________________
તથા રમેશભાઈ બકુભાઈને રાખવામાં આવેલા છે અને ભવિષ્યમાં સમુદાય બાબતમાં જરૂર પડ્યે બંને જણું સેવા આપવા માટે સંમત થાય છે.”
આ નિવેદન વંચાયા બાદ વંદનવિધિ થયા હતા અને તે પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્ય શ્રી વિજયજબૂરીશ્વરજી, પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર અને પૂજ્ય પંન્યાસ શ્રી ભાનવિજયજી ગણિવરે પ્રાસંગિક વિવેચન સાથે આ સંગઠનનું અનુમાન કર્યું હતું. ત્યાર બાદ શેઠશ્રી ચંદ્રકાન્તભાઈ અને શેઠશ્રી રમણભાઈએ આભાર માનતું વક્તવ્ય કર્યું હતું. અંતમાં પૂજ્ય આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ઉપર્યુક્ત નિવેદનમાં જણાવેલ નૂતન બંધારણની અગિયારેય કલમ વાંચી સંભળાવી હતી, જે નીચે મુજબ છે.
બંધારણ -(૧) સામાન્ય સાગમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસ્તીમાં આવવું નહીં. એ માટે વ્યાખ્યાનાદિ પ્રસંગે નિષેધ કરે અને શક્ય પ્રબંધ કરાવ. અસાધારણ સંયોગમાં દા. ત. બહારગામથી કેઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કેઈ આવે તો એકાદ દિવસ વંદન પુરતા આવી જાય તે રેવા નહીં. જેની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતા સુધી શ્રાવિકાને સાથે લઈને આવવું. તેમ જ શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુની અકસ્માત બિમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં. (૨) સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈ પણ કામ કરાવવું નહીં. અને સાધુએ પોતાના કામ દા. ત. પીત્રા રંગવા, સાંધવા વગેરે શીખી લેવા. જ્યાં સુધી ન શિખાય ત્યાં સુધી ઘા, ઢવાણુ જેવા અશક્ય કામે મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવિકા દ્વારા સાધ્વીઓ પાસે કરાવી લેવા, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં. (૩) સાધ્વીજીને કાંઈ કામ હોય તે સીધુ સાધુને ન કહે પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને શ્રાવક દ્વારા સાધુને કહેવડાવે, એ પદ્ધતિ જાળવવી. કેઈ તાત્કાલિક અકસ્માત આવી પડ્યું હોય તે પૂછી લેવાય. (૪) સાધુએ જોઈતી વસ્તુ માટે ટુકડીના વડીલને કહેવું અને વડીલ તેની સગવડ કરી આપે
વિભાગ પહેલે | ૧૦૩