરે તેવી આશા રાખું છું. જે વધારે પડતી નથી. પુ. આચાર્યદેવશ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ. સાને ખૂબ જ લાગણીભર્યો પત્ર આવ્યું છે. આપ બંને ભેગા થશો ત્યારે ભગવાનની આજ્ઞા મુજબની સંવમરક્ષા માટેના જરૂરી નિયમો નક્કી કરશે તે આવા વિષમકાળમાં પવિત્રતા ઘણું ખીલી ઉઠશે.
સાધુતાની પવિત્રતા માટેની આપની ઊંચી ભાવના હોવાથી કાર્ય ગમે તેવું કઠણ હશે તે પણ સરળ થઈ જશે. આપના ચારિત્રબળના પ્રતાપે જૈન સાધુ કેવા હેય તેની આદર્શતાના લોકોને દર્શન થશે અને જૈન શાસનનો વિજય કે વાગશે. ભલે થેડા મહાત્માઓ શાસનને વફાદાર રહી આત્મસાધના કરશે અને ભગવાનની આજ્ઞા મુજબનું જીવન જીવશે, તેમાં જ સકલ સંઘનું કલ્યાણ છે. આપને શાસનદેવ શાસનની રક્ષા, સંયમની રક્ષા કરવામાં ખૂબ સહાય થાય તેમ અંત:કરણ પૂર્વક ઈચ્છું છું. એ જ વિનંતી.
તા. બાબુના ૧૦૦૮ પર વકના સ્વીકારશે
' ' વિભાગ બીજે | ૨૭ .