________________
લ, ૧૩-૮૩. પરમ પૂજ્ય, પરમ ઉપકારી આયાય લેવાશી વિજયભુવનભાસરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય પંન્યાસશ્રી જયઘોષવિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્યશ્રી રતનસુંદરવિજયજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં, શ્રી અમદાવાદ
લી સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના વીકારશેજી.
આપ પૂએ મારી અંતરની વેદનાને ખુબ વાત્સલ્યભાવથી સાંભળી મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે પૂ. સાધુ મહાત્માઓનું જીવન સુંદર બને અને પવિત્રતા વધે તે માટે ભગવાનની આજ્ઞા અને પૂ. ગુરુમહારાજના બંધારણનું પાલન આપના આજ્ઞાવર્તીઓમાં થતું હતું. છતાં તેમાં કોઈનામાં કોઈ ક્ષતિ હોય તે પૂ૦ ગુરુમહારાજની આજ્ઞાને વિશેષ રીતે અમલ કરવાની આપની ફરજ છે. પૂ. સાધુ મહાત્માઓના કલ્યાણ અર્થે અને સંઘના આમિક કલ્યાણ માટે બીજા વિશેષ નિયમો કરી કડક રીતે પાલન થાય તે માટે આપે જે ભાવને પ્રગટ કરી તેની ખૂબ અનુમોદના કરું છું. મેં મારી જિંદગીને ભગવાનના શાસન ખાતર હેડમાં મુકી હતી તેને આપ કૃપાળુઓએ મારી વેદના જે રીતે શાંત કરી છે અને મારી જિંદગીને બચાવી લીધી છે તેથી હું આપને મહાન ઋણું છું. , ચારિત્રસંપન મહાત્માઓથી જ શાસન ટકવાનું છે. આચાર અને સંયમના પાલન સિવાય એકલી વાત કરવાથી કોઈનું કદી કલ્યાણ થયું નથી અને થશે પણ નહીં. ફરી ફરી એક જ વિનંતી કરું છું કે ગમે તેવા સમર્થ હોય, પણ આચાર અને સંયમની કિંમત ન હોય તે, તેમની શરમમાં તણાઈ ન જવાય, જેથી શાસનને નુકશાન ન થાય, સેવકની આ વિનંતી ધ્યાનમાં રાખશો અને મારી અંતરની ઈચ્છાને સફળ કરવા કૃપા કરશોજી. શ્રીસંઘમાં સાત્વિક, ચારિત્રસમ્પના મહાત્માઓ છે કે જે આજે સાચી સાધુતાના દર્શન થાય છે. આપ પૂજયોએ સાધુતાની પવિત્રતા માટે મારી જિંદગી બચાવી, ત્યારે શ્રી આચાર્યશ્રીએ મારા કુટુંબીઓ ઉપર કે કરાવી–ખળભળાટ કરાવી ત્રાસ આપવાના પ્રયત્ન કર્યા. ખરેખર શાસનનો રાગ હોત, સંઘનું હિત હૈયે વસ્યું હેત, મારા દ્રવ્યપ્રાણુની ચિંતા
કરી હતી અને મારી શુભ ભાવનાને સફળ કેમ કરવી તે માટે વિચાર કર્યો હતો " તે તેઓ તેમ ન કરત. પણ અસંયમના રાગે સત્ય વસ્તુ સ્વીકારી શકતા નથી | * તે જ મહાન દુ;ખનો વિષય છે. કર્મસત્તા આવા મહાન સમર્થને પણ કેવા સવહીન " બનાવી દે છે તે વિચારવા જેવું છે. ભાવિભાવ,
લી. સેવક દીપચcવખતના ૧૦૦૮ બાર વેદના સ્વીકારશે.
વિભાગ બીજે | ૨૧