________________
ધ્રાંગધ્રા તા ૫-૪-૮૩ પરમ પૂજ્ય, પરમ ઉપકારી આચાર્યદેવ શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબની પવિત્ર સેવામાં,
શ્રી કટારીઆ.
લી. સેવક દીપચ દ વખતચંદના ૧૦૦૮ વાર વંદના સ્વીકારશોજી.
આપશ્રીને ચેડા દિવસ પહેલા પત્ર લખેલ તે મળ્યું હશે.
ભગવાનના શાસનમાં વધારેમાં વધારે સયમના આરાધક બને અને ભગવાનના માર્ગને વફાદાર રહી આત્મકલ્યાણ સાધનારા અને તેમાં આત્માથી આત્માને અપૂર્વ આનંદ હેય. આવી દીક્ષા લેનાર, આપનાર અને અપાવનારને મહાન કર્મ ક્ષયનું કારણ બને છે. તેમ સંયમની રક્ષા કરવામાં અને રથર કરવામાં અને અસંયમીઓની પક્કડથી દુર કરાવવામાં અનેકગણે લાભ થાય છે, તેમ જ્ઞાની ભગ વતે કહે છે. '
આપશ્રીના શુભહસ્તે કટારીઆ તીર્થમાં ૨૫ દક્ષાઓ થઈ છે પરંતુ અત્યાર ' સુધી દેવગુરુની આજ્ઞાને ગૌણ કરી સંખ્યા વધારવા આયોગ્યને દીક્ષા આપી તેમાંથી મોટાભાગના આત્માઓએ દેવ-ગુરુની આજ્ઞા ભાંગી સાધુના આચારને કલંકીત કરી જીવનને વિકાસ સાધી શક્યા નહીં તે ઘણું જ દુઃખને વિષય છે. આ પરિસ્થિતિ માટે વધારેમાં વધારે કેણ જવાબદાર છે તે ઈતિહાસ કહેશે.
આપને ભગવાનની આજ્ઞા પ્રત્યે અથાગ પ્રેમ, પૂ.ગુરુમહારાજશ્રી વિજ્યકનકસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રત્યે સમપત ભાવ અને ખૂબ જ પૂજયભાવ, ચારિત્રને અથાગ રાગ, આજ્ઞાપાલનથી જ મેક્ષ મળે તેવી શાસ્ત્ર પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા છે તેથી આપના હથથી કેઈપણુ આત્માનું તેમજ ભગવાનના શાસનનું અહિત ન થાય તે માટે આપ પુરેપુરા જાગ્રત છે એટલે સાયમની રક્ષા માટે નવ વાડેનું પાલન, અષ્ટ પ્રવચન માતાનું જતન અને અસંયમીઓથી દૂર રાખવાનું નક્કી કરીને જ ૨૫ પચીસ મહાન પૂજય આત્માને ઉદ્ધાર કરો જૈનશાસનની અપૂર્વ સેવા કરી શ્રીસંઘનું તથા તેમના વાલીઓનું આત્મકલ્યાણ થાય તે માટે આપે મહાન કલ્યાણકારી દીક્ષા સફળતા પૂર્વક કરી તેની ખૂબ ખૂબ અનુમોદના કરું છું.
- સાધુતાના સાચા દર્શનથી જ શાસન ટકવાનું છે. આજ્ઞાભંજક અસ યમીઓથી પૈસા બચાવવાના જેર ઉપર શાસનપ્રભાવના કદી થઈ નથી અને થવાની નથી તેમજ તેમાં ધર્મ પણ નથી, કાળાબજારને ફુગાવે છે. નક્કર પ્રભાવના ભગવાનની આજ્ઞાનું પાલન, ત્યાગ, વૈરાગ વધવાથી થવાની છે તેમાં જ દરેકનુ કલ્યાણ થવાનું છે તેમ જ્ઞાની ભગવંતે કહે છે
૧૪ | વિભાગ બોજો