________________
તા. ૨૩-૪-૮૩ પરમ પૂજ્ય, પરમ ઉપકારી પૂજય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
શ્રી કટારીઆ.
લી. સેવક દીપચંદ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશે.
આપશ્રીના પુન્યદેહે સુખશાતા હશે. વિનંતીપૂર્વક જણાવવાનું કે આપે અમદાવાદનું ચાતુર્માસ સુધારવાની શુભ ભાવનાથી સાથે નક્કી કર્યું. આપની ભાવના સફળ થશે તે સાધુતાના સુંદર દર્શન થશે અને તેથી વધારેમાં વધારે મને જ આનંદ હશે. અને મારી અંતરની વેદના નષ્ટ થઈ જશે. તેથી આપને મહાન ઉપકાર કદી ભુલીશ નહી.'
સંયમની સાધના માટે પ્રાથમિક ભગવાનની આજ્ઞા અને નવ વાડેનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન સારી રીતે અમલમાં મુકાશે તે જ ચાતુર્માસ સફળ થશે. તેમાં આચારશુદ્ધિ, વહેવારશુદ્ધિ અને મર્યાદાનુ પુરેપુરું પાલન થશે તે જ શાસનને ઘણો લાભ થશે, નહીંતર ધર્મની ફજેતી થશે તેમાં જરાપણ શંકા નથી.
આપે સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ સાથે કરવા માટે શરત મુકી હતી કે બન્નેના સમુદાયના કોઈ સાધ્વીજી મ. સાથે રાખવા નહી તેમ કહેલ. જેથી સારામાં સારી રને આત્મિક વિકાસ, જ્ઞાન, ધ્યાન સારી રીતે થાય અને એકાંતે શાંતિ રહે તે માટે જ સાથે રહેવાની ભાવના હતી. તે હેતુ અમદાવાદમાં સફળ થાય તે આપને અને સકલ સંધને ઘણો લાભ થશે. પૈસા કેટલા ખરચાયું તેના ઉપરથી ધર્મનું માપ કાઢવાને મુર્બાઈનો જમાનો ખલાસ થઈ ગયો છે. કારણ કે હવે લકે ડી ઘણા અંશે ધર્મને સમજતા થયા છે. હવે તે સાધુ-સાધ્વીજીના ચારિત્રબળ, વૈરાગ્ય કેટલે વધે, સંસારનો રસ કેટલો તટય અને આચારશુદ્ધિ કેટલી વધી તેના ઉપર જ શાસનની પ્રભાવના થવાની છે અને તેના ઉપરથી જ ધર્મનું માપ નીકળવાનું; તે વાતથી નહી પણું અમલથી જ થવાનું છે.
હાલના વાતાવરણ ઉપરથી લાગે છે કે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની સંખ્યા ઘણી થશે. આવડું મોટું સૈન્ય રાજનગરના આંગણે મહારાજાના પ્રતાપે પચે ઈન્દ્રિઓના વિષયો પુરબહારમાં ખીલી રહ્યા છે. તે વખતે મેહરાજાને નષ્ટ કરી, અસંયમને મારી નાખી, ભગવાનની આજ્ઞાને ઝડે ફરકાવશે તો શ્રીમંધમાં કાયમ માટે આનંદ થશે. અને લડવામાં પ્રમાદી બની સૈન્ય મેહરાજાને બડે કરશે તે તે વકરશે ને આખા સૈન્યની ખાનાખરાબી કરી નાખશે, જેથી ભવાંતરમાં
૧૮ | વિભાગ બીજે