________________
રાત-દિવસ ચિંતા રહ્યા કરે છે.
તેમાંની ઘણુ હકીકતે અમારી જાણ બહાર ન હતી છતાં પૂજ્યશ્રી પ્રત્યે ભક્તિભાવના હિસાબે મન ડંખતું. પણ અમેએ મૌન રહી ચલાવ્યું, તેથી અમે પણ પાપના ભાગીદાર બન્યા છીએ. હજુ અનુષ્ઠાને ઉજવી શાસનપ્રભાવના કરાવી છે કે સાધુતા કેળવી શાસન પ્રભાવના કરવી છે?
શાસનપ્રભાવનાના નામે જે સાધુતાને ઘાત થાય છે તેને ચલાવવો હેય '. તે અમારે કંઈ કહેવાનું રહેતું નથી. પણ શાસનના હિત ખાતર, પૂજ્યશ્રીના
ગૌરવ ખાતર અને અમારી ખાતર પણ ભેગ આપી સાચી સાધુતા કેળવવા પ્રયત્નો કરશો તે મહાન ઉપકાર કર્યો ગણશે. તમો કાંઈ વિચાર નહીં કરે અને જેમ ચાલે છે તેવી રીતે જ જીવન પુરું કરવું હશે તે તમારા માટે ભાવી ઘણુ ખરાબ છે તેમ માનશે. પૂજ્યશ્રીને સિદ્ધાંતની બાબતમાં સ્વાર્થ ખાતર ઢીલા પાડવામાં તમારે પણ મટે ફાળો છે. ( પત્ર આવ્યા પછી જરાય ચેન પડતું નથી. રાત-દિવસ ચિંતા રહ્યા કરે છે. ઊંઘ ઉડી ગઈ છે. પત્ર લખનાર કાંઈ પણ પગલાં લે અને તેમાં શાસનની તથા પૂજ્યશ્રીની કેટલી નિંદા થાય તેને વિચાર કરતાં ચેન પડતું નથી. પૂજ્યશ્રીની પ્રતિષ્ઠા વધારવી કે ઘટાડવી તે તમારા દરેકના હાથમાં છે. તમે કોઈ પણ વિચાર નહીં કરે તે મેટામાં મોટી ભૂલ ગણાશે. તમે દરેકને સદ્દબુદ્ધિ સુઝે અને સારી સાધુતા કેળવવા તમને બળ મળે તેવી શાસનદેવ પાસે અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરું છું.
પૂજ્યશ્રીની ઉંમર ઘણું થઈ છે. હવે જ્યાં સ્થિરવાસ કરશે ત્યાં તીર્થ જેવું થશે અને અનેક ગણું શાસન પ્રભાવના થશે. તમારે પૂજ્યશ્રીનું ગૌરવ વધારવું હશે તે ભેગ આપે જ છુટકો છે. તો તમારા સવાર્થ ખાતર તેમની પુન્યાઇને ઉપયોગ કરશે તો તમારા જેવા ગુરુદ્રોહી કોઈ નહીં ગણાય, તે ચોક્કસે માનશે તમને મારી વાત કડક લાગશે, પણ તમારું દર્દ અસાધ્ય થયું છે માટે સાધ્ય બનાવવા માટે પ્રયત્ન છે.
લી દીપય વખતના ૧૦૮ પાર વધવા સ્વીકારશે.
વિભાગ બીજે | પ